રિતેશ દેશમુખે 13 વર્ષીય સગીરાની સાથે થયેલી રેપની ઘટના વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો છે. વાસ્તવમાં ઉત્તર પ્રદેશના લલિતપુરમાં સગીરા સાથે ચાર લોકોએ ગેંગરેપ કર્યો હતો. તે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા ગઈ તો SHO (સ્ટેશન હાઉસ ઓફિસર)એ પણ રેપ કર્યો હતો. આ કેસમાં રિતેશે સો.મીડિયામાં પોસ્ટ શૅર કરીને કાર્યવાહી કરવાની માગણી કરી છે.
શું કહ્યું રિતેશે?
રિતેશે કહ્યું હતું, જો આ સાચું છે તો આનાથી બદતર બીજું કંઈ ના હોઈ શકે. રક્ષક જ ભક્ષક બની જાય તો સામાન્ય વ્યક્તિ ન્યાય માગવા ક્યાં જશે. આવા લોકોને જાહેરમાં ચાર રસ્તા પર મારવા જોઈએ. સરકાર તાત્કાલિક કાર્યવાહી કરે અને કડકમાં કડક સજા આપે.
શું છે સમગ્ર ઘટના?
ઉલ્લેખનીય છે કે 13 વર્ષીય સગીરા પોલીસ સ્ટેશનમાં ગેંગરેપની ફરિયાદ કરવા ગઈ ત્યારે SHOએ તેની પર રેપ કર્યો હતો. નિવેદન નોંધ્યા બાદ SHO પીડિતાને પોલીસ સ્ટેશનના રૂમમાં લઈ ગયો હતો અને અહીંયા તેની પર રેપ કર્યો હતો.ચાઇલ્ડ લાઇન NGOના કાઉન્સિલિંગમાં પીડિતાએ આ વાતનો ઘટસ્ફોટ કર્યો હતો.
SHO જ્યુડિશિયલ કસ્ટડીમાં
SHO તિલકધારી સિંહ સરોજની ધરપકડ કરવામાં આવી છે. આ કેસમાં ADJ પોસ્કો એક્ટની કોર્ટમાં કેસની સુનાવણી શરૂ થઈ ગઈ છે. કોર્ટે આરોપીને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યો છે. બે અન્ય આરોપી પણ જેલમાં છે. પોલીસ સ્ટેશનમાં રેપની ઘટનાથી લલિતપુરથી લઈ લખનઉ સુધી વિરોધ થયો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.