કેટ-વિકીના વેડિંગ:કેટરીનાના લગ્ન માટે 20 કિલો મહેંદી-પાઉડર અને 400 હિના નેચરલ કોનના ઓર્ડર આપવામાં આવ્યા

પાલી18 દિવસ પહેલા
  • કેટરીના માટે સ્પેશિયલ સોજતની મહેંદીનો ઓર્ડર આપવામાં આવ્યો છે

કેટરીના કૈફ તથા વિકી કૌશલના આવતા મહિને 7થી 9 ડિસેમ્બરની વચ્ચે વેડિંગ ફંક્શન છે. કેટરીનાએ પોતાની મહેંદી સેરેમની માટે ખાસ સોજતની મહેંદીનો ઓર્ડર આપ્યો છે. પાલી જિલ્લાના સોજતની આ મહેંદી વિશ્વભરમાં લોકપ્રિય છે. સોજત મહેંદીના એક વેપારીને ઓર્ડર આપવામાં આવ્યો છે. સોજતની મહેંદી આ પહેલાં પ્રિયંકા ચોપરા, ઐશ્વર્યા રાય, મુકેશ અંબાણીની દીકરી ઈશા અંબાણીના હાથમાં મૂકવામાં આવી હતી.

સોજત મહેંદીના વેપારી નિતેશ અગ્રવાલની કંપની નેચરલ હર્બરને ઓર્ડર આપવામાં આવ્યો છે. કેટરીના માટે ખાસ 20 કિલો મહેંદી તથા 400 હિના નેચરલ કોન સોજતથી સવાઈ માધોપુરના સિક્સ સેન્સ બરવાડા ફોર્ટ મોકલવામાં આવશે. નિતેશે કહ્યું હતું કે 25 ઓક્ટોબરે પહેલું તથા 10 નવેમ્બરે બીજું સેમ્પલ મોકલવામાં આવ્યું હતું. બંને સેમ્પલ કેટરીનાને ગમી ગયાં હતાં.

100થી વધુ દેશમાં સપ્લાય થાય છે
સોજતની માટીમાં તાંબાના અંશ છે. આ ખાસ લોવસોનિયા ઇન્ટરમિસ કન્ટેન્ટથી બનેલા છે, આથી જ અહીંની મહેંદી ખાસ હોય છે. મહેંદીને હવે જિયો ટૅગ પણ મળી ગયું છે. સોજતની મહેંદીની ક્વૉલિટી ઘણી જ સારી છે. વિદેશના 100થી વધુ દેશોમાં આ મહેંદી સપ્લાય કરવામાં આવે છે.

સેલેબ્સમાં સોજતની મહેંદીનો ક્રેઝ
રાજસ્થાની લગ્નમાં શાહી અંદાજ તથા સોજતની મહેંદી અનેક સ્ટાર્સ તથા બિઝનેસમેનની ખાસ પસંદ છે. જોધપુર, જયપુર, ઉદેપુર, સવાઈ માધોપુર તથા જેસલમેરમાં ડેસ્ટિનેશન વેડિંગ હોય ત્યારે મહેમાનો ખાસ સોજતની મહેંદીનો ઓર્ડર કરતા હોય છે.

પહેલી ડિસેમ્બરે મહેંદી મોકલવાની છે
નિતેશ અગ્રવાલે કહ્યું હતું કે પહેલી ડિસેમ્બર સુધી મહેંદીનો ઓર્ડર જયપુર મોકલવાનો છે. હાલમાં મહેંદી ખાસ રીતે તૈયાર કરવામાં આવી રહી છે.

સોજત સૌથી મોટું મહેંદીનું માર્કેટ
સોજતની મહેંદીને વિશ્વભરમાં 'રાજસ્થાની હિના' તરીકે લોકપ્રિયતા મળી છે. અહીંની ઉત્પાદિત થતી 90% મહેંદી 130 દેશમાં નિકાસ થાય છે. રોજ 140-150 મેટ્રિક ટન મહેંદીનાં પાન ખેડૂતો વેપારીઓને વેચતાં હોય છે.

અન્ય સમાચારો પણ છે...