તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સાઉથની હાઈએસ્ટ પેડ એક્ટ્રેસિસ:ઉર્વશી રાઉતેલાને 10 કરોડ તો અનુષ્કા શેટ્ટીને 4-5 કરોડ, આ છે સૌથી વધુ ફી લેતી હીરોઈન

મુંબઈ5 મહિનો પહેલા
  • કૉપી લિંક

ઉર્વશી રાઉતેલા તમિળ ફિલ્મથી ડેબ્યૂ કરવા જઈ રહી છે. ખાસ વાત એ છે કે ઉર્વશીને પોતાની પહેલી તમિળ ફિલ્મ માટે 10 કરોડ રૂપિયાની ફી આપવામાં આવી છે. આ જ કારણે તે સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની અત્યારની સૌથી વધુ ફી મેળવતી એક્ટ્રેસિસમાં સામેલ થઈ ગઈ છે. ઉર્વશી પહેલી એક્ટ્રેસ છે, જેને સાઉથમાં 10 કરોડ રૂપિયા આપવામાં આવી રહ્યાં છે. ઉર્વશી ઉપરાંત સાઉથમાં કોણ હાઈએસ્ટ પેડ એક્ટ્રેસ છે, તે જાણીએ.

નયનતારા

નયનતારા સાઉથની સુપરસ્ટાર છે. એક ફિલ્મ કામ કરવાના તે 3-4 કરોડ રૂપિયા લે છે. નયનતારા સાઉથની એક માત્ર એક્ટ્રેસ છે, જેણે ફોર્બ્સ ઈન્ડિયા 2018ની સેલિબ્રિટી 100 લિસ્ટમાં સામેલ હતી.

અનુષ્કા શેટ્ટી​​​​​​​

ફિલ્મ 'બાહુબલીઃ ધ બિગનિંગ'માં પોતાના જબરજસ્ત પર્ફોર્મન્સને કારણે અનુષ્કા ચર્ચામાં આવી છે. અનુષ્કાને એક ફિલ્મ માટે 4-5 કરોડ રૂપિયા મળે છે.

તમન્ના ભાટિયા​​​​​​​

બોલિવૂડ ઉપરાંત સાઉથમાં પણ તમન્ના જાણીતું નામ છે. તમન્ના ભાટિયા એક ફિલ્મ માટે 1.5-2 કરોડ સુધી ફી લેતી હોય છે.

શ્રુતિ હાસન

બોલિવૂડમાં કમલ હાસનની દીકરી શ્રુતિએ ખાસ કમાલ કરી નથી. જોકે, તે સાઉથમાં ઘણી લોકપ્રિય છે. તેને એક ફિલ્મના 2.5 કરોડ રૂપિયા મળે છે.

કાજલ અગ્રવાલ​​​​​​​

બોલિવૂડ ઉપરાંત કાજલ સાઉથની ફિલ્મમાં પણ લોકપ્રિય છે. સાઉથમાં તેને એક ફિલ્મ દીઠ 3 કરોડ રૂપિયા મળે છે.

સામંથા અક્કિનેની​​​​​​​

'ફેમિલી મેન 2'થી સામંથા ડિજિટલ પ્લેટફોર્મ પર ડેબ્યૂ કરી રહી છે. તે એક ફિલ્મ માટે 2 કરોડ રૂપિયા લે છે.