ચૂંટણીના પ્રચારથી લઈને પરિણામ સુધી ઘણીવાર તમે સાંભળ્યું હશે કે ફલાણા ઉમેદવારની ડિપોઝિટ જપ્ત થઈ જવી જોઈએ કે પછી કોઈક ઉમેદવારને ડિપોઝિટ પાછી મળે એટલાય મત નથી મળ્યા. તો ચૂંટણીમાં ડિપોઝિટ આટલી મહત્ત્વની કેમ હોય છે?, શા માટે ઉમેદવારોને પોતાના ડિપોઝિટની ચિંતા રહેતી હોય છે?, ચૂંટણીપંચ ઉમેદવારો પાસેથી કેટલી અને કેમ ડિપોઝિટ લે છે? ચાલો... માત્ર 3 મુદ્દામાં સમજીએ.
ચૂંટણીમાં ડિપોઝિટ કેટલી અને કેમ આપવી પડે?
કોઈ વ્યક્તિ વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારી કરે તો તેને 10 હજાર રૂપિયા ચૂંટણીપંચને ડિપોઝિટ તરીકે આપવા પડે છે. લોકસભાની ચૂંટણીમાં આ રકમ 25 હજાર રૂપિયા હોય છે, પરંતુ SC-ST વર્ગના ઉમેદવારને અડધી રકમ એટલે વિધાનસભા માટે 5 હજાર અને લોકસભાની ચૂંટણી માટે સાડા 12 હજાર રૂપિયા ડિપોઝિટ ભરવી પડે છે. ચૂંટણીપંચનો તર્ક છે કે જો ડિપોઝિટ લઈએ તો ગંભીર ઉમેદવારો જ ચૂંટણીમાં ભાગ લે છે, જેથી ચૂંટણીપ્રક્રિયા સરળ બને.
ડિપોઝિટ મેળવવા કેટલા મત જરૂરી?
ચૂંટણીમાં જો ઉમેદવાર કુલ મતદાનના 16.6 ટકા મત મેળવે તો એ ડિપોઝિટ પરત મેળવવાનો હકદાર કહેવાય. ઉદાહરણથી સમજો. જો ચૂંટણીમાં કુલ એક લાખ વોટ પડ્યા હોય તો જેને 16 હજાર 666 મત મળે તો તેને જ ડિપોઝિટ પરત મળી શકે.
અન્ય કઈ સ્થિતિમાં ડિપોઝિટ પરત મળે?
કેટલા ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત થઈ?
આ વખતે ગુજરાતના 33 જિલ્લામાંથી 22માં કોંગ્રેસને એકપણ સીટ નથી મળી, તો આમ આદમી પાર્ટીએ પણ 5 બેઠક પર જીત સાથે કંગાળ પ્રદર્શન કર્યું છે. એટલે તેના 128 ઉમેદવારની ડિપોઝિટ જપ્ત થઈ, તો કોંગ્રેસના પણ 44 ઉમેદવાર ડિપોઝિટ બચાવી ન શક્યા. ચૂંટણીમાં લાખો ખર્ચતા ઉમેદવાર માટે ડિપોઝિટના 5-10 હજાર રૂપિયા પાછા ન મળે તો મોટી વાત ન કહેવાય, પણ ડિપોઝિટ જપ્ત થાય એ રાજકીય પ્રતિષ્ઠા પર કાળા દાગ સમાન ગણવામાં આવે છે. જોકે ઘણા ઉમદવારો વિજયી બન્યા બાદ પણ મોટું મન રાખીને ડિપોઝિટની રકમ પરત લેવા જતા નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.