ઉત્તર પ્રદેશમાં વિધાનસભા ચૂંટણીનું મતદાન પૂરું થઈ ગયું છે. હવે 10 માર્ચના રોજ પરિણામો જાહેર થવાના છે. પ્રશ્ન એ છે કે હવે કોની સરકાર બનશે? તેનું કાઉન્ટડાઉન શરૂ થઈ ચુક્યું છે. અત્યારે એક્ઝિટ પોલની સ્થિતિ વચ્ચે UP,MP સહિત 5 રાજ્યના સટ્ટા બજારમાં ભાજપનો ભાવ ઉંચો છે.સટ્ટા બજારના ટ્રેન્ડ પ્રમાણે ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટી બીજો સૌથી મોટો પક્ષ તરીકે ઉભરી રહ્યો છે.
આ ઉપરાંત પાંચ સટ્ટા બજારમાં સૌથી ઓછી બેઠક કોંગ્રેસને આપવામાં આવી રહી છે. સટ્ટોડીયાઓના મતે ઉત્તર પ્રદેશની સત્તા માટે 300 કરોડથી વધારે સટ્ટો લાગી ચુક્યો છે. સટ્ટા બજારમાં રાજકીય પાર્ટીના ચાલી રહેલા ભાવોને સમજવા માટે અમે રાજસ્થાનના ફલોદી સટ્ટા બજાર, મધ્ય પ્રદેશ, ગુજરાત, દિલ્હી અને મુંબઈના સટ્ટા બજારના સટોડીયાઓ સાથે વાતચીત કરી હતી. તમામ બજાર ભાજપને સૌથી વધારે બેઠક મળશે તેવી વાત કરી રહ્યા છે.
ભાજપને 220થી 226 બેઠક આપી રહ્યા છે સટ્ટા બજાર
જો થોડા ઉંડાણમાં જઈએ તો ફલોદી સટ્ટા બજારમાં ભાજપને 223થી 230 બેઠક મળી રહી છે. SPના ખાતામાં 135થી 145 બેઠક જાય છે. જ્યારે ગુજરાતના સટ્ટા બજારના અંદાજ પ્રમાણે ઉત્તર પ્રદેશમાં ભાજપને 220થી 226 બેઠક મળશે. જયારે SPને 135થી 140 બેઠક મળી રહી છે. આ રીતે અન્ય રાજોના સટ્ટાબજારમાં પણ કમળ ખિલતું દેખાય છે. SP બીજા ક્રમનો સૌથી મોટો પક્ષ તરીકે ઉભરી આવી રહ્યો છે. તમામ સટ્ટા બજારમાં સૌથી ઓછી સીટ કોંગ્રેસને મળશે.
ઓનલાઈન કે ઓફલાઈન કેવી રીતે પૈસા લાગે છે
ચૂંટણી વિધાનસભાની હોય કે લોકસભાની. જાહેરાત, મતદાનથી લઈ પરિણામો અંગે સટોડીયા વિવિધ ભાવ નક્કી કરે છે. પાર્ટી અને ઉમેદવારોની હાર-જીત અંગે સટ્ટો લગાવી રહ્યા છે. બેઠકના ગણિત પર સટ્ટો લાગે છે. સટ્ટો આ વખતે પણ લાગ્યો છે. તે પણ રૂપિયા કરોડોમાં છે. સટ્ટા ઓફ લાઈન અને ઓન લાઈન બન્ને પ્રકારે સતત લાગી રહ્યો છે.
સટ્ટો લગાવવા માટે અનેક વેબસાઈટ છે. તેના એજન્ટોને માસ્ટર લોગિન આઈડી અને પાસવર્ડ 5થી 25 લાખમાં લેવાના હોય છે. ત્યારબાદ એજન્ટ સટ્ટા લગાવનાર પાસેથી નાણાં લઈ તેમને ID બનાવી આપે છે. તેનાથી લોગિન કરતા જ સ્ક્રીપ ઉપર પાર્ટીઓની હાર-જીતના અંદાજ સામે આવે છે. જે અનુમાન સટીક લાગે છે, લોકો તેમના હિસાબે તેની ઉપર સટ્ટો લગાવી શકે છે.
ભાવ ખુલ્લે તે અગાઉ સટોડીયા પણ કરાવે છે સરવે
અત્રે ઉલ્લેખનીય છે કે આ સટોડીયાનું નેટવર્ક સમગ્ર દેશમાં ફેલાયેલું હોય છે. જ્યાં ચૂંટણી થાય છે ત્યાં ભાવ ખુલે તે પહેલા સટોડીયા તેમના લેવલ ઉપર તે રાજ્યોના સરવે કરાવે છે. તેમના વ્યક્તિ તે રાજ્યો તથા મુખ્ય ક્ષેત્રોમાં થતી રાજકીય પ્રવૃત્તિઓના દરેક દિવસે અપડેટ આપે છે. તેના આધારે જ ત્યાં ભાવ ખુલ્લે છે.
જાન્યુઆરીમાં ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીની જાહેરાત બાદ સટ્ટા બજારે કોઈ પણ પાર્ટીનું સ્પષ્ટ આંકલન કર્યું ન હતું. જેમ-જેમ ચૂંટણી આગળ વધતી ગઈ, સટ્ટા બજારમાં બેઠકો અંગેનું અનુમાન અને હાર-જીત અંગે દાવ લગાવવાની કિંમત આવવા લાગી. હવે સાતમા તબક્કાના મતદાન પૂરું થયા બાદ સટ્ટા બજારના હાર-જીતનું ગણિત શરૂ થઈ ગયું છે.
રાજસ્થાનનું સટ્ટા બજાર
પાર્ટી | સીટ |
ભાજપ | 223-230 |
સપા | 135-145 |
કોંગ્રેસ | -- |
બસપા | 20-25 |
ગુજરાતનું સટ્ટા બજાર
પાર્ટી | સીટ |
ભાજપ | 220-226 |
સપા | 135-140 |
કોંગ્રેસ | 2-3 |
બસપા | 32-35 |
મુંબઈનું સટ્ટા બજાર
પાર્ટી | સીટ |
ભાજપ | 210-218 |
સપા | 120-123 |
કોંગ્રેસ | 2-3 |
બસપા | 55-59 |
મધ્યપ્રદેશનું સટ્ટા બજાર
પાર્ટી | સીટ |
ભાજપ | 215-227 |
સપા | 140-143 |
કોંગ્રેસ | 3-5 |
બસપા | 25-28 |
દિલ્હીનું સટ્ટા બજાર
પાર્ટી | સીટ |
ભાજપ | 219-223 |
સપા | 125-132 |
કોંગ્રેસ | 3-5 |
સપા | 40-45 |
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.