ELECTION રાઉન્ડઅપ:કમલમમાં અડધો કલાક શું રંધાયું? PM મોદીએ નેતાઓને શું કહ્યું?, આપને અમદાવાદમાં બીક, જુઓ દિવસના 6 સૌથી મોટા સમચાર

11 દિવસ પહેલા

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય ગતિવિધિઓ પણ તેજ થઈ રહી છે.સત્તાનાં સંગ્રામમાં તમામ પક્ષોના આગેવાનોએ ગુજરાતમાં ધામા નાખ્યા છે.એક બીજા પર આરોપ પ્રત્યારોપનો દૌર ચાલી રહ્યો છે.રોજ રોજ સભાઓ થઈ રહી છે.ઉમેદવારોના નામોની જાહેરાતો થઈ ગઈ છે. કોઈ નેતા નામ જાહેર થતાં ખુશ છે તો કોઈ નેતા રોષે ભરાયા છે. ત્યારે દિવસભરની તામામ રાજકીય અપડેટ માટે દિવ્ય ભાસ્કર લઈને આવ્યુ છે ઈલેક્શન રાઉન્ડ અપ ન્યુઝ બુલેટિન.જેમાં દિવસભરની તમામ મહત્વની રાજકીય ખબરોનો ચિતાર મળશે સંક્ષિપ્તમાં. બુલેટિન જોવા માટે ઉપરના ફોટો પર ક્લિક કરો

PMએ સંભાળી પ્રચારની કમાન
ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કના મતદાનને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે ભાજપ, કૉંગ્રેસ અને આપ સહિતની પાર્ટીઓ પ્રચંડ પ્રચારમાં લાગી છે. ત્યારે પીએમ મોદીએ પણ ગુજરાતમાં પ્રચારની કમાન સંભાળી છે. વડાપ્રધાને હેલિકોપ્ટરથી સોમનાથ પહોંચ્યા હતા. જ્યાં મહાદેવના દર્શન અને પૂજા અર્ચના કરીને સદભાવના ગ્રાઉન્ડ ખાતે જનસભાને સંબોધન કર્યું હતું. જ્યાંથી વડાપ્રધાને રાજકોટના ધોરાજીમાં અને અમરેલીમાં જનમેદનીને સંબોધન કર્યું હતું. જે બાદ નરેન્દ્ર મોદીએ બોટાદમાં જનસભાને સંબોધીત કરી હતી. જ્યાં તેઓએ જણાવ્યું હતું કે, વાર-તહેવારે ગુજરાતીઓને ગાળો દેનારાઓની આખી જમાતને અહીંથી વિદાય કરવાની જરુરિયાત છે.

PM મોદીની કમલમમાં બેઠક
ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને વડાપ્રધાન મોદીથી લઈને મોટા નેતાઓ પ્રચાર અર્થે ગુજરાતમાં ધામા નાખ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સૌરાષ્ટ્રમાં સભાને સંબોધ્યા બાદ અમદાવાદ એરપોર્ટ ખાતે પહોંચ્યા છે. વડાપ્રધાન મોદી રાજ ભવન જવાના હતા પરંતુ તેની જગ્યાએ હવે સીધા ગાંધીનગર ખાતે ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ જશે. કમલમ ખાતે ભાજપના પ્રદેશ પ્રમુખ સહિતના નેતાઓ સાથે બેઠક કરશે. થોડીવારમાં વડાપ્રધાન કમલમ ખાતે પહોંચશે.

રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતના ગંભીર આરોપો
આજે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતની ગુજરાત મુલાકાતનો બીજો દિવસ છે. ત્યારે તેમણે એવો આશાવાદ દર્શાવ્યો હતો કે, ગુજરાતમાં આ વખતે ચોંકાવનારા પરિણામ આવશે. આ સાથે જ ગેહલોતે સરકાર પર ગંભીર આક્ષેપ કર્યા હતા અને કહ્યું હતું કે, કોરોનામાં ઘણા મૃત્યુ થયા અને આખું મંત્રીમંડળ બદલવું પડ્યું હતું, બોટાદ લઠ્ઠાકાંડમાં લોકો મૃત્યુ પામ્યા પણ કોઈ કાર્યવાહી ન થઈ. મોરબીમાં 135 લોકો મૃત્યુ પામ્યા તેમ છતાં આ સરકાર હાઈકોર્ટના રિટાયર્ડ જજ સાથે તપાસ નથી કરાવી શકતી. બેરોજગારી ખૂબ મોટો મુદ્દો છે અને સરકાર OPS પણ લાગુ નથી કરતી.

ઉમેદવારોની સોમનાથમાં ટ્રેનિંગ ચાલી રહી છે: અરવિંદ કેજરીવાલ
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે વડોદરા એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા અને ત્યાંથી હાલોલ ખાતે રોડ માર્ગે કારમાં રવાના થયા હતા. આ પહેલા તેમણે મીડિયાને સંબોધિત કરતા કહ્યું કે AAPના બધા ઉમેદવાર અમારી સાથે છે. તેમની હાલ ટ્રેનિંગ ચાલી રહી છે. અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે, ગુજરાતમાં ભાજપના 27 વર્ષના શાસનથી ખૂબ પરેશાન છે. કોંગ્રેસ વિકલ્પ નથી. લોકો આમ આદમી પાર્ટીને એક આશાના કિરણના રૂપમાં જુએ છે. આમ આદમી પાર્ટીના ઉમેદવારો વડોદરાની બહાર ગયા છે તે અંગેના સવાલનો જવાબ આપતા તેમણે કહ્યું કે બધા ઉમેદવાર અમારી સાથે છે ટ્રેનિંગ માટે સોમનાથ ગયા છે.

પુત્રવધૂના સસરા પર વાકબાણ
કાલોલના ડેરોલ સ્ટેશન ખાતે ભાજપના ઉમેદવાર ફતેસિંહ ચૌહાણની યોજાયેલી ચૂંટણી પ્રચારની જાહેર સભામાં ધારાસભ્ય પદેથી વિદાય લઈ રહેલા સુમન ચૌહાણે ભાજપ વિરુધ્ધ મોરચો માંડનારાઓ સામે "જે લોહીના નથી થયા એ કોઈના નથી થવાના" જેવા વ્યંગ બાણમાં તાક્યા હતા. પોતાના સસરા અને કોંગ્રેસના ઉમેદવાર પ્રભાતસિંહ ચૌહાણના નામનો ઉલ્લેખ કર્યા વગર સૂચક ઈશારો કરતા કાલોલ બેઠકના ચૂંટણી પ્રચારના જંગમાં આ મુદ્દો ચર્ચાઓની એરણે ચઢ્યો છે.

વડોદરામાં 'રન ફોર વોટ
વડોદરા શહેર-જિલ્લામાં મતદાન માટે વધુ જાગૃતિ ફેલાય અને મતદારોનો ઉત્સાહ અકબંધ રહે તે માટે આજે વહેલી સવારે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર અતુલ ગોર દ્વારા ‘રન ફોર વોટ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં અલગ-અલગ વયના લોકો અને જૂથોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને 5 ડિસેમ્બરે અચૂક મતદાન માટે સંકલ્પબદ્ધ થઈને લોકશાહીને મજબૂત કરવા માટે થનગનાટ બતાવ્યો હતો.કાર્યક્રમમાં આબાલ વૃદ્ધ સૌ-કોઈએ અચૂક મતદાનનો મેસેજ આપ્યો તો આ ચૂંટણીમાં પ્રથમ વખત મતદાન કરનારા મૂકબધિરો પણ જોડાયા

અન્ય સમાચારો પણ છે...