UPમાં 7માં તબક્કાના મતદાનની સાથે વિધાનસભા ચૂંટણી સંપન્ન થઈ ગઈ છે. 2022ની આ ચૂંટણીમાં 60.13% વોટિંગ થયું છે. 2017માં 61.28% મતદાન થયું હતું. એટલે કે આ વખતે ગત ચૂંટણીથી 0.94% ઓછું મતદાન થયું છે. 2012માં 59.5% મતદાન થયું હતું. એટલે કે 2017માં 1.2% મતદાનમાં વધારો થતાં ભાજપને 265 સીટનો ફાયદો થયો હતો.
આ રીતે UPમાં મતદાન વધતાં સરકાર બદલાશે તેવી શક્યતા સૌથી વધુ હતુ. છેલ્લી 3 ચૂંટણીની વાત કરવામાં આવે તો દર 5 વર્ષે સરકાર બદલાય છે.
સાતમાં તબક્કામાં 55.5% વોટિંગ, 2017થી 4% ઓછું, ગત વખતે 1.6% મતદાન વધતાં ભાજપને 25 સીટનો ફાયદો થયો હતો.
સાતમા તબક્કામાં લગભગ 55.5% વોટિંગ થયું છે. 2017માં આ 54 સીટ પર 59.56% મતદાન થયું હતું, એટલે કે આ વખતે લગભગ 4% વોટિંગ ઓછું થયું છે. 2012માં આ 54 સીટ પર 57.93% વોટિંગ થયું હતું. તો 2012ની તુલનાએ 2017માં વોટિંગમાં 1.6%નો વધારો થયો હતો.
છેલ્લી 3 ચૂંટણીમાં આ 54 સીટનું એનાલિસિસ કરીએ તો ખ્યાલ આવે કે જ્યારે જ્યારે મતદાનની ટકાવારી વધી ત્યારે ત્યારે વિપક્ષી દળોને ફાયદો થયો છે. 2017માં 1.6% વોટિંગ વધતા ભાજપને અહીં 25 સીટનો ફાયદો થયો હતો.
ભાજપને આ 54 બેઠકોમાંથી 46 પર જીત મળી હતી
2017માં 59.56% વોટિંગ થયું તો ભાજપને આ 54 બેઠકોમાંથી 29 પર જીત મળી હતી, જ્યારે 2012માં 57.93% વોટિંગ થયું હતું. ત્યારે ભાજપને આ 54 બેઠકોમાંથી માત્ર 4 મળી હતી. એટલે 2017માં 1.6% વોટિંગ વધવાથી ભાજપને 25 બેઠકોનો ફાયદો થયો હતો.
સપાને 2012માં આ વિસ્તારમાં 34 બેઠકો મળી હતી. 2017માં માત્ર 11 બેઠકો મળી, જ્યારે 1.6% વોટિંગ વધવાથી સપાને 23 બેઠકોનું નકસાન થયું હતું. 2017માં બસપાએ 6 અને કોંગ્રેસને 0 બેઠક મળી હતી. બસપાને 1 અને કોંગ્રેસને 3 બેઠકોનું નુકસાન થયું હતું.
2012માં સપાએ 34 બેઠકો પર જીત મળી
2012માં આ 54 સીટ પર 57.93% વોટિંગ થયું. ત્યારે સપાને 54માંથી 34 બેઠકો પર જીત મળી હતી. 2012માં બસપાએ અહીં 54 બેઠકોમાંથી 7, કોંગ્રેસને 3 બેઠકો પર જીત મળી હતી.
2007માં લગભગ, 48% વોટિંગ થયું હતું. ત્યારે ભાજપને 5, સપાને 31, બસપાને 14 બેઠકો મળી હતી. કોંગ્રેસને અહીં એકપણ બેઠક મળી નહોતી.
1. પહેલા તબક્કાની 58 સીટો પર 62.4% મતદાન થયુ હતુ, જે 2017થી 1.2% ઓછું
પહેલા તબક્કામાં 10 ફેબ્રુઆરીએ વેસ્ટ UPમાં મતદાન થયુ હતું. ત્યારે ત્યાની 58 સીટો પર 62.4% મતદાન થયુ. 2017માં આ 58 સીટો પર એવરેજ 63.75% મતદાન થયુ હતું એટલે કે આ વખતે આશરે 1.2 મતદાન ઓછુ થયું છે. 2012માં તે જ 58 સીટો પર 61.03% મતદાન થયુ હતુ, એટલે કે 2017માં 2%થી વધુ મતોનો વધારો થયો હતો.
2. બીજા તબક્કાની 55 સીટો પર 64.42% મતદાન થયું, જે 2017થી 1.1% ઓછું
બીજા તબક્કામાં 64.42% મતદાન થયુ છે. 2017માં આ જ 55 સીટો પર 65.53% મતદાન થયુ હતુ, એટલે કે આ વખતે 1.1% ઓછુ મતદાન થયુ છે. 2012માં આ 55 સીટો પર 65.17% મતદાન થયુ હતુ. 2012ની તુલનામાં 2017માં મતદાનમાં આશરે 0.36%નો વધારો થયો હતો. 2012માં સપાને 29 અને 2017માં ભાજપને અહીં 33 સીટોનો ફાયદો થયો. આ વખતે આ 55 સીટો પર 1% વોટિંગ ઘટ્યું છે.
3. ત્રીજા ચરણમાં 59 સીટો પર 61% મતદાન થયું, જે 2017થી 1.21% ઓછું
ત્રીજા ચરણમાં 61% મતદાન થયુ છે. 2017માં થર્ડ ફેઝમાં આ જ 59 સીટો પર આશરે 1.21% ઓછુ મતદાન થયુ છે. 2012માં આ 59 સીટો પર 59.79% મતદાન થયુ હતું. 2012ની તુલનામાં 2017માં વોટિંગમાં આશરે 2.42%નો વધારો થયો હતો. 2012માં સપાને 37 અને 2017માં ભાજપને અહીં 41 સીટોનો ફાયદો થયો. આ વખતે આ 59 સીટો પર 0.7% મતદાન ઘટ્યું છે.
4. ચોથા તબક્કામાં 59 બેઠક ઉપર 61.65% વોટિંગ થયું, જે અગાઉની ચૂંટણીની તુલનામાં 1% ઓછું
ચોથા તબક્કામાં આશરે 61.65% વોટિંગ થયું છે. વર્ષ 2017માં આ 59 બેઠક ઉપર 62.55% મતદાન થયું હતું, એટલે કે આ વખતે આશરે 1% ટકા ઓછું વોટિંગ થયું છે. વર્ષ 2012માં આ 59 બેઠક ઉપર 57.52% મતદાન થયું હતું. જ્યારે વર્ષ 2012ની તુલનામાં 2017માં મતદાનમાં 5% વધારો થયો હતો. વર્ષ 2012માં 8% વૃદ્ધિ સાથે SPને 22 અને વર્ષ 2017માં 5% મતદાન વધવાથી ભાજપને અહીં 48 બેઠકનો ફાયદો થયો હતો.
5.પાંચમા તબક્કામાં 2017ની તુલનામાં 1.1 ટકા ઓછું મતદાન
પાંચમા તબક્કામાં 12 જિલ્લાની 61 બેઠક ઉપર 57.3 ટકા મત પડ્યા, જ્યારે 2017ની વાત કરીએ તો 58.4 ટકા મતદાન થયું હતું. એટલે કે 1.1 ટકા વધારે મત પડ્યા હતા. આ વખતે મતદાનની ટકાવારી ઘટી છે. વર્ષ 2012ની વાત કરવામાં આવે તો 55.12 ટકા મતદાન થયું હતું, જે વર્ષ 2017ની તુલનામાં આશરે 3 ટકા ઓછું, જ્યારે 2022 કરતાં 2 ટકા ઓછું છે.
6. છઠ્ઠા તબક્કામાં 2017 કરતાં 1.23% ઓછું મતદાન થયું
છઠ્ઠા તબક્કામાં આશરે 55.29% મતદાન થયુ છે. વર્ષ 2017માં અહીં 57 બેઠક ઉપર 56.52% મતદાન થયું હતું, એટલે કે આ વખતે 1.23% ઓછું મતદાન થયું છે. વર્ષ 2012માં વર્ષ 2017માં 1.3 ટકા મતદાન વધ્યું હતું. વર્ષ 2017માં 1.3 ટકા મતદાન વધવા અંગે ભાજપને અહીં 38 બેઠકનો ફાયદો થયો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.