મંગળવાર, 17 મેના રોજ 26 વર્ષીય ટ્રાન્સ મોડલ તથા એક્ટ્રેસ શેરિન સેલિન મેથ્યુ કેરળના ચક્કારાપારમ્બુ સ્થિત અપાર્ટમેન્ટમાં મૃત મળી આવી હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે શેરિનની ડેડબૉડી પંખા સાથે લટકતી મળી આવી હતી. શેરિનની રૂમમેટ્સે આ વાત પોલીસને કહી હતી. શેરિને કેટલીક મલયાલમ ફિલ્મમાં કામ કર્યું હતું. આ ઉપરાંત તે મોડલિંગ કરતી હતી.
કેમેરા ઓન હતો
પોલીસના જણાવ્યા પ્રમાણે, જ્યારે તેઓ અપાર્ટમેન્ટ ગયા ત્યારે મોડલ પંખા સાથે લટકતી હતી. તેના મોબાઇલ ફોનનો કેમેરો ઓન હતો. શેરિને આત્મહત્યા કરી હતી.
કોઈ સાથે વાત કરતી હતી અને પંખે લટકી
શેરિન વીડિયો કૉલ પર કોઈક સાથે વાત કરતી હતી. આ વાતચીત દરમિયાન અચાનક જ શેરિને મોતને વ્હાલું કર્યું હતું અને પંખે લટકી ગઈ હતી.
છેલ્લાં ઘણાં સમયથી ડિપ્રેશનમાં હતી
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, શેરિન છેલ્લાં ઘણાં સમયથી ડિપ્રેશનમાં હતી. માનવામાં આવે છે કે કેટલાંક મિત્રો સાથે મતભેદ થવાને કારણે તે ડિપ્રેશનમાં સરી પડી હતી. છેલ્લાં કેટલાંક દિવસથી તે ઉદાસ રહેતી હતી. પોલીસે શેરિનના નિકટના મિત્રોના નિવેદન નોંધ્યા છે. શેરિનનું કેરળના અલાપ્પુઝા જિલ્લામાં પોતાનું ઘર હોવા છતાં તે ચક્કારાપારામ્બુમાં ભાડેથી રહેતી હતી. પોલીસે અનનેચરલ ડેથનો કેસ રજિસ્ટર કર્યો છે. શેરિનની બૉડી પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવી છે.
આ પહેલાં મલયાલમ મોડલે આત્મહત્યા કરી
ઉલ્લેખનીય છે કે આ પહેલાં મલયાલમ મોડલ તથા એક્ટ્રેસ સહાના પોતાનો 22મો જન્મદિવસ સેલિબ્રેટ કર્યાના બીજા દિવસે ઘરમાં મૃત મળી આવી હતી. સહાનાના પેરેન્ટ્સે આક્ષેપ કર્યો હતો કે તેમની દીકરીને તેનો પતિ સાજિદ હેરાન કરતો હતો અને તેથી જ તેણે આત્મહત્યા કરી છે.
2021માં ટ્રાન્સ વુમન રેડિયો જોકી અનન્યા કુમારીએ કોચ્ચિ સ્થિત અપાર્ટમેન્ટમાં આત્મહત્યા કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.