'ખિલાડી કુમાર'નો ધમાકો:'સૂર્યવંશી'ની 100 કરોડની કમાણી; અક્કીની 15મી ફિલ્મ 100 કરોડ ક્લબમાં, સલમાનના રેકોર્ડની બરોબરી કરી

મુંબઈ3 મહિનો પહેલા
  • 'સૂર્યવંશી'એ માત્ર 5 દિવસમાં બોક્સ ઓફિસ પર 100 કરોડથી વધુ કમાણી કરી

કોરોના બાદ થિયેટરમાં ફરી એકવાર રોનક આવી છે. અક્ષય કુમારની 'સૂર્યવંશી' માત્ર 5 દિવસમાં 100 કરોડ ક્લબમાં એન્ટર થઈ છે. આ સાથે જ અક્ષય કુમારના કરિયરની આ 15મી ફિલ્મ 100 કરોડથી વધુ કમાણીના લિસ્ટમાં સામેલ થઈ છે. સલમાન ખાનની પણ અત્યાર સુધી 15 ફિલ્મ 100 કરોડ ક્લબમાં સામેલ છે.

અક્ષયની બે ફિલ્મ 200 કરોડ ક્લબમાં
અક્ષય કુમારની બે ફિલ્મે 200 કરોડથી વધુનો બિઝનેસ કર્યો છે, જેમાં 'ગુડ ન્યૂઝ' તથા 'મિશન મંગલ' સામેલ છે. 'હાઉસફુલ 4', '2.0' તથા 'કેસરી'એ 150 કરોડથી વધુની કમાણી કરી છે.

અક્ષય કુમારની 100 કરોડ ક્લબની ફિલ્મ

ક્રમાંકફિલ્મનું નામરિલીઝ ડેટકમાણી (કરોડમાં)
1ગુડ ન્યૂઝ27 ડિસેમ્બર, 2019205.14
2મિશન મંગલ15 ઓગસ્ટ, 2019202.98
3હાઉસફુલ 425 ઓક્ટોબર 2019194.6
42.029 નવેમ્બર, 2018189.55
5કેસરી21 માર્ચ, 2019154.41
6ટોઇલેટઃ એક પ્રેમકથા11 ઓગસ્ટ, 2017134.22
7રાઉડી રાઠોડ1 જૂન, 2012133.25
8એરલિફ્ટ22 જાન્યુઆરી, 2016128.1
9રૂસ્તમ12 ઓગસ્ટ, 2016127.49
10જોલી LLB 210 ફેબ્રુઆરી 2017117
11હોલિડે6 જૂન, 2014112.45
12હાઉસફુલ 33 જૂન, 2016109.14
13હાઉસફુલ 26 એપ્રિલ, 2012106
14ગોલ્ડ15 ઓગસ્ટ, 2018104.72
15સૂર્યવંશી5 નવેમ્બર, 2021102.81

સલમાન ખાનની 100 કરોડ ક્લબની ફિલ્મ

ક્રમાંકફિલ્મનું નામરિલીઝ ડેટકમાણી(કરોડમાં)
1ટાઈગર ઝિંદા હૈ22 ડિસેમ્બર, 2017339.16
2બજરંગી ભાઈજાન17 જુલાઈ, 2015320.34
3સુલતાન6 જુલાઈ, 2016300.45
4કિક25 જુલાઈ, 2014231.85
5ભારત5 જુલાઈ, 2019211.07
6પ્રેમ રતન ધન પાયો12 નવેમ્બર, 2015210.16
7એક થા ટાઇગર15 ઓગસ્ટ, 2012198.78
8રેસ 315 જૂન, 2018166.40
9દબંગ 221 ડિસેમ્બર, 2012155
10બૉડીગાર્ડ31 ઓગસ્ટ, 2011148.86
11દબંગ 320 ડિસેમ્બર, 2019146.11
12દબંગ10 સપ્ટેમ્બર, 2010138.88
13રેડી3 જૂન, 2011119.78
14ટ્યૂબલાઇટ23 જૂન, 2017119.26
15જય હો24 જાન્યુઆરી, 2014116

કોરોનાએ બાજી બગાડી
અક્ષય કુમારની 'બેલબોટમ' ડિજિટલ પ્લેટફોર્મ રિલીઝ થઈ હતી. જો આ ફિલ્મ થિયેટરમાં રિલીઝ થઈ હોત તો ફિલ્મે ચોક્કસથી 100 કરોડથી વધુનો બિઝનેસ કર્યો હોત તે વાત નક્કી હતી. સલમાન ખાનની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'રાધેઃ યોર મોસ્ટવોન્ટેડ ભાઈ' પણ ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ થઈ હતી. આ ફિલ્મ ઈદ પર રિલીઝ થવાની હતી. જોકે, કોરોનાને કારણે આ ફિલ્મ થિયેટરમાં રિલીઝ થઈ શકી નહોતી. જો આ ફિલ્મ થિયેટરમાં આવી હોત તો ફિલ્મે કમાણીના અનેક રેકોર્ડ તોડ્યા હોત.

છેલ્લે 2020માં અજય દેવગનની ફિલ્મે 100 કરોડ કમાયા હતા
જાન્યુઆરી, 2020માં રિલીઝ થયેલી 'તાન્હાજીઃ ધ અનસંગ વૉરિયર'એ 100 કરોડની કમાણી કરી હતી. આ ફિલ્મ બાદ હવે 'સૂર્યવંશી'એ કોરોનાકાળમાં 100 કરોડથી વધુની કમાણી કરી છે. રોહિત શેટ્ટીના ડિરેક્શનમાં બનેલી આ ફિલ્મમાં અક્ષય કુમાર, કેટરીના કૈફ, ગુલશન ગ્રોવર, અભિમન્યુ સિંહ, નિકેતન ધીર, સિકંદર ખેર, જેકી શ્રોફ, કુમુદ મિશ્રા, જાવેદ જાફરી, રાજેન્દ્ર ગુપ્તા જેવા કલાકારો છે. ફિલ્મમાં રણવીર સિંહ તથા અજય દેવગનનો કેમિયો છે.