ઓમિક્રોનનો ડર:કરીના કપૂર, અમૃતા અરોરા સહિત 4ના સેમ્પલ જીનોમ સિક્વન્સિંગ માટે મોકલવામાં આવ્યા, 5 દિવસ પછી રિપોર્ટ આવશે

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક

કરીના કપૂર, અમૃતા અરોરા, સીમા ખાન તથા મહિપ કપૂર કોરોના પોઝિટિવ છે. આ તમામના સેમ્પલ ઓમિક્રોનની તપાસ માટે મુંબઈની કસ્તૂરબા હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. આ ટેસ્ટનો રિપોર્ટ 4-5 દિવસ બાદ આવશે તેમ માનવામાં આવે છે.

કરન જોહરની પાર્ટીમાં સામેલ થયાં હતાં
8 ડિસેમ્બરે કરન જોહરના ઘરે યોજાયેલી પાર્ટીમાં કરીના, અમૃતા, સીમા તથા મહિપ સામેલ થયા હતા. આ પાર્ટી 'કભી ખુશી કભ ગમ'ને 20 વર્ષ પૂરા થતાં યોજવામાં આવી હતી.

રિપોર્ટ બાદ કરીનાએ શું કહ્યું હતું?
ઉલ્લેખનીય છે કે BMCના અધિકારી માની રહ્યા હતાં કે કરીના તથા અમૃતા અરોરા સુપરસ્પ્રેડર છે, કારણ કે બંને એક્ટ્રેસે છેલ્લા થોડા દિવસથી બોલિવૂડની ઘણી પાર્ટી અટેન્ડ કરી હતી. BMCએ કોન્ટેક્ટ્સ ટ્રેસિંગ શરૂ કર્યું છે. આ અંગે કરીના કપૂરના સ્પોકપર્સને સ્ટેટમેન્ટ રિલીઝ કર્યું હતું. આ સ્ટેટમેન્ટમાં કરીનાએ બીજાને માથે દોષારોપણ કર્યું છે. સ્પોકપર્સને કહ્યું હતું, 'કરીના લૉકડાઉનના પિરિયડમાં ઘણી જ જવાબદાર નાગરિક બનીને રહી છે. તે જ્યારે પણ ઘરની બહાર જતી ત્યારે ઘણી જ સાવચેતી રાખતી હતી. જોકે કમનસીબે આ વખતે તેનો તથા અમૃતાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. બંને મિત્રોને મળ્યા હતા. જે રીતે વાત થઈ રહી છે એવી કોઈ મોટી પાર્ટી નહોતી. આ ગ્રુપમાં જ એક વ્યક્તિની તબિયત સારી નહોતી અને તેને કફ થયો હતો. આ જ વ્યક્તિએ બીજાને ચેપ લગાડ્યો છે. આ વ્યક્તિ જવાબદાર છે. આ વ્યક્તિએ ડિનર પાર્ટીમાં આવવાની અને બીજાને જોખમમાં મૂકવાની જરૂર નહોતી. કરીનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તે તરત જ ક્વૉરન્ટીન થઈ હતી અને કોવિડ પ્રોટોકોલનું પાલન કર્યું હતું. તેને બેજવાબદાર ગણાવીને તેને દોષિત ઠેરવવી યોગ્ય નથી. કરીના જવાબદાર નાગરિક છે અને તેને પોતાના પરિવારની સુરક્ષાની ચિંતા છે.'

મહારાષ્ટ્રમાં ઓમિક્રોન કેસની સ્થિતિ
ઓમિક્રોનના કેસને કારણે મહારાષ્ટ્રમાં 144ની કલમ લાગુ કરવામાં આવી છે. મહારાષ્ટ્રમાં આ વેરિયન્ટનો ચેપ અત્યાર સુધી 40 લોકોને લાગ્યો છે, જેમાંથી 8 લોકો સાજા થઈ ગયા છે.