તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખિલાડીનો બર્થ ડે:બ્રાન્ડ અક્ષય પર એક વર્ષમાં 1500 કરોડનો દાવ; 8 ફિલ્મ-1 વેબ સિરીઝ આવશે, જાહેરાતની દુનિયામાં પણ સ્ટાર

મુંબઈ16 દિવસ પહેલાલેખક: અમિત કર્ણ
  • કૉપી લિંક
  • કોરોનાકાળમાં 'બેલબોટમ' થિયેટરમાં રિલીઝ કરવાનું સાહસ કર્યું
  • 'સૂર્યવંશી', 'અતંરગી રે', 'રક્ષાબંધન', 'પૃથ્વીરાજ', 'રામસેતુ' સહિતની ફિલ્મમાં લીડ એક્ટર છે

અક્ષય કુમારનો આજે એટલે કે 9 સપ્ટેમ્બરના રોજ 54મો જન્મદિવસ છે. પ્રોડ્યૂસર્સ તથા ટ્રેડ એક્સપર્ટના મતે, અક્ષય કુમાર પર આગામી એક વર્ષમાં ફિલ્મ, જાહેરાતો તથા વેબ સિરીઝને ધ્યાનમાં લઈને 1500 કરોડ લાગેલે છે. અક્ષય કુમાર પાસે 9 પ્રોજેક્ટ્સ છે. અઢળક જાહેરાતો તથા એક વેબ સિરીઝ છે. અક્ષય કુમારને બોલિવૂડનું 'હિટ મશીન' માનવામાં આવે છે. સલમાન પછી અક્ષય કુમાર બીજો એવો એક્ટર છે, જેની ફિલ્મ 100 કરોડની ક્લબમાં વધુ છે.

30 વર્ષની કરિયરમાં અક્ષયની અંદાજે 143 ફિલ્મ આવી છે, એટલે કે દર વર્ષે તેની ચારથી પાંચ ફિલ્મ આવે છે. સ્ટંટ બેઝ્ડ વેબ સિરીઝ 'ધ એન્ડ' 2022માં આવશે. આ સિરીઝ માટે અક્ષય કુમારને 90 કરોડ રૂપિયા મળ્યા છે.

અક્ષય કુમાર ચાહકોને વિવિધ પ્રકારની ફિલ્મ આપે છે
ટ્રેડ એક્સપર્ટ અતુલ મોહને કહ્યું હતું, 'અક્ષય હિટ ફિલ્મનું મશીન છે. તેનું કારણ એ છે કે અન્ય સ્ટાર્સ કરતાં તે અલગ અપ્રોચ રાખે છે. એક બાજુ 'પૃથ્વીરાજ' જેવી ઐતિહાસિક ફિલ્મ કરે છે તો બીજી બાજુ 'ગોલ્ડ', 'રૂસ્તમ' જેવી પિરિયડ ફિલ્મ પણ કરે છે. તે 'રક્ષાબંધન' તથા 'રામસેતુ' જેવી સામાજિક તથા ફેમિલી બોન્ડિંગની ફિલ્મ પણ કરી રહ્યો છે. 'બેલબોટમ' એસ્પિયોનૉઝ થ્રિલર હતી તો પ્રિયદર્શન સાથે એક કોમેડી ફિલ્મ કરવાનો છે. 'સૂર્યવંશી'માં તેની ટ્રેડમાર્ક એક્શન જોવા મળશે. કહેવાનું તાત્પર્ય એટલું જ કે તે ફિલ્મી રસિયાઓ માટે વિવિધ પ્રકારની ફિલ્મ કરી રહ્યો છે.'

વધુમાં અતુલે કહ્યું હતું, 'અક્ષયના દરેક પ્રોજેક્ટથી પ્રોડ્યુસર્સને 175-200 કરોડ સુધીનું કલેક્શન થાય છે. તેની ફિલ્મના સેટેલાઇટ તથા ડિજિટલ રાઇટ્સ 125 કરોડ સુધીમાં વેચાય છે. 15 કરોડ મ્યૂઝિક કંપનીઓ આપે છે. 45-55 કરોડ રિલીઢ પહેલાં એક્ઝિબિટર્સ પાસેથી થિએટ્રિકલ રાઇટ્સના આવે છે. ઓવરસીઝ માર્કેટ સામાન્ય રીતે 10-15 કરોડ રૂપિયા આપે છે. અક્ષય પૂરી રિકવરીની 80% ફી લે છે. જોકે, તેની ફિલ્મ રિલીઝ પહેલાં જ પ્રોફિટમાં હોય છે. આથી જ પ્રોડ્યુસર્સ તથા ફાયાનન્સર અક્ષય પર મોટા દાવ લગાવે છે. આગામી એક વર્ષમાં તેની પર ઇન્ડસ્ટ્રીના 1500 કરોડ રૂપિયાનું રોકાણ છે.

સબ્જેક્ટની પસંદગી કાબિલે તારીફ
ડિરેક્ટર ઉમેશ શુક્લાએ કહ્યું હતું કે સબ્જેક્ટની પસંદગી કરવામાં અક્ષય કુમાર કાબિલે તારીફ છે. 'ઓહ માય ગોડ' માટેની વાતચીત ચાલતી હતી ત્યારે 'ગોડ તુસી ગ્રેટ હો' રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચને ભગવાનનો રોલ પ્લે કર્યો હતો. અક્ષયનો સવાલ એ હતો કે તે અમિતાભના પાત્ર કરતાં અલગ શું કરશે. ત્યારે તેમણે 'કાનજી v/s કાનજી' નાટક બતાવ્યું હતું અને ફિલ્મની સ્ટોરી કહી હતી. અક્ષય શૂટિંગ ઉપરાંત અન્ય બાબતોમાં પણ રસ લેતો હતો. સમય પર આવી જવું, સીન માટે પૂરું ફોકસ, સંવાદો તથા સીન ઇમ્પ્રૂવાઇઝ કરવા માટે ચર્ચા એ તમામ બાબતો સાથે જોડાતો હતો.

અક્ષયની ફિલ્મમાં રિટર્નની ગેરંટી
ટ્રેડ એનલિસ્ટ ગિરીશ વાનખેડેએ કહ્યું હતું કે અક્ષય કુમાર ક્યારેય એક ઇમેજ કે ટેમ્પલેટમાં જકડાઈ રહેતો નથી. તે હંમેશાં પોતાની ફ્લેવર બદલે છે. 'હેરાફેરી' પછી કોમેડીમાં તેનું નામ મોટું થયું. દેશભક્તિ હોય કે સિક્રેટ એજન્ટ કે પછી સામાજિક મુદ્દાઓ, તે દરેક વર્ગનો એક્ટર છે. તે તમામ બાજુએ બેલેન્સ રાખે છે. તેની મોટાભાગની ફિલ્મ હિટ જાય છે. અક્ષય કુમાર પર જે પૈસા રોકવામાં આવ્યા હોય તેનું રિટર્ન પાક્કું છે. આ જ કારણે તેની પાસે આટલી ફિલ્મ છે.

અક્ષય પૂરું શૂટિંગ ડ્રાઇવ કરે છે
પ્રોડ્યૂસર્સ રમેશ તૌરાણીએ કહ્યું હતું કે અક્ષય ઘણો જ પરિપક્વ, મહેનતી તથા સમર્પિત છે. તેને સમયની કિંમત ખબર છે. તેનું ટાઇમ મેનેજમેન્ટ પર્ફેક્ટ છે. તે માત્ર શૂટિંગની પ્રોસેસમાં જ નહીં, નેરેશન, પ્રમોશન તથા મ્યૂઝિક, સિટી ટૂર વગેરે એન્જોય કરે છે. સેટ પર જ્યારે લાઇટિંગ થતું હોય તો સ્ટાર્સ વેનિટી વેનમાં જતા રહે છે, પરંતુ અક્ષય ત્યાં જ બેસે છે.