તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સેન્સરની ઉપર સરકાર:ફરહાન અખ્તર, અનુરાગ કશ્યપ, સુધીર મિશ્રા સહિત ઇન્ડસ્ટ્રીના 1400 લોકો ફિલ્મ સેન્સરશિપના કાયદામાં ફેરફારની વિરુદ્ધમાં

મુંબઈ3 મહિનો પહેલાલેખક: હિરેન અંતાણી
  • કૉપી લિંક
  • 2 જુલાઈ સુધી સરકારે ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા લોકો પાસેથી કાયદા અંગે સૂચનો માગ્યા હતા

જે ફિલ્મ ઓલરેડી રિલીઝ થઈ ગઈ છે, તેની વિરુદ્ધ ફરિયાદ થવા પર ફરી સેન્સર કરવાના કાયદાનો પ્રોડ્યૂસર્સ ગિલ્ડે વિરોધ કર્યો છે. ફરહાન અખ્તર, હંસલ મહેતા તથા અનુરાગ કશ્યપ સહિત 1400 લોકોએ આ અંગે પિટીશન ફાઇલ કરી છે. બીજી બાજુ શ્યામ બેનેગલે આ સુધારાનું સમર્થન કરીને કહ્યું છે કે કોઈ સર્ટિફિકેશન કાયમી ધોરણે લાગુ થઈ શકે નહીં.

સરકારે સિનેમેટોગ્રાફ બિલ 2021નો ડ્રાફ્ટ સાર્વજનિક કર્યો છે. આ અંગે 2 જુલાઈ સુધી સૂચનો મગાવ્યા હતા, પરંતુ કેટલાંક ફિલ્મમેકર્સ કહ્યું છે કે તેઓ સરકાર પાસે વધુ સમય માગશે.

(શું છે આ પૂરો કેસ? સમજવા માટે અહીં ક્લિક કરો)

પ્રોડ્યૂસર્સ ગિલ્ડે કહ્યું, અમે વિરોધ કરીશું
પ્રોડ્યૂસર્સ ગિલ્ડ ઓફ ઇન્ડિયાના CEO નિતિન તેજ આહુજાએ કહ્યું હતું કે હાલ ફિલ્મ ઇન્ડસ્ટ્રી કોવિડની સામે ઝઝૂમી રહી છે. આ માહોલમાં આ સુધારો કરવો નવું સંકટ છે. ગિલ્ડ તમામ મેમ્બર્સ તથા એક્સપર્ટની સાથે ચર્ચા કરશે અને વિરોધ પણ કરશે.

સેન્સર સર્ટિફિકેટની 10 વર્ષની મુદ્દને રદ કરીને તેને કાયમી બનાવવાના સુધારાનું સ્વાગત છે. U/A સર્ટિફિકેટ કેટેગરી વધારવાની તથા પાયરસી વિરુદ્ધ ભારે દંડની જોગવાઈ સારી છે, પરંતુ તેના પર કેવી રીતે અમલ થશે, તે વાત સમજવી પડશે.

આપણાં ત્યાં કોર્ટ છે જ, પછી શું જરૂર છે?
ફિલ્મમેકર સુધીર મિશ્રાએ આ જોગવાઈનો વિરોધ કરતાં કહ્યું હતું કે આપણે ત્યાં પોતાની સ્વાયત્ત ન્યાય પ્રણાલી છે, કોઈને કોઈ ફિલ્મ સામે વિરોધ કે આપત્તિ હોય તો તે કોર્ટમાં જઈ શકે છે. પછી આ જોગવાઈ કેમ હોવી જોઈએ?

આનો અર્થ તો એ થયો કે સરકારને પોતાની સંસ્થા CBFC પર વિશ્વાસ નથી. આપણને ખ્યાલ છે કે અભિવ્યક્તિની આઝાદી અબાધિત નથી. આપણે આપણી ન્યાય પ્રણાલી પર વિશ્વાસ છે. પછી સરકારને કેમ સમીક્ષાનો અધિકાર જોઈએ છીએ?

પહેલાં ટ્રિબ્યૂનલ તરીકે એક રિડ્રેસલ મિકેનિઝ્મ હતું. ત્યાં એક રિટાયર્ડ જજની અધ્યક્ષતામાં સુનાવણી થતી હતી. તે પણ છીનવી લેવામાં આવી. તેને ફરી શરૂ કરવી જોઈએ.

કોરોનાના ઘા પર મીઠું ભભરાવવા જેવું
વધુમાં સુધીર મિશ્રાએ કહ્યું હતું કે કોરોનાને કારણે અત્યારે ઇન્ડસ્ટ્રી નુકસાનમાં છે. રાહતની વાત તો દૂર હવે ઇન્ડસ્ટ્રીને આ બધી વાતોમાં ફસાવવામાં આવે છે. હું છેલ્લાં ઘણાં સમયથી કહી રહ્યો છું કે ઇન્ડસ્ટ્રીને પાંચ વર્ષના ટેક્સ બ્રેકની જરૂર છે. ત્યારે જ દેશમાં ક્રિએટિવિટીનો વિસ્ફોટ થસે. જોકે, એવી સમીક્ષાની જોખમી સ્થિતિમાં કોણ પોતાના પૈસા ફિલ્મ બનાવવા પાછળ ખર્ચ કરશે?

અમે ત્રણ વાંદરા બની શકીએ નહીં
આ સુધારાના વિરુદ્ધમાં વિશાલ ભારદ્વાજ તથા પ્રીતિશ નંદી જેવા પ્રોડ્યૂસર્સ પણ છે. સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના કમલ હાસલે કહ્યું હતું કે અમે આંખ, મોં તથા કાન બંધ કરીને ત્રણ વાંદરાની ભૂમિકા ભજવી શકીએ નહીં.

ઓનલાઇન પણ એક્ટમાં ફેરફારનો વિરોધ કરવામાં આવી રહ્યો છે
ફિલ્મમેકર પ્રતીક વત્સ તથા શિલ્પા ગુલાટીએ ઓનલાઇન પિટીશન તૈયાર કરી છે. ફરહાન અખ્તર, શબાના આઝમી, હંસલ મહેતા તથા અનુરાગ કશ્યપ સહિત ફિલ્મ ઉદ્યોગ સાથે જોડાયેલા તથા અનેક બૌદ્ધિક લોકોએ પોતાની સહમિત વ્યક્ત કરી છે. આ પિટીશનમાં પાંચ વાત મહત્ત્વની છે.

શ્યામ બેનેગલે સુધારાનું સમર્થન કર્યું
બીજી બાજુ વરિષ્ઠ ફિલ્મમેકર શ્યામ બેનેગલે આ નવી જોગવાઈનું સ્વાગત કર્યું છે. હિન્દુસ્તાન ટાઇમ્સને આપેલા એક ઇન્ટરવ્યૂમાં તેમણે કહ્યું હતું કે આજે જે વાત યોગ્ય લાગે છે, તે 20 વર્ષ પછી યોગ્ય ના પણ હોય. આથી જ સર્ટિફિકેશન કાયમી હોવું જોઈએ નહીં.

સૂચનો માગ્યા છે તો સૂચનો આપો
ફિલ્મ પ્રોડ્યૂસર વિવેક અગ્નિહોત્રીએ કહ્યું હતું કે અત્યારે તો સરકારે સૂચનો જ માગ્યા છે. આ સારી વાત છે કે સરકાર કોઈ કાયદો બનાવતા પહેલાં તમામ સંબંધીત લોકો પાસેથી સૂચનો માગી રહી છે. તો અત્યારે સૂચનો મોકલો, આમાં પણ અત્યારથી રાજનીતિ કરવાની શું જરૂર છે?

થિયેટર એક્ઝિબિટર્સ એસોસિયેશ પણ વિરોધમાં
સિનેમા ઓનર્સ એન્ડ એક્ઝિબિટર્સ એસોસિયેશન ઓફ ઇન્ડિયાના પ્રમુખ નિતિન દાતારે કહ્યું હતું કે સરકારનો ડિજિટલ પ્લેટફોર્મ તથા ઇન્ટરનેટ પર કોઈ કંટ્રોલ નથી. તમામ કંટ્રોલ બસ થિયેટર માટે છે. કોઈ પ્રોક્ટિકલ વિચારતું જ નથી, બધા જ પોત પોતાનું વિચારી રહ્યાં છે.

7+, 13+ તથા 16+ના અલગ U/A સર્ટિફિકેટનો શું અર્થ છે? આનાથી તો થિયેટરના સ્ટાફ, માલિક તથા પેરેન્ટ્સની વચ્ચે ઝઘડો વધશે. હવે થિયેટરનો સ્ટાફ બાળકોના એજ પ્રૂફ પણ ચેક કરશે? કોઈ પરિવારમાં એક બાળક 13 વર્ષથી નાનું અને બીજું બાળક 13 વર્ષથી મોટું છે તો પરિવાર એક બાળકને ઘરે મૂકીને આવશે?

જે પણ ફિલ્મ રિલીઝ થાય છે, તેમાં એક્ઝિબિટર્સ તથા થિયેટર્સ ઓનર્સના પૈસા લાગેલા હોય છે. જો ફિલ્મ પરત લઈ લેવામાં આવી તો આ બધાનું નુકસાન કોણ ભરશે? સરકારને પણ ટેક્સનું નુકસાન થશે.

મોટા પ્રોડક્શન હાઉસ મૌન છે
દિવ્ય ભાસ્કરે બોલિવૂડમાં કરોડોના બજેટથી ફિલ્મ બનાવતા મોટા પ્રોડક્શન હાઉસનો અભિપ્રાય જાણવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ મોટાભાગના પ્રોડ્યૂસર્સ આ વિવાદ પર મૌન છે.

સની દેઓલ પાસેથી આશા
સૂત્રોના મતે, ફિલ્મ એક્ટર તથા ભાજપ સાસંદ સની દેઓલ આ સુધારા અંગે સરકાર તથા પ્રોડ્યૂસર્સ બંનેના સંપર્કમાં છે. માનવામાં આવે છે કે સની દેઓલના હસ્તક્ષેપથી કોઈ હકારાત્મક ઉકેલ લાવી શકાશે.