DB REELS, '20 રૂપિયામાં વિમાનમાં ફેરવશે':'6 મહિનામાં તો ઘર આગળ ગાડી હશે', આ ગુજરાતીને દિવસેય કેજરીવાલનાં સપનાં આવે છે

એક મહિનો પહેલા

અમદાવાદમાં મતદારોનો મિજાજ જાણવા નિકળેલી દિવ્ય ભાસ્કરની ટીમને આમ આદમી પાર્ટીના એક સમર્થક મળ્યા. આ યુવાને AAPના સમર્થનમાં એવા-એવા વાયદા ગણાવી દીધા, જેને સાંભળીને કદાચ કેજરીવાલ પણ ચકરાવે ચડી જાય. જેમ કે, કેજરીવાલ આવશે તો 20 રૂપિયામાં ફ્લાઈટની ટિકિટ મળતી થઈ જશે. સાયકલ લઈને આવેલા આ ભાઈ કહેતા ગયા કે AAPની સરકાર આવવા દો હાલમાં મારી પાસે સાયકલ છે, પણ પછી બચત એટલી થશે કે હું ગાડી ખરીદી લઈશ. તો બીજા એક રિક્ષાચાલકે અઠંગ રાજકારણીની જેમ જયનારાયણ વ્યાસના ભાજપ સાથેના મોહભંગ અને હિમાંશુ વ્યાસના ભાજપ પ્રેમ પાછળ પડદા પાછળની વાત બોલી ગયા. આ મજેદાર વીડિયો જોવા માટે ઉપરના ફોટો પણ ક્લિક કરો.

અન્ય સમાચારો પણ છે...