ગ્લેમરસ અંદાજ:20 વર્ષીય એક્ટ્રેસ અવનીત કૌરે બિકીની પહેરીને ઠુમકા લગાવ્યા, વીડિયો વાઇરલ થયો

મુંબઈ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એક્ટ્રેસ અવનીત કૌરે 8 વર્ષની ઉંમરથી ટીવીમાં કામ કરવાની શરૂઆત કરી હતી

ઇન્ટરનેટ સેન્સેશન અવનીત કૌર પોતાની દિલકશ અંદાજ માટે જાણીતી છે. હાલમાં જ એક્ટ્રેસ અવનીત કૌર માલદિવ્સમાં ગઈ છે. માલદિવ્સમાં અવનીત બિકીનીમાં જોવા મળી હતી.

બિકીનીમાં ડાન્સ કર્યો
20 વર્ષીય અવનીત માલદિવ્સમાં શૂટિંગ અર્થે ગઈ છે. એક્ટ્રેસે માલદિવ્સની તસવીરો ને વીડિયો સો.મીડિયામાં શૅર કર્યા છે. ઓરેન્જ બિકીનીમાં અવનીતે ધમાકેદાર ડાન્સ કર્યો હતો. બિકીની સાથે અવનીતે બ્લૂ પ્રિન્ટેડે ફેબ્રિકને સ્કર્ટ સ્ટાઇલમાં બાંધ્યું હતું.

આઠ વર્ષની ઉંમરથી ટીવીમાં કામ કર્યું
2001માં જલંધર, પંજાબમાં જન્મેલી અવનીતે 8 વર્ષની ઉંમરમાં રિયાલિટી શો 'ડાન્સ ઇન્ડિયા ડાન્સ લિટલ માસ્ટર્સ'માં કામ કર્યું હતું. ત્યારબાદ તે 'ડાન્સ કે સુપરસ્ટાર્સ' તથા 'ડાન્સ ચેલેન્જર્સ'માં જોવા મળી હતી. 2012માં તેણે 'મેરી મા' સિરિયલથી એક્ટિંગ ડેબ્યૂ કર્યું હતું. 2014માં તે રાની મુખર્જી સાથે ફિલ્મ 'મર્દાની'માં જોવા મળી હતી. ત્યારબાદ અવનીતે વિવિધ સિરિયલમાં કામ કર્યું હતું. છેલ્લે તે સિરિયલ 'અલાદ્દીન નામ તો સુના હોગા'માં જોવા મળી હતી. અવનીત મ્યૂઝિક વીડિયો માટે જાણીતી છે. તે કંગનાની ફિલ્મ 'ટીકુ વેડ્સ શેરુ'માં નવાઝુદ્દીન સાથે જોવા મળશે.