આણંદ જિલ્લામાં આવેલી આંકલાવ બેઠક એટલે કોંગ્રેસનો ગઢ. અમિત ચાવડા હાલ ત્યાંથી ધારાસભ્ય છે. આંકલાવ વિધાનસભા વર્ષ 2012માં નવા સીમાંકન પછી અસ્તિત્વમાં આવી. એ પહેલાં બોરસદ બેઠકમાં આ વિસ્તારનો સમાવેશ થતો હતો. આણંદ જિલ્લાની આંકલાવ વિધાનસભા બેઠક પર કુલ મતદારોની સંખ્યા 2 લાખ 25 હજાર 80 છે, જેમાં 1 લાખ 14 હજાર 846 પુરુષ અને 1 લાખ 10 હજાર 234 મહિલા મતદારો છે. જોકે છેલ્લી બે ટર્મથી આ બેઠક પર ભાજપનો ગજ વાગ્યો નથી. આ વખતે ભાજપે ગુલાબસિંહ પઢિયારને ઉમેદવાર બનાવ્યા છે. કોંગ્રેસનો ગઢ જીતવા માટે ખુદ સી.આર.પાટીલે કમર કસી લીધી છે, પરંતુ જ્યારે પાટીલ પ્રચાર માટે ગયા તો કોંગ્રેસ કરતાં આમ આદમી પાર્ટી પર વધુ પ્રહાર કર્યા. નવાઈની વાત તો એ છે કે તેમણે કેજરીવાલને ચક્રમ કહી દીધા. દિલ્હી સરકાર પર લાગેલા આરોપોનો ઉલ્લેખ કરતાં તેમણે કેજરીવાલ કેમ જેલમાં નહીં જાય એનું કારણ પણ જણાવી દીધું. આજની DB REELSમાં પાટીલના ધારદાર ભાષણના કેટલાક અંશો સાંભળવા ઉપરના ફોટો પર ક્લિક કરો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.