ગુડ ન્યૂઝ:43 વર્ષીય બોલિવૂડ એક્ટ્રેસ બિપાશા બાસુ લગ્નના છ વર્ષ બાદ પ્રેગ્નન્ટ

મુંબઈ17 દિવસ પહેલા

બોલિવૂડ એક્ટ્રેસ બિપાશા બાસુ તથા કરન સિંહ ગ્રોવર બોલિવૂડના મોસ્ટ ફેવરિટ કપલ છે. બિપાશા બાસુ હાલમાં પ્રેગ્નન્ટ હોવાની વાત સામે આવી છે. જોકે, બિપાશા કે કરન સિંહ ગ્રોવરે આ અંગે કોઈ વાત કરી નથી.

લગ્નના છ વર્ષ બાદ પ્રેગ્નન્ટ
વેબ પોર્ટલ 'પિંકવીલા'ના અહેવાલ પ્રમાણે, 43 વર્ષીય બિપાશા બાસુ હાલમાં પ્રેગ્નન્ટ છે. બિપાશા તથા કરન ટૂંક સમયમાં જ આ ગુડ ન્યૂઝની જાહેરાત કરશે. કપલના નિકટના મિત્રે કહ્યું હતું કે બિપાશા-કરન હાલમાં આ સમયને એન્જોય કરે છે અને પેરેન્ટ્સ બનવા માટે ઉત્સુક છે.

2015માં સાથે કામ કર્યું હતું
બિપાશા તથા કરને 2015માં હોરર ફિલ્મ 'અલોન'માં સાથે કામ કર્યું હતું. આ ફિલ્મના શૂટિંગ દરમિયાન બંને વચ્ચેના અફેરની શરૂઆત થઈ હતી. આ સમયે કરન પરિણીત હતો.

2016માં લગ્ન
કરને બીજી પત્ની જેનિફર વિન્ગટેને ડિવોર્સ આપીને બિપાશા સાથે એપ્રિલ, 2016માં લગ્ન કર્યાં હતાં. કરને 2008માં પહેલા લગ્ન શ્રદ્ધા નિગમ સાથે કર્યા હતા. આ લગ્ન માંડ 10 મહિના ટક્યા હતા. ત્યારબાદ તેણે 2012માં ટીવી એક્ટ્રેસ જેનિફર સાથે લગ્ન કર્યા હતા. જેનિફરને 2014માં ડિવોર્સ આપ્યા હતા.

વર્કફ્રન્ટ
કરન સિંહ ગ્રોવરના કામની વાત કરીએ તો તેણે 2004માં ટીવી સિરિયલ 'કિતની મસ્ત હૈ જિદંગી'થી કરિયરની શરૂઆત કરી હતી. ત્યારબાદ તે વિવિદ સિરિયલમાં જોવા મળ્યો હતો. 2015માં તેણે ફિલ્મ 'અલોન'થી બોલિવૂડ ડેબ્યૂ કર્યું હતું. ત્યારબાદ તે 'હેટ સ્ટોરી 3'માં જોવા મળ્યો હતો. કરન છેલ્લે 2020માં વેબ સિરીઝ 'કૂબૂલ હૈ 2.0'માં જોવા મળ્યો હતો. બિપાશા બાસુ છેલ્લે 2015માં ફિલ્મ 'અલોન'માં જોવા મળી હતી. ત્યારબાદ તે એક પણ બોલિવૂડ ફિલ્મમાં જોવા મળી નથી. 2020માં વેબ સિરીઝ 'ડેન્જરસ'થી તેણે ડિજિટલ ડેબ્યૂ કર્યું હતું.