પોર્ન ફિલ્મ રેકેટ:24 વર્ષીય મોડલે પોર્ન વીડિયોમાં પકડાયેલી ગેહના વશિષ્ઠ પર ગેંગરેપનો આક્ષેપ મૂક્યો, કહ્યું- મને મજબૂર કરવામાં આવી હતી

મુંબઈ8 મહિનો પહેલા
32 વર્ષીય ગેહનાનું સાચું નામ વંદના તિવારી છે. પોલીસના મતે, ગેહનાએ 87 પોર્ન વીડિયો બનાવ્યા  છે - Divya Bhaskar
32 વર્ષીય ગેહનાનું સાચું નામ વંદના તિવારી છે. પોલીસના મતે, ગેહનાએ 87 પોર્ન વીડિયો બનાવ્યા છે

વેબ સિરીઝ 'ગંદી બાત' ફૅમ ગેહના વશિષ્ઠ પર પોર્ન વીડિયો બનાવવાનો આક્ષેપ મૂકવામાં આવ્યો છે અને તે પોલીસ રિમાન્ડ પર પણ હતી. હાલમાં જ મુંબઈ પોલીસે ગેહના તથા અન્ય ત્રણ લોકો વિરુદ્ધ ગેંગરેપનો કેસ ફાઈલ કર્યો છે.

24 વર્ષીય મોડલે આક્ષેપ કર્યો છે કે એક વીડિયો માટે તેને ત્રણ પુરુષો સાથે સેક્સ્યુઅલ એક્ટ્સ કરવા માટે મજબૂર કરવામાં આવી હતી. આટલું જ નહીં ફિલ્મના સેક્સ સીન્સ માટે તેને બંધક બનાવવામાં આવી હતી. સૂત્રોના મતે, મુંબઈ પોલીસે ગેહના તથા ત્રણ અન્ય લોકો પર રેપ, મહિલાઓનું અપમાન તથા અશ્લિલતા ફેલાવવા બદલ ભારતીય બંધારણની કલમો હેઠળ કેસ કર્યો છે.

હાલમાં જ ગેહનાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો
સોફ્ટ પોર્ન ફિલ્મ રેકેટમાં ધરપકડ કરાયેલી એક્ટ્રેસ ગેહના વશિષ્ઠનો 10 ફેબ્રુઆરીના રોજ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ગેહનાની પૂછપરછ કરનાર ક્રાઈમ બ્રાંચની પ્રોપર્ટી સેલના છ અધિકારીઓને ક્વૉરન્ટીન કરવામાં આવ્યા હતા. ગેહના 10 ફેબ્રુઆરી સુધી ક્રાઈમ બ્રાંચની કસ્ટડીમાં હતી. હવે ગેહનાનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવે પછી તેની પૂછપરછ કરવામાં આવશે.

ગેહનાએ એકતા કપૂરની વેબ સિરીઝ 'ગંદી બાત'ની સિઝન 3માં કામ કર્યું હતું
ગેહનાએ એકતા કપૂરની વેબ સિરીઝ 'ગંદી બાત'ની સિઝન 3માં કામ કર્યું હતું

ગેહનાની ટીમે પોર્નોગ્રાફીમાં સામેલ હોવાનો ઈનકાર કર્યો
ગેહનાની ટીમે કહ્યું હતું, 'ગેહનાને એક વર્ષમાં ચાર વાર હૃદયરોગનો હુમલો આવ્યો છે. તેને અસ્થમાની બીમારી છે અને તેનું સ્વાસ્થ્ય ઘણું જ નાજુક છે. મુંબઈ પોલીસે માનવતાથી તેની સાથે વર્તન કરવાની જરૂર છે. તે અપરાધી નથી. તેણે કોઈ પોર્નોગ્રાફીમાં કામ કર્યું નથી.'

પતિ ફાઈનાન્સ કરતો
ગેહનાની પૂછપરછમાં સામે આવ્યું છે કે તેનો પતિ પોર્ન ઈન્ડસ્ટ્રીને ફાઈનાન્સ કરતો હતો. પોલીસે તેની ધરપકડ કરીને પૂછપરછ કરી હતી.

ગેહનાને એક વીડિયો માટે બેથી અઢી લાખ રૂપિયા મળતા હોવાની વાત પોલીસે કરી છે
ગેહનાને એક વીડિયો માટે બેથી અઢી લાખ રૂપિયા મળતા હોવાની વાત પોલીસે કરી છે

15થી વધુ સાઉથ ફિલ્મમાં કામ કર્યું
ગેહનાએ 15થી વધુ સાઉથ ફિલ્મમાં કામ કર્યું છે. આ ઉપરાંત તેણે સાતથી વધુ વેબ સિરીઝમાં કામ કર્યું છે. એકતા કપૂરની ઓલ્ટ બાલાજીની સિરીઝ 'ગંદી બાત'ની સિઝન 3માં ગેહના જોવા મળી હતી.

રાજ કુંદ્રાનું નામ પણ ઉછળ્યું
હાલમાં જ સાગરિકા શોના સુમન નામની મોડલે પ્રેસ કોન્ફરન્સ યોજીને શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રા પર એડલ્ટ સાઈટ ચલાવવાનો આક્ષેપ કર્યો હતો. સાગરિકાએ દાવો કર્યો હતો કે ઉમેશ કામત, રાજ કુંદ્રા માટે કામ કરે છે.

સાગરિકાએ રાજ કુંદ્રાની ધરપકડની માગણી કરી
સાગરિકાએ રાજ કુંદ્રાની ધરપકડની માગણી કરી

ઉલ્લેખનીય છે કે પોલીસે અત્યાર સુધી પોર્ન ફિલ્મ રેકેટમાં 9 લોકોની ધરપકડ કરી છે, તેમાંથી એક ઉમેશ કામત છે. ઉમેશ કામત વીડિયો કેવી રીતે અને કયા અપલોડ કરવા તેનું કામ જોતો હતો. ઉમેશ કામત, રાજ કુંદ્રાની કંપનીમાં કામ કરે છે. સાગરિકાએ એવો આક્ષેપ કર્યો હતો, 'રાજ કુંદ્રાની કંપની તરફથી તેને વેબ સિરીઝની ઑફર કરવામાં આવી હતી અને ન્યૂડ ઓડિશન માગવામાં આવ્યું હતું. રાજ કુંદ્રાની અનેક સાઈટ ચાલે છે અને આ રેકેટનો મુખ્ય સૂત્રાધાર રાજ કુંદ્રા છે.'

અન્ય સમાચારો પણ છે...