તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફિલ્મ એનિવર્સરી:પરિણીતી અને આયુષ્માન સ્ટારર ‘મેરી પ્યારી બિંદુ’ ફિલ્મને 3 વર્ષ પૂરા થયા, આ ફિલ્મમાં પહેલીવાર પરિણીતીએ સોન્ગ ગાયું હતું

10 મહિનો પહેલા
 • કૉપી લિંક

આયુષ્માન ખુરાના અને પરિણીતી ચોપરા સ્ટારર ફિલ્મ ‘મેરી પ્યારી બિંદુ’ને આજે ત્રણ વર્ષ પૂરા થયા છે. ફિલ્મને યાદ કરી બંને એક્ટર્સે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી ફિલ્મની યાદો તાજા કરી છે. ફિલ્મમાં આયુષ્માને અભિમન્યુ બબલુ રોયનો અને પરિણીતીએ બંગાળી છોકરી બિંદુનો રોલ પ્લે કર્યો હતો જે સિંગર બનવા ઇચ્છતી હતી. આ ફિલ્મમાં પહેલીવાર પરિણીતીએ માના કે હમ યાર નહીં સોન્ગ ગાયું હતું. યશરાજ પ્રોડક્શનના બેનર હેઠળ બનેલ આ ફિલ્મને અક્ષય રોયે ડિરેક્ટ કરી હતી.

પરિણીતીએ ફિલ્મના અમુક બિહાઇન્ડ ધ સીન્સના ફોટોઝ શેર કરી લખ્યું કે, ત્રણ વર્ષ થયા પણ ફિલ્મનો ક્લાઈમેક્સ હજુ મારા દિલને અડી જાય છે. હજુ પણ મારા ખુદના સોન્ગ માના કી હમ યાર નહીં સાંભળીને પેટમાં કંઈક કંઈક થાય છે. આ ફિલ્મ બોક્સઓફિસ પર ખાસ પ્રેમ મેળવી ન શકી પણ આ સ્પેશિયલ ફિલ્મ છે. કોલકત્તા, 90નો દાયકો, દોસ્ત, વરસાદ અને મ્યુઝિક. 

આયુષ્માને ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરી લખ્યું કે, અભિમન્યુ બબલુ રોય એકદમ મારા જેવો જ હતો. તેને જૂના સોન્ગ્સ ગમતા, રાઇટર હતો. બોક્સઓફિસ પર આને પ્રેમ ન મળ્યો પણ આ ફિલ્મ હંમેશાં ખાસ રહેશે. આ ફોટો 2016માં સમરમાં સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં પાડવામાં આવ્યા હતા. બીજે દિવસે કાલ બૈસાખી હતી અને તે મેં પહેલીવાર ઉજવી હતી. અને ત્યારે મને કોલકત્તા સાથે પ્રેમ થઇ ગયો. આટલા બધા પ્રેમ માટે ખૂબ આભાર.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો