તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

'હંગામા 2'નું પહેલું ગીત રિલીઝ:25 વર્ષ પછી આઇકોનિક ગીતનું રીમિક્સ સોંગ 'ચુરા કે દિલ મેરા 2.0' રિલીઝ થયું, શિલ્પા શેટ્ટીને અક્ષય કુમાર યાદ આવ્યો

મુંબઈએક મહિનો પહેલા
  • શિલ્પા શેટ્ટીની કમબેક ફિલ્મ 23 જુલાઈએ સ્ટ્રીમ થશે

ફિલ્મ 'હંગામા 2'નું પહેલું ગીત 'ચુરા કે દિલ..' રિલીઝ થઈ ગયું છે. આ ગીત 1994માં આવેલી ફિલ્મ 'મૈં ખિલાડી તુ અનાડી'નું છે. 25 વર્ષ બાદ આ ગીતમાં શિલ્પા શેટ્ટી તથા જાવેદ જાફરીનો દીકરો મિઝાન જોવા મળે છે. ઓરિજિનલ ગીતમાં અક્ષય કુમાર તથા શિલ્પા શેટ્ટી હતા.

શિલ્પાએ હાલમાં જ ગીતની ઝલક શૅર કરીને કહ્યું હતું, 'આ છે જૂની વાઇન, નવી બોટલમાં. ઓરિજિનલ અક્ષય કુમારે યાદ કરી રહી છું, પરંતુ હાલમાં તો મિઝાનનું દિલ જીતવું છે. 'ચુરા કે દિલ મેરા 2.0' રિલીઝ થઈ ગયું છે. આ અમારા તમામ તરફથી દિવંગત સરોજ ખાનજી માટે છે.'

પ્રિયદર્શનના ડિરેક્શનમાં બનેલી 'હંગામા 2'ના ગીત 'ચુરા કે...'ને બેની દયાલ તથા અનમોલ મલિકે અવાજ આપ્યો છે. સંગીત અનુ મલિકે તૈયાર કર્યું છે. ગીતને બ્રિન્દ્રા માસ્ટરે કોરિયોગ્રાફ કર્યું છે.

શિલ્પા શેટ્ટીએ આ ગીત અંગે કહ્યું હતું કે 'ચુરા કે દિલ મેરા..' તેની કરિયરમાં માઇલસ્ટોન સાબિત થયું હતું. આ ગીત હંમેશાં તેના માટે ખાસ રહેશે. રીમિક્સ સોંગ અંગે તે ઉત્સાહી છે. 25 વર્ષ બાદ આ ગીત તેના માટે પડકારરૂપ હતું. આશા છે કે દર્શકોને આ ગીત પસંદ આવશે.

13 વર્ષે કમબેક
શિલ્પા શેટ્ટી બોલિવૂડમાં 13 વર્ષ બાદ બોલિવૂડમાં કમબેક કરી રહી છે. શિલ્પાએ કહ્યું હતું કે જ્યારે તેણે 'હંગામા 2'ની સ્ક્રિપ્ટ વાંચી તો હસતી જ રહી હતી. તે પરેશ રાવલ તથા પ્રિયદર્શન સાથે કામ કરવા ઉત્સુક હતી. આ ફિલ્મ તેના માટે ખાસ છે. ફિલ્મમાં શિલ્પા શેટ્ટી, પરેશ રાવલ, મિઝાન જાફરી, આશુતોષ રાણા, પ્રનિતા જેવા કલાકારો છે. કોમેડીના ડબલ ડોઝ સાથે આ ફિલ્મ 23 જુલાઈએ ડિજિટલ પ્લેટફોર્મ હોટસ્ટાર પર સ્ટ્રીમ થશે.