તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આપવીતી:2019માં પૂનમ પાંડેએ રાજ કુંદ્રા વિરુદ્ધ FIR કરી હતી; કહ્યું- 'મારો અંગત નંબર લીક કરીને સાથે લખ્યું હતું કે મને ફોન કરો, હું કપડાં ઉતારીશ'

મુંબઈ2 મહિનો પહેલા
  • પૂનમ પાંડેએ કહ્યું, ફોન નંબર લીક થતાં હું ઘણી જ ડરી ગઈ હતી
  • ફોન પર મને ધમકીઓ આપવામાં આવતી હતી, એક્ટ્રેસનો દાવો

એક્ટ્રેસ તથા મોડલ પૂનમ પાંડેએ દાવો કર્યો હતો કે બિઝનેસમેન તથા બોલિવૂડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રાએ 2019માં એક કોન્ટ્રાક્ટના વિવાદને કારણે તેનો નંબર લીક કરી દીધો હતો. અશ્લીલ કન્ટેન્ટ શૂટ કરવા તથા પ્રકાશિત કરવાના આરોપમાં મુંબઈ પોલીસે રાજ કુંદ્રાની ધરપકડ કરી છે અને તેને 23 જુલાઈ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી આપ્યો છે.

તસવીરો સાથે નંબર લીક કર્યો
પૂનમે પોલીસ નિવેદનમાં કહ્યું હતું કે તેણે ના પાડી તો તેનો નંબર તથા કેટલીક તસવીરો લીક કરી દેવામાં આવી હતી અને તેને કારણે તે અપમાનજનક સ્થિતિમાં મૂકાઈ હતી. પૂનમે કહ્યું હતું, 'જ્યારે તેણે કોન્ટ્રાક્ટ પર સાઇન કરવાની ના પાડી તો તેણે મારો ફોન નંબર એક કેપ્શન સાથે લીક કરી દીધો હતો. આ કેપ્શનમાં કહેવામાં આવ્યું હતું કે કોલ મી નાઉ, આઇ વિલ સ્ટ્રીપ ફોર યુ (મને અત્યારે કૉલ કરો, હું તમારા માટે કપડાં ઉતારીશ). તેણે મારા પર્સનલ નંબર સાથે આ મેસેજ રિલીઝ કર્યો હતો અને અનેક જગ્યાએ પ્રસારિત કર્યો હતો. મને આજે પણ યાદ છે કે તે દિવસે મારો ફોન સતત વાગતો હતો. મને આખી દુનિયાથી ફોન આવ્યા હતા. મને ફોનમાં ધમકી આપવામાં આવતી હતી.'

દિવસો સુધી છુપાઈની રહી હતી
પૂનમે આગળ કહ્યું હતું, 'તે સમયે હું મારા ઘરે નહોતી. હું ઘરમાંથી નીકળીને છુપાઈ ગઈ હતી. મને યાદ છે કે હું થોડો સમય ઓરન નામની જગ્યાએ રહી હતી. ત્યારબાદ થોડો સમય અન્ય જગ્યાએ ગઈ હતી. મને મનમાં એ જ ડર હતો કે ક્યાંક મારી સાથે અઘટિત થઈ ના જાય. મને મેસેજમાં કહેવામાં આવતું કે 'મને ખબર છે કે તમે ક્યાં છો' તે સમયે હું ઘણી જ ડરી ગઈ હતી.'

વકીલની વાત પણ ના માની
પૂનમે વધુમાં કહ્યું હતું, 'મારા વકીલોએ ના પાડી હોવા છતાં હું આ નિવેદન આપું છું. જો રાજ કુંદ્રા મારા જેવી જાણીતી હસ્તી સાથે આમ કરી શકે છે, તો બીજા સાથે શું કર્યું હશે. તેનું ફુલ સ્ટોપ ક્યાં છે, તેને જજ કરવો અશક્ય છે. આથી જ હું તમામને વિનંતી કરું છું કે જેની સાથે પણ આવું થયું છે, તે તમામ યુવતીઓ સામે આવે અને પોતાનો અવાજ ઉઠાવે.

અન્ય સમાચારો પણ છે...