વધુ એક એક્ટ્રેસની આત્મહત્યા:ઓડિશાની 23 વર્ષીય એક્ટ્રેસ રશ્મિરેખાએ સુસાઇડ કર્યું, પિતાએ લિવ-ઇન-પાર્ટનર પર આરોપ લગાવ્યો

ભુવનેશ્વર16 દિવસ પહેલા

પોપ્યુલર ટીવી એક્ટ્રેસ રશ્મિરેખા ઓઝાએ આત્મહત્યા કરી લીધી હતી. 23 વર્ષીય એક્ટ્રેસની લાશ ઓડિશાના ભુવનેશ્વરના નયાપાલી વિસ્તારમાંથી ભાડેના ઘરમાં પંખા સાથે લટકતી મળી હતી. જોકે પોલીસને હજી સુધી આત્મહત્યાનાં ચોક્કસ કારણોની જાણ થઈ નથી. પોલીસે અસામાન્ય મોતનો કેસ દાખલ કર્યો છે. રિપોર્ટ્સ પ્રમાણે, પોલીસને સુસાઇડ નોટ પણ મળી છે. રશ્મિરેખાના પિતાએ કહ્યું હતું કે તેમની દીકરીના મોત માટે સંતોષ પાત્રા જવાબદાર છે. રશ્મિરેખા પ્રેમી સંતોષ સાથે લિવ-ઇનમાં રહેતી હતી.

પોલીસે કહ્યું, સુસાઇડનો કેસ
રિપોર્ટ્સ પ્રમાણે, પોલીસે કહ્યું હતું કે 23 વર્ષીય એક્ટ્રેસનું 18 જૂનના રોજ મોત થયું હતું. તેઓ પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જુએ છે. હાલમાં આ સુસાઇડનો કેસ લાગે છે. સુસાઇડ નોટમાં એક્ટ્રેસે કોઈને જવાબદાર ઠેરવ્યા નથી. તેઓ કેસની તપાસ કરે છે.

દીકરી લિવ-ઇનમાં રહેતી હતી એ ખ્યાલ નહોતોઃ રશ્મિના પિતા
મીડિયા સાથેની વાતચીતમાં રશ્મિરેખાના પિતાએ કહ્યું હતું કે દીકરીના મોતની જાણ સંતોષે કરી હતી. શનિવાર, 18 જૂનના રોજ અનેક ફોન કૉલ કર્યા હતા, પરંતુ તેણે કોઈ જવાબ આપ્યો નહોતો. રશ્મિના મકાનમાલિકે કહ્યું હતું કે સંતોષ ને રશ્મિ બંને પતિ-પત્નીની જેમ રહેતાં હતાં. તેમને આ વાતની કોઈ માહિતી નથી. રશ્મિરેખા ઓડિશા ટીવી ઇન્ડસ્ટ્રીનું જાણીતું નામ છે. તેને ટીવી સિરિયલ 'કેમિતિ કહિબી કહા'ના રોલ માટે જાણીતી બની હતી.

દોઢ મહિનાથી બોયફ્રેન્ડ સાથે રહેતી હતી
સૂત્રોના મતે, રશ્મિરેખા ઓજિશાના જગતસિંહપુરના જિલ્લાના તિરતોલ વિસ્તારમાં રહેતી હતી. તે અહીં છેલ્લા દોઢ મહિનાથી બોયફ્રેન્ડ સંતોષ પાત્રા સાથે ભાડાના ઘરમાંથી રહેતી હતી. જોકે છેલ્લા થોડા દિવસથી બંને અલગ રહેતાં હતાં.

થોડા સમય પહેલાં જ બંગાળી એક્ટ્રેસિસે આત્મહત્યા કરી હતી
28 મેના રોજ રાત્રે 18 વર્ષીય સ્ટ્રગલિંગ મોડલ તથા મેકઅપ આર્ટિસ્ટ સરસ્વતીની લાશ ઘરમાં પંખા સાથે લટકતી મળી હતી. સરસ્વતી કોલકાતાના બેદિયાડાંગામાં રહેતી હતી. ઉલ્લેખનીય છે કે બંગાળી એક્ટ્રેસ બિદિશા ડે મજુમદાર, પલ્લવી ડે તથા મંજૂષા નિયોગીએ પણ ઘરમાં પંખા સાથે લટકીને આત્મહત્યા કરી હતી. આ ત્રણેયની આત્મહત્યાની તપાસમાં એ વાત સામે આવી હતી કે તેઓ ડિપ્રેશનમાં હતાં. 17 મેના રોજ કોચીની ટ્રાન્સ મોડલ તથા એક્ટ્રેસ શેરિન સેલિન મેથ્યુએ પંખા સાથે લટકીને આત્મહત્યા કરી હતી. તે પ્રેમી સાથે વીડિયો ચેટ કરતી હતી અને તેણે આત્મહત્યા કરી લીધી હતી.