ગ્રાઉન્ડ રિપોર્ટમોદી ક્યાં સુધી રાજકારણમાં રહેશે?:સુરતનાં બાએ ભવિષ્યવાણી કરી, 'કૉંગ્રેસીઓને પૂછો કોના જેવો દીકરો જોઈએ? હર્ષ સંઘવીના મજૂરામાં તડાફડી બોલી

11 દિવસ પહેલા

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે ત્રિકોણીય જંગ ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે થઈ રહ્યો છે. આ ચૂંટણીમાં સૌથી વધુ ચર્ચાતો વિસ્તાર એટલે સુરત. સુરતમાં આવેલી મજૂરા વિધાનસભા બેઠક પર ત્રીજી વખત ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ચૂંટણી લડી રહ્યા છે. તો કોંગ્રેસે બળવંત જૈનને ઉમેદવાર બનાવ્યા છે, તો પીવીએસ શર્માને આમ આદમી પાર્ટીએ મજૂરાથી ટિકિટ આપી છે આમ આદમી પાર્ટી સુરતમાં પોતાની મજબૂત પકડ હોવાનો દાવો કરી રહી છે. ત્યારે દિવ્ય ભાસ્કરે આ વિસ્તારના મતદારોનો મિજાજ જાણવાનો પ્રયાસ કર્યો.

મજૂરાથી ભાજપના ઉમેદવાર હર્ષ સંઘવી અને કોંગ્રેસના ઉમેદવાર બળવંત જૈન.
મજૂરાથી ભાજપના ઉમેદવાર હર્ષ સંઘવી અને કોંગ્રેસના ઉમેદવાર બળવંત જૈન.

હર્ષ સંઘવીની મજબૂત પકડ
મજૂરાના શાકમાર્કેટ વિસ્તારમાં આવે છે, ઘણા મતદારો મળ્યા, જેમણે ફરીથી ભાજપ પર વિશ્વાસ રાખવાની વાત કહી. મતદારોના મતે આમ આદમી પાર્ટીએ વિવિધ મફત યોજના અને સુવિધા અંગે કરેલા વાયદાની અસર તેમના પર નહીં થાય. ઘણા મતદારોએ દિલ્હી મોડલ બતાવીને ચૂંટણી લડી રહેલા કેજરીવાલને સવાલ કર્યા કે કોઈપણ વસ્તુ મફત આપવા માટે રૂપિયા ક્યાંથી આવશે? મજૂરા વિધાનસભા બેઠક પર આ વખતે પણ કોંગ્રેસને ખૂબ મુશ્કેલી પડી શકે એમ લાગી રહ્યું છે. રાહુલ ગાંધીનું ઘણા લોકોએ વ્યક્તિગત સમર્થન કર્યું, પરંતુ મત આપવામાં ભાજપને જ પ્રાથમિકતા આપવાની વાત કહી.

મજૂરા બેઠકનો રાજકીય ઈતિહાસ
2012ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપના હર્ષ સંઘવી અને કોંગ્રેસના ધનપત જૈન ઉમેદવાર હતા, જેમાં ભાજપના હર્ષ સંઘવીનો 1,03,577 મતે વિજય થયો હતો. વર્ષ 2017માં ભાજપે ફરી હર્ષ સંઘવીને મજૂરાથી ટિકિટ આપી હતી, તો બીજી બાજુ કોંગ્રેસે કાપડના વેપારી અશોક કોઠારીને ટિકિટ આપી હતી. અનામત આંદોલન અને GST જેવા મુદ્દાને કારણે ભાજપ માટે આ બેઠક કપરી સાબિત થઇ શકે એમ હતી, પરંતુ ભાજપના ઉમેદવાર હર્ષ સંઘવીએ ફરી 1,16,741 મત સાથે જીત મેળવી હતી.

મજૂરા બેઠકના જાતિગત સમીકરણ
વર્ષ 2017ની આંકડાકીય માહિતી અનુસાર, મજૂરામાં જૈન મારવાડી, મોઢ વણિક સમાજનું સારુંએવું પ્રભુત્વ છે. જ્ઞાતિ પ્રમાણે ગુજરાતી જૈન મારવાડી સમાજના 36,489, મોઢ વણિક, ખત્રી, રાણા સમાજના 24,999, પાટીદારોની વસતિ 24205, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિના 24,941, ઉત્તર ભારતીય 16230, જ્યારે પંજાબી સીંધી મતદારોની સંખ્યા 12,198 છે.

ગૃહ રાજ્યમંત્રી બન્યા બાદ હર્ષ સંઘવીના રાજકીય કદમાં વધારો થયો છે. જો ગુજરાતમાં ભાજપ ફરી એકવાર સત્તામાં આવે તો હર્ષ સંઘવીને મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે, એટલે મજૂરાના મતદારો માટે આ મુદ્દે પણ ભાજપતરફી આકર્ષિત કરી શકે છે, પરંતુ આ વખતે આમ આદમી પાર્ટીની ઉપસ્થિતિ નવાં સમીકરણ પણ રચી શકે છે.

મજૂરાથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર પીવીએસ શર્મા.
મજૂરાથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર પીવીએસ શર્મા.
અન્ય સમાચારો પણ છે...