મેરજાને 13નો આંકડો ક્યારેક ફળ્યો, ક્યારેક નડ્યો:ટિકિટ કપાતાં હવે તો રાજકીય ભવિષ્ય જ દાવ પર, જાણો 13ના એ ત્રણ સંયોગ, જે લગભગ કોઈ નથી જાણતું

20 દિવસ પહેલા

છેલ્લા 10 વર્ષમાં 60થી વધુ દિગ્ગજ કોંગ્રેસી નેતાઓએ પક્ષ સાથે છેડો ફાડ્યો અને ભાજપમાં જોડાઈ ગયા. આ યાદીમાં મોખરે આવે એવું નામ એટલે બ્રિજેશ મેરજા. વર્ષ 2020માં બ્રિજેશ મેરજા કોંગ્રેસને અલવિદા કહીને વિધિવત્ રીતે ભાજપમાં જોડાયા હતા. `કોંગ્રેસે મુક્ત ભારત'ની વાતો કરનાર ભાજપે તેમને ઉમળકાભેર સ્વિકારી પણ લીધા હતા. પરંતુ હવે ભાજપે ટિકિટ કાપી નાખતા ફરીથી બ્રિજેશ મેરજા ચર્ચામાં આવ્યા છે.

મેરજાનું રાજકારણ અને 13નો આંકડો

તત્કાલિન વિધાનસભા અધ્યક્ષને રાજીનામું સોપતાં બ્રિજેશ મેરજા
તત્કાલિન વિધાનસભા અધ્યક્ષને રાજીનામું સોપતાં બ્રિજેશ મેરજા

બ્રિજેશ મેરજાએ ડિપ્લોમાં ઇન જર્નાલીઝમમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું છે. ત્યાર બાદ પબ્લિક રિલેશન ઓફિસર તરીકે કાર્ય કર્યું. 1985થી લઈને 2007 સુધી એટલે માધવસિંહ સોલંકીથી લઈને નરેન્દ્ર મોદી સુધીના મંત્રીમડળમાં જુદા-જુદા મંત્રીઓના સચિવ તરીકે કામ કર્યું. 2007માં તેઓ કોંગ્રેસમાં જોડાયા, મોરબીથી ધારાસભ્ય પણ બન્યા પરંતુ 13 વર્ષ બાદ 5 જૂન 2020ના રોજ મેરજાએ ધારાસભ્ય પદેથી રાજીનામુ આપી દીધું અને 27 જૂન 2020ના રોજ ભાજપમાં જોડાઈ ગયા.

13 મહિના બાદ મંત્રીપદ મળ્યું

ભૂપેન્દ્ર પટેલની સરકારમાં મંત્રી તરીકે શપથ લેતા બ્રિજેશ મેરજા
ભૂપેન્દ્ર પટેલની સરકારમાં મંત્રી તરીકે શપથ લેતા બ્રિજેશ મેરજા

બ્રિજેશ મેરજા ભાજપમાં જોડાયા તે સમયે વિજય રૂપાણી ગુજરાતના મુખ્યમંત્રી હતા. સપ્ટેમ્બર 2021માં વિજય રૂપાણીને હટાવીને ભાજપે ભૂપેન્દ્ર પટેલને મુખ્યમંત્રી બનાવ્યા, તો નવા મંત્રીમંડળમાં બ્રિજેશ મેરજાને તક મળી ગઈ. રાજ્ય સરકારના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર, પંચાયત ગ્રામ વિકાસ, ગ્રામ ગૃહ નિર્માણ મંત્રી તરીકે બ્રિજેશ મેરજાએ 13 મહિનાની આસપાસ કામ કર્યું, હવે આચારસંહિતા લાગી ગઈ છે અને ભાજપે જે નામોની યાદી જાહેર કરી, તેઓ મોરબીની બેઠક પરથી મેરજાના સ્થાને કાંતિ અમૃતિયાને ટિકિટ મળી ગઈ છે.

અન્ય સમાચારો પણ છે...