ELECTION રાઉન્ડ-અપ@7 PM:ભાજપે રૂપાલાને શું બોલવાની ના પાડી? વોટ માટે હાથ ફેલાવવાથી લઈને બેલી ડાન્સ સુધી, જુઓ પ્રચારના છેલ્લા દિવસના 7 રંગ

2 મહિનો પહેલા

ચૂંટણી માટે પ્રચાર પડઘમ તો શાંત થઈ ગયા પણ છેલ્લા દિવસે તમામ પક્ષોએ કોઈ કસર બાકી ના રાખી..ભાજપ હોય કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી બાકીની 93 સીટ પર બીજા તબક્કાના મતદાન માટે જોરશોર પ્રચાર અને પ્રહાર કર્યા. ત્યારે પ્રચારના છેલ્લા દિવસે કેવો રાજકીય માહોલ રહ્યો જોવા માટે ઉપરના ફોટો પર ક્લિક કરો

'ડબલ એન્જિન બગડેલા છે'
કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે થરાદમાં સભા સંબોધી કહ્યું કે ડબલ એન્જિન બગડેલા છે અને દિલ્લીથી એન્જિન આવે એ મોંઘુ પડે..એટલું જ નહીં તેમણે કહ્યું કે સૌરાષ્ટ્રમાં મેં એક સરપંચ જોડે વાત કરી હતી એમણે કહ્યું કે આ રૂપાભાઈને કાઢ્યા અને ભોપાભાઈને લાવ્યા એ કોઈ કામનું નહીં એટલે સિંગલ એન્જિનની કોંગ્રેસની સરકાર બનાવો.

'રૂપાલાએ સરપંચને પૂછ્યું દિલ્લીથી કેટલા રૂપિયા આવ્યા'
આજે ધાનેરામાં પ્રચાર દરમિયાન કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાએ એક સરપંચને સ્ટેજ પર બોલાવ્યા અને પૂછ્યું કે વિકાસના કામો માટે દિલ્લીથી કેટલા રૂપિયા ખાતામાં આવ્યા તો સરપંચે કહ્યું કે કુલ 10 વર્ષમાં 34 કરોડ રૂપિયા આવ્યા છે. એટલું જ નહી તેમણે કહ્યું કે કોંગ્રેસના સમયમાં એક રૂપિયા નહોતો આવતો. જે બાદ રૂપાલાએ પોતાના જ અંદાજમાં મજાક કરી કે પાર્ટીએ મને આવું પૂછવાની ના પાડી છે જો સરપંચ એવું બોલે કે કશું નથી આવ્યુ તો શું કરવું, ગાડી શોધવા ય ના ઉભા રહેવાય.

ઈટાલિયાના ભાજપ પર આરોપો
તો ગોપાલ ઈટાલિયાએ મફતની રાજનીતિને લઈ ભાજપ પર ગંભીર આરોપો લગાવી દીધા. ઈટાલિયાએ સભામાં કહ્યું કે ભાજપના લોકો કહે છે કે મફત વીજળી અને શિક્ષણ આપશો તો એના રૂપિયા ક્યાંથી લાવશો. તો ભાજપે પહેલા તબક્કાના મતદાનમાં લોકોને રીઝવવા ઘણા વિસ્તારોમાં 500-1,000 રૂપિયા, ચવાણું, નાસ્તો, આ બધુ આપતા હતા, તો આ રૂપિયા તમે ક્યાંથી લાવ્યા

'કમળ પર મતદાન કરી કોંગ્રેસના વિજયની વાત કરી'
બાયડ ખાતે મીડિયા સમક્ષ વાતચીત કરતી વખતે શંકરસિંહ વાઘેલાની જીભ લપસી હતી. શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, પાંચમી તારીખે લોકો એન્ટી બીજેપી મતદાન કરશે અને કોંગ્રેસને બહુમતી આપશે એવો મને લોકો પર વિશ્વાસ છે. ભાજપવાળા ગમે એટલા પ્રયાસો કરે, ગમે એટલી વિકાસની વાતો કરે, ગમે એટલા રોડ શો કરે પણ ગુજરાતનો મતદાર છેતરાવાનો નથી. પાંચમી તારીખે પણ કમળ ઉપર મતદાન આપીને કમળના ઉમેદવારોને જાકારો આપીને કોંગ્રેસાન ઉમેદવારોને વિજયી બનાવે તેવી આપ સૌને હું વિનંતી કરું છું.'

ઔવેસી તો ભાવુક થઈ ગયા
સદુદ્દીન ઓવૈસીએ શુક્રવારે ગુજરાતના જમાલપુરમાં રેલી યોજી હતી. આ દરમિયાન અસદુદ્દીન ઓવૈસી પોતાની પાર્ટીના ઉમેદવાર સાબીર કાબલીવાલાને વોટ માંગતી વખતે અચાનક રડી પડ્યા હતા. આ વીડિયો ટ્વિટર પર ટ્વિટ કરાયો હતો. જો કે તેને ઓફિશિયલ પેજ પર મૂકવામાં આવ્યો નથી. ઓવૈસીનો ગઈકાલે જ ડોર ટુ ડોર પ્રચાર દરમિયાન કાળા વાવટા બતાવીને વિરોધ કરાયો હતો. આ વીડિયો પણ ગઈકાલનો જ માનવામાં આવે

વોટ માટે કંઈ પણ
રાજકીય પક્ષોના નેતાઓ અને ઉમેદવારોએ મતદારોને રીઝવવા અને પોતાની તરફ કરવા અવનવી તરકીબો અજમાવી છે. ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં ગુજરાતી કલાકારો અને ડાયરો તેમજ મનોરંજક પોગ્રામોનું ઘેલું હોય છે. ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો મતદાર પ્રજાના મનોરંજન માટે અને ચૂંટણી વાતાવરણને જાળવવા ફિલ્મીસ્ટાર અને ડાયરા કલાકારને બોલાવી ચૂંટણીની રંગત વધારતા હોય છે. જોકે, હવે ચૂંટણી સભામાં ડાન્સ કલાકારોને પણ બોલાવવાની નવી તરકીબ ઉમેરાઈ છે. બોરસદ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર રાજેન્દ્રસિંહ પરમારની ચૂંટણી સભામાં લેડી ડાન્સરને બોલાવી હતી. જેનો વીડિયો વાઇરલ થતાં પંથકમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.

'કોંગ્રેસ કરશે EVMની રક્ષા'
રાજકોટ વિધાનસભા 68 કોંગ્રેસના ઉમેદવાર ઇન્દ્રનીલ રાજયગુરૂએ આધુનિક ટેકેનોલોજીનો ઉપયોગ કરી સ્ટ્રોંગ રૂમ બહાર મુખ્ય પ્રવેશ દ્વાર સામે CCTVથી સજ્જ કાર મૂકવામાં આવી છે, જેના મારફત મોબાઈલ પર સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થતા સાથે તમામ EVM ને સ્ટ્રોંગ રૂમ ખાતે સિલ કરી દેવામાં આવ્યા છે. રાજકોટના કણકોટ ગામે ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ ખાતે તમામ 8 બેઠકોના EVM સીલ કરી સ્ટ્રોંગરૂમમાં મૂકવામાં આવ્યા છે અને ત્યાં પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. જો કે આ સાથે કોંગ્રેસ દ્વારા કોલેજ બહાર CCTVથી સજ્જ કાર મૂકી સ્ટ્રોંગરૂમ પર નજર રાખવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...