ફાઇનલી... ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાના મતદાનનો દિવસ પણ સમાપ્ત થઈ ગયો. ‘દિવ્ય ભાસ્કર’ એપ તરફથી અમે એવી હૃદયપૂર્વક આશા કરીએ છીએ કે આપે મતદાન કરીને દેશની લોકશાહીને ધબકતી રાખવાનો પ્રયાસ કર્યો જ હશે. હવે સૌને ઇન્તેજાર છે આઠમી ડિસેમ્બરનો, જ્યારે તમામ EVM ખૂલશે અને કોણ જીત્યું અને કોણ હાર્યું એનો ફેંસલો આવી જશે. આ પ્રક્રિયા થાય એ પહેલાંના સમયને વધુ રસપ્રદ બનાવવા માટે અમે આપના માટે એક અદભુત કોન્ટેસ્ટ લઈને આવ્યા છીએ.
આ કોન્ટેસ્ટ છે ‘સીટોનું સચોટ અનુમાન લગાવો અને જીતો’. વેલ, જીતો એટલે 1 લાખ રૂપિયા. જી હા, તમે સાચું જ વાંચ્યું છે, 1 લાખ રૂપિયા! આ કોન્ટેસ્ટમાં ભાગ લેવો એકદમ સિમ્પલ છે. તમે આ લખાણ દિવ્ય ભાસ્કર પર વાંચી રહ્યા હશો તો હોમપેજ પર ઉપરના ભાગે આ સ્પર્ધાનું બેનર દેખાતું હશે, એના પર ક્લિક કરો.
અથવા તમે અહીં ક્લિક કરીને પણ કોન્ટેસ્ટ પેજ પર પહોંચી શકો છો.
ક્લિક કરતાંવેંત એક ગૂગલ ફોર્મ ખૂલી જશે. એમાં તમારું નામ, ઇમેલ એડ્રેસ, મોબાઇલ ફોન જેવી બેઝિક વિગતો ભરીને સચોટ અનુમાન લગાવવાનું છે કે વિધાનસભાની કુલ 182 સીટમાંથી કયા પક્ષને કેટલી સીટો મળશે. યાને કે ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી એમ કુલ ત્રણ પક્ષ તથા અન્ય પક્ષો અને અપક્ષો એમ કુલ ચાર વિકલ્પમાં કોને કેટલી સીટો મળશે એનો આંકડો ભરવાનો છે અને ફોર્મ સબ્મિટ કરી દેવાનું છે. છેને સિમ્પલ?!
અને જો તમે હજુ સુધી દિવ્ય ભાસ્કર એપ ડાઉનલોડ ન કરી હોય, તો શેની રાહ જુઓ છો? એક સોનેરી તક તમારા મોબાઇલના સ્ક્રીન પર ટકોરા મારી રહી છે.
અલબત્ત, આ કોન્ટેસ્ટમાં ભાગ લેતી વખતે તમારે કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી પડશે, જેમ કે દરેક પક્ષ-અન્યની સાથે (શૂન્યથી 182ની વચ્ચેનો) કોઈપણ એક જ આંકડો માંડવાનો રહેશે. અલ્પવિરામ, ડૅશ કરીને કે સ્પેસ છોડીને એકથી વધુ આંકડાઓ લખેલા હશે તો એ એન્ટ્રી માન્ય ગણાશે નહીં. બીજું, આ કોન્ટેસ્ટ બુધવાર, 7 ડિસેમ્બર રાત્રે 12 વાગ્યા સુધી જ ઑપન રહેશે. ત્યાર પછી આવેલી એન્ટ્રીઓને ધ્યાનમાં લેવામાં નહીં આવે. ધારો કે એકથી વધુ વ્યક્તિઓની એન્ટ્રી એક્ચ્યુઅલ રિઝલ્ટ સાથે એક્ઝેક્ટ મેચ ખાતી હશે, તો એવી સ્થિતિમાં વિજેતાની જાહેરાત લકી ડ્રૉ દ્વારા સંપૂર્ણ પારદર્શક પદ્ધતિથી કરવામાં આવશે.
વિજેતાની જાહેરાત 15 ડિસેમ્બરે કરવામાં આવશે. કોન્ટેસ્ટ વિશે કોઈપણ જાતનું કોમ્યુનિકેશન ધ્યાને લેવામાં નહીં આવે. વિજેતાઓની પસંદગી પર DB Corp Ltdનો અબાધિત અધિકાર રહેશે. ઇનામની રકમ પર ભારત સરકારના IT એક્ટ હેઠળ નિયમાનુસાર TDS કપાશે. કોઈપણ જાતના વિવાદ અમદાવાદ કોર્ટના અધિકારક્ષેત્રને આધીન રહેશે. ઈનામની રકમ એનાયત કરતાં પહેલાં વિજેતાની ઓળખાણની ખરાઈ કરવાનો અધિકાર DB Corp Ltd. પોતાની પાસે સુરક્ષિત રાખે છે.
બસ, ત્યારે ચતુર કરો વિચાર. તમામ પ્લસ-માઇનસ પોઇન્ટ્સ વિચારો, ‘દિવ્ય ભાસ્કર’ના ઇલેક્શન કેમ્પેન ‘ગેમ ઓફ ગુજરાત’ની સ્ટોરીઝ ધ્યાનથી વાંચો અને સચોટ અનુમાન લગાવો અને બસ, 1 લાખ રૂપિયાનું માતબર ઇનામ જીતવાની તક મેળવો.
અને હા, ઇનામ જીતવાની મેક્સિમમ તકો મેળવવા માટે તમારા પરિવારજનો, મિત્રો, સ્નેહીઓને પણ આ કોન્ટેસ્ટમાં ભાગ લેવાનું આમંત્રણ આપો.
ઓલ ધ બેસ્ટ!
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.