DB REELS, આ ભવિષ્યવાણી તો કેજરીવાલ જ નહીં ભૂલે!:ધાનાણી, ઈસુદાન, ઈટાલિયાના મનની એ વાત જે હવે સાચી પડી, ઈસુદાને કહ્યું હતું, 'મારી સાથે અદૃશ્ય શક્તિ છે'

4 મહિનો પહેલા
  • કૉપી લિંક

ગુજરાત વિધાનસભાની ચૂંટણીનાં પરિણામમાં ભાજપે તમામ રેકોર્ડ ધ્વસ્ત કરીને 150થી વધુ બેઠકોનો ટાર્ગેટ મેળવી લીધો છે. બીજી તરફ, ગુજરાતમાં સત્તાના શિખર સુધી પહોંચવાના દાવા કરતી આમ આદમી પાર્ટી માત્ર 5 સીટ પર સમેટાઈ ગઈ છે. ત્યારે ચૂંટણીપ્રચાર દરમિયાન જે દાવા, વાયદા અને ભવિષ્યવાણી કરી હતી એ હવે કંઈક અલગ રીતે જ સાચી પડતી જોવા મળી રહી છે, જેમ કે અરવિંદ કેજરીવાલે પોતાના મોઢેથી જ પાંચ સીટ જીતવાની વાત કરી હતી અને પછી એ વાત તેમણે કોંગ્રેસ માટે કહી હોવાની સ્પષ્ટતા કરી હતી, પરંતુ સંજોગ તો જુઓ, આ વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને જ પાંચ સીટ પર જીત મળી છે. તો ઈટાલિયા અને ઈસુદાન ગઢવીએ કહેલી વાતો પણ કેટલાક ટ્વિસ્ટ સાથે સાચી પડી છે. નવાઈની વાત તો એ પણ છે કે આ યાદીમાં નામ કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીનું પણ આવે છે. નેતાઓના ચૂંટણી સમયનાં અજબ-ગજબ નિવેદન જુઓ આજની DB REELSમાં.

અન્ય સમાચારો પણ છે...