તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફિલ્મ 'બ્લેક'ના 16 વર્ષ પૂરા:રાનીએ કહ્યું- 'બ્લેક'માં મારું પરફોર્મન્સ જોઈને દિલીપ કુમાર સાહેબે મને લેટર લખ્યો હતો

22 દિવસ પહેલાલેખક: અમિત કર્ણ
 • કૉપી લિંક

એક્ટ્રેસ રાની મુખર્જીની ફિલ્મ 'બ્લેક'ને ગુરુવારે 16 વર્ષ પૂરા થયા છે. આ ફિલ્મ 4 ફેબ્રુઆરી 2005ના રોજ રિલીઝ થઇ હતી. આ અવસરે રાનીએ કહ્યું, 'ફિલ્મ 'બ્લેક' માસ્ટર પીસ હતી તેમાં કોઈ શંકા નથી. જ્યારે સંજય લીલા ભણસાલીએ મને આ રોલ ઓફર કર્યો હતો ત્યારે હું આ ફિલ્મમાં કામ કરવાને લઈને વધુ સ્પષ્ટ ન હતી. તેનું કારણ એ ન હતું કે મારા મનમાં ફિલ્મ કે રોલને લઈને કોઈ શંકા હતી, પણ કારણ એ હતું કે ભણસાલી સાથે કામ કરવું કોઈપણ એક્ટરનું સપનું હોય છે.'

તેણે કહ્યું, 'ફિલ્મ માટે મારે 6 મહિના સુધી ખરેખર ઘણી ટફ ટ્રેનિંગ કરવી પડી અને સાઈન લેન્ગવેજ શીખવી પડી હતી. આ દરમ્યાન દિવ્યાંગ લોકો સાથે મારો તેમની જ ભાષામાં સંવાદ ચાલતો રહેતો હતો અને આ રીતે હું ખુદને મિશેલના રોલમાં ઢાળી શકી હતી.'

દિલીપ કુમારે ફિલ્મમાં મારા કામના વખાણ કર્યા હતા
રાનીએ કહ્યું, 'આ ફેક્ટ છે કે ફિલ્મ જોયા બાદ મિસ્ટર દિલીપ કુમારે મારા કામ અને મારા વખાણ કરતો એક લેટર લખ્યો હતો. એક એક્ટ્રેસ તરીકે દિલીપ કુમાર જેવા લેજન્ડ એક્ટરના વખાણ મળવા મારા માટે અદભુત વાત હતી. આટલા ઊંચા કદના મહાન એક્ટરની શાબાશી અને આશીર્વાદ મળવા મારા માટે કોઈ સન્માનની ઓછું નથી.'

તેણે આગળ કહ્યું, 'કારણકે મારા પિતાએ તેમની સાથે કામ કર્યું હતું માટે હું તેમના ઘણા કામ અને પ્રોફેશનલિઝ્મના કિસ્સા સાંભળીને મોટી થઇ છું. હું બાળપણથી જ તેમના કામની મોટી ફેન રહી છું. એક ફેમિલી તરીકે અમે તેમને હંમેશાં પરિવારના વડીલની નજરે જ જોઈએ છીએ, માટે સ્વાભાવિક છે કે મારા કામના વખાણમાં તેમણે લેટર લખ્યો એક એવી વસ્તુ છે જેને હું હંમેશાં યાદ રાખીશ.'

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો