DB REELS, 'એ ભરતભાઈ હેઠા બેસો, તમે રહેવા દો':રાહુલનાં ભાષણનું જબરું ગુજરાતી કર્યું, લોકો માથાં પકડી ગયા, ચાલુ સભામાં માઇક મૂકાવવું પડ્યું

15 દિવસ પહેલા

કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ અને સાંસદ રાહુલ ગાંધીએ આખરે ગુજરાતમાં ચૂંટણીપ્રચાર માટે એન્ટ્રી મારી. સુરતના મહુવા તાલુકાના અનવલના પાંચ કાકડામાં રાહુલ ગાંધીની જંગી સભાનું આયોજન થયું હતું. રાહુલ ગાંધી જ્યારે ભાષણ આપવા ઊભા થયા, તો સાથે ભરતસિંહ સોલંકી પણ ઊભા થઈ ગયા. સભામાં કંઈક નવું કરવાના નામે આયોજન એવું હતું કે રાહુલ ગાંધી જે ભાષણ હિન્દીમાં આપશે તેને ભરતસિંહ ગુજરાતીમાં લોકોને સંભળાવશે. પરંતુ આ આયોજનમાં ધબડકો થઈ ગયો. હિન્દી શબ્દોનું તાત્કાલિક ગુજરાતી કરવામાં ભરતસિંહ પણ મૂંઝાયા અને રાહુલ ગાંધીને પણ અજુગતું લાગવા લાગ્યું, સામે બેસેલા લોકો પણ વિચારવા લાગ્યા કે આ વળી શું નવું લાવ્યા? આખરે ભરતસિંહને લોકોએ માઈક છોડી દેવા કહ્યું. ભરતસિંહે વીલા મોઢે માઈક તો છોડ્યું પણ પછી સ્ટેજ પર ખુરશી શોધવામાં પણ ગોથે ચડ્યા. એટલે કરવા ગયા કંસાર ને થઈ ગઈ થૂલી જેવો ઘાટ સર્જાયો.

અન્ય સમાચારો પણ છે...