તમને ટિકિટ મળશે કે નહિ મળે એને બોડી લેંગ્વેજ સાથે કોઈ લેવાદેવા ખરાં? ઘણી, પણ જો તમે ભાજપના કાર્યકર હોવ તો.
મોરબીના ઝૂલતા પુલની દુર્ઘટનામાં લોકોને બચાવવા નદીમાં કૂદેલા ભાજપના પૂર્વ MLA કાંતિ અમૃતિયાને મોરબીની ટિકિટ મળી. આમાં સહેજ પણ નવાઈ નથી. લટકામાં નરેન્દ્રભાઇએ કાનાને ફોન કરીને મોરબી વિશેની સ્થિતિનો તાગ પણ મેળવ્યો હતો. આ ફોનથી નક્કી થઈ ગયું હતું કે તેમની ટિકિટ પાક્કી. મોરબીના ભાજપના ધારાસભ્ય અને કૉંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા પછી મંત્રી બનેલા બ્રિજેશ મેરજાની ટિકિટ કપાઈ ગઈ. મેરજાના બાવાના બેય બગડ્યા. કાંતિભાઇ લાઇફ જેકેટ લઈને 'તરી' ગયા.
ભાજપે પહેલીવાર એકસાથે 160 ઉમેદવારની યાદી જાહેર કરી છે. જ્ઞાતિ ગણિત, યુવા, પરિવારવાદ, મહિલા, ભણેલા અને બીજાં સમીકરણો તમને બધા કહેશે. આ વખતે ભાજપને સૌથી વધુ ગડમથલ કરવી પડી છે. ઘણાં બધાં પરિબળો આ વખતે વિચારવા પડે એવાં છે.
AAPનો ઓછાયો અને કૉંગ્રેસનું ભેદી મૌન કે નિષ્ક્રિયતાનો દેખાવ એમાંનું એક પરિબળ છે. ભાજપ સીટે સીટે ફ્લેકિ્સબલ બન્યો છે. જ્યાં જરૂર પડી ત્યાં રિપીટ અને જ્યાં જરૂર પડી ત્યાં નો રિપીટ એવી થિયરી અપનાવી છે. જરૂર પડી ત્યાં ભાજપે ભુલાઇ ગયેલા કે સાઇડલાઇન કરેલાને પણ પાછા બોલાવ્યા છે. ભાજપ માટે બીજી સમસ્યા એ થઈ છે કે પાર્ટીમાં હવે મૂળ કૉંગ્રેસીઓની સંખ્યા વધતી જાય છે. પોતાના કાર્યકરો અને કૉંગ્રેસમાંથી આયાત કરેલા ઉમેદવારોને સમાવવા કે તેમને થાળે પાડી દેવા એ બેલેન્સ કરવું અઘરું છે.
ભાજપને બળવાનો ક્યારેય ડર નથી લાગતો. એ બધું કૉંગ્રેસમાં રૂટિન છે. ભાજપમાં જેમનું પત્તું કાપવાનું હોય એનું રાજકીય ઓપરેશન તો બોડી લેંગ્વેજથી અગાઉથી જ થઈ ગયું હોય છે, જેમ કે હાઇકમાન્ડ તમને જાહેરમાં બોલાવે કે ન બોલાવે, એના પરથી સમજી જવાનું કે આપણી ટિકિટ પાક્કી કે ગઈ. સાહેબની આંખના હાવભાવ જોઈઇને જ હવે તો ભાજપના કાર્યકરો જજ કરવાનું શીખી ગયા છે.
એક મહિના પહેલાં આણંદમાં મોદીની સભા હતી. મોટી જનમેદની હતી. એ વખતે સ્ટેજ પર એક વ્યક્તિ દોડાદોડી કરી રહી હતી. મોદીએ આ યુવાનના ખભે હાથ મૂકીને તેની કામગીરીનું માપ કાઢી લીધું. દિવસોથી મહેનત કરતાં એ યુવા કાર્યકરને આખરે ટિકિટ મળી ગઈ.
હવે એક ઇન્ટરેસ્ટિંગ વાત. 2017માં પાટીદારોએ ભાજપ સામે બાંયો ચડાવી હતી. ભાજપે જાહેર કરેલી યાદીમાં સૌથી વધુ ઉંમરવાળા ઉમેદવાર અને સૌથી યુવાન ઉમેદવાર કોણ છે એ ખબર છે? અનુભવી છે બાબુભાઈ જમનાદાસ પટેલ અને સૌથી યુવાન છે ભાજપ સરકાર સામે આંદોલનનો ચહેરો હાર્દિક પટેલ, આનું નામ પોલિટિક્સ
આવા જ ઇન્ટરેસ્ટિંગ વીડિયો સાથે કાલે ફરી મળીશું. તમે જોતા રહો દિવ્ય ભાસ્કર એપ અને ગેમ ઓફ ગુજરાત 2022
ધન્યવાદ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.