વિકી-કેટ વેડિંગ:કેટરીનાના લગ્નમાં 120 બોલિવૂડ સ્ટાર્સ હાજરી આપશે, વિકી વેડિંગ આઉટફિટ્સ ટ્રાય કરવા કેટના ઘરે પહોંચ્યો; જયપુરથી 100 બાઉન્સર પહોંચશે

2 મહિનો પહેલા
  • લગ્નનું સમગ્ર ફંક્શન ચાર દિવસ ચાલશે, જે 7 ડિસેમ્બરથી 10 ડિસેમ્બર સુધી રહેશે

શુક્રવાર સાંજે વિકી કૌશલ એક વખત ફરીથી કેટરીનાના ઘરની બહાર જોવા મળ્યો હતો. તેની સાથે આવેલી એક વ્યક્તિએ તેને છત્રી વડે છુપાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ મીડિયાના લોકોનો અવાજ સાંભળીને વિકી પાછો આવ્યો અને હાથ જોડીને બધાનો આભાર માન્યો. રિપોર્ટ્સમાં જણાવ્યા અનુસાર, કેટરીના કૈફની બેસ્ટ ફ્રેન્ડ અને સ્ટાઈલિસ્ટ અનિતા શ્રોફ અદાજાનિયા પણ તેના ત્યાં પહોંચી હતી, જેના પરથી અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે શેન અને ફાલ્ગુની પીકોકના વેડિંગ આઉટફિટ ડિલિવર કરવા આવ્યા હતા. એની ટ્રાયલ માટે વિકી કેટના ઘરે પહોંચ્યો હતો.

લગ્નમાં 120 બોલિવૂડ સેલેબ્સ આવશે
છેલ્લા ઘણા દિવસથી એ વાતને લઈને ચર્ચા થતી હતી કે વિકી કૌશલ અને કેટરીનાના લગ્નમાં કેટલા ગેસ્ટ સામેલ થવાના છે. શુક્રવારની સાંજ સુધીમાં આ સ્થિતિ સ્પષ્ટ થઈ ગઈ હતી. સવાઈ માધોપુરના કલેક્ટર રાજેન્દ્ર કિશનના અનુસાર, ઈવેન્ટ કંપનીએ તેમને 120 ગેસ્ટનું લિસ્ટ આપ્યું છે. લગ્નનું સમગ્ર ફંક્શન ચાર દિવસ ચાલશે, જે 7 ડિસેમ્બરથી 10 ડિસેમ્બર સુધી રહેશે.

જયપુરથી પહોંચશે 100 બાઉન્સર
લગ્નમાં સુરક્ષા વ્યવસ્થા માટે 5 ડિસેમ્બરના રોજ જયપુરથી 100 બાઉન્સર પહોંચી રહ્યા છે. VIP ગેસ્ટની સુરક્ષા માટે રાજસ્થાન પોલીસના જવાનો પણ તહેનાત રહેશે. વિકી-કેટની સંગીત સેરેમની 7 ડિસેમ્બરના રોજ થશે, જેની કોરિયોગ્રાફ ફરાહ ખાન કરશે. બીજા દિવસે મહેંદી સેરેમની યોજાશે. 9મીએ લગ્ન અને 10 ડિસેમ્બરના રોજ એક ખાસ રિસેપ્શન યોજાશે.