ELECTION રાઉન્ડ-અપ@8PM:શપથ લઈને CM સીધા ક્યાં પહોંચ્યા? આ 11 મંત્રીનાં પત્તાં કપાયાં, જુઓ ચૂંટણીના 6 મોટા સમાચાર

3 મહિનો પહેલા

મુખ્યમંત્રીનો ભવ્ય શપથ સમારોહ
આજે પીએમ મોદી અને અમિત શાહની ઉપસ્થિતિમાં ભવ્ય શપથ ગ્રહણ સમારોહ યોજાયો જેમાં ભૂપેન્દ્ર પટેલે બીજી વખત મુખ્યમંત્રી તરીખે શપથ લીધા.8 કેબિનેટ, સ્વતંત્ર હાવાલા સાથે 2 રાજ્ય કક્ષા અને 6 રાજ્યકક્ષાના મંત્રીઓ એમ કુલ 17 ધારાસભ્યોએ આજે મંત્રી પદમા શપથ લીધા.શપથ સમારોહમાં યોગી આદિત્યનાથ, શિવરાજસિંહ, હિંમત બિસ્વા સરમા પણ ઉપસ્થિત હતા.ઉત્તરપ્રદેશના સીએમ યોગી આદિત્યનાથ, એમપીના સીએમ શિવરાજસિંહ ચૌહાણ, આસામના સીએમ હિમંત બિસ્વા સરમા સહિતના આમંત્રિત સમારોહ સ્થળે પહોંચી ગયા છે.

આ છે નવું મંત્રી મંડળ
કેબિનેટ કક્ષામાં કનુ દેસાઈ, બલવંતસિંહ રાજપુત, રાઘવજી પટેલ, ઋષિકેશ પટેલ, કુંવરજી બાવળિયા, મૂળુભાઈ બેરા, કુબેર ડિંડોર અને ભાનુબેન બાબરિયાએ શપથ લીધા હતા. ત્યારબાદ રાજ્યકક્ષાના સ્વતંત્ર હવાલામાં હર્ષ સંઘવી અને જગદીશ વિશ્વકર્માએ શપથ લીધા હતા. રાજ્ય કક્ષાના મંત્રીઓમાં પરસોત્તમ સોલંકી, બચુભાઈ ખાબડ, મુકેશ પટેલે, પ્રફુલ પાનસેરિયા, ભીખુસિંહ પરમાર અને કુંવરજી હળપતિએ શપથ લીધા હતા.

મંત્રીઓને ખાતાની ફાળવણી
શપથ ગ્રહણ બાદ સાંજે મંત્રીઓની પ્રથમ કેબિનેટ બેઠક યોજાઈ જેમાં મંત્રીઓને ખાતા ફાળવવામાં આવ્યા.જેમાં હર્ષ સંઘવીને ગૃહરાજ્યમંત્રી તરીકે રીપીટ થયા છે. તો ઋષિકેશ પટેલને આરોગ્ય અને ઉચ્ચ શિક્ષણ, કનુભાઈ દેસાઈને નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ, ભીખુસિંહ પરમારને અન્ન અને નાગરિક પૂરવઠો,રાઘવજી પટેલને કૃષિ, મત્સ્ય ઉદ્યોગ અને ગ્રામ્ય વિકાસ,પરસોત્તમ સોલંકીને મત્સ્યોદ્યોગ અને પશુપાલન, કુંવરજી બાવળિયાને જળ સંપત્તિ, કુબેર ડિંડોરને શિક્ષણ અને આદિજાતિ, ભાનુબહેન બાબરીયાને સામાજિક અને ન્યાય વિભાગ સોંપાયો છે.

મુખ્યમંત્રીએ કર્યા દર્શન
બીજીવાર મુખ્યમંત્રી પદના શપથ લીધા બાદ ભૂપેન્દ્ર પટેલ અડાલજ ત્રિ-મંદિર પહોંચ્યા અને ભગવાનના આશીર્વાદ લઈ પ્રથમ કેબિનેટ મીટિંગમાં પહોંચ્યા હતા.

જૂના મંત્રીમંડળના 11થી વધુ મંત્રીઓના પત્તા કપાયા
નવા મંત્રીમંડળમાં જીતુ વાઘાણી, પૂર્ણેશ મોદી, વિનુ મોરડિયા, કિરિટસિંહ રાણા, અર્જુન ચૌહાણ, જીતુ ચૌધરી, નિમિષા સુથાર, ગજેન્દ્ર પરમાર, દેવા માલમ, નરેશ પટેલ, મનિષા વકીલ એમ 11થી વધુ મંત્રીઓ એવા છે જેમને નવા મંત્રી મંડળમાં સ્થાન નથી અપાયું.

આપના ધારાસભ્યની સ્પષ્ટતા
આ તરફ આપના ધારાસભ્યો ભૂપત ભાયાણી અને સુધીર વાઘાણીએ ભાજપમાં જોડાવાની વાતોને નકારી અને લોકોને અફવાઓથી દૂર રહેવા જણાવ્યું. બે દિવસથી એવી અટકળો હતી કે આપના આ ધારાસભ્યો ભાજપમાં જોડાશે પણ ધારાસભ્યોની સ્પષ્ટતાથી આ અટકળો પણ પૂર્ણ વિરામ લાગ્યો છે

અન્ય સમાચારો પણ છે...