"બધા સાવ ખોટા છે":ત્રણેય પાર્ટીઓને લઈને સુરતીઓની ધબધબાટી, આપ ને કોંગ્રેસને ભાઈ ભાઈ ગણાવ્યા, કહ્યું, મોદી સાહેબનું હજુ કામ બોલે

22 દિવસ પહેલાલેખક: દેવેન ચિત્તે

કતારગામ બેઠકના મતદારોનો મિજાજ

કતારગામ વિધાનસભા બેઠકો પર ત્રિપાખ્યો જંગ જોવા મળશે.... આપ કોંગ્રેસ અને ભાજપ વચ્ચે જંગ જામશે.. જેમાં મતદારો પણ પોતાની અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે

કતારગામ વિધાનસભા બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટી દ્વારા વર્તમાન ધારાસભ્ય વિનુ મોરડીયા ને જ ટિકિટ આપી રિપીટ કર્યા છે. રાજ્ય સરકારમાં વિનુ મોરડીયા શહેરી વિકાસ મંત્રી હતા. આ વિસ્તારમાં તેઓ ત્રીજી વખત ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે પસંદગી પામ્યા છે. પાટીદાર ચહેરો હોવાને કારણે આ વિસ્તારના પાટીદારો નવો તેમને મળે તેવી શક્યતાને ધ્યાનમાં રાખીને ભાજપ દ્વારા નિર્ણય લેવાયો છે. અન્ય કોઈને ભારતીય જનતા પાર્ટી એ ટિકિટ આપીને પસંદ કરવાનું જોખમ ટાળી દીધી છે. વિનુ મોરડીયા ને લઈને ભ્રષ્ટાચાર ના અનેક મુદ્દાઓ સામે આવતા રહ્યા છે પરંતુ તેની અસર મતદાન પર કેટલી થશે તે કહેવું મુશ્કેલ છે.

કોંગ્રેસ દ્વારા કતારગામ બેઠક પરથી ઓબીસી ચહેરો અલ્પેશ વરિયાને ટિકિટ આપી છે. અલ્પેશ વરિયા યુવા છે અને પ્રજાપતિ સમાજમાંથી આવે છે. પ્રજાપતિ સમાજ દ્વારા રાજકીય રીતે પોતાને સ્થાન મળે તેના માટે વારંવાર રજૂઆત પણ કરી હતી. ભાજપ અને આમ આદમી પાર્ટી એ પાટીદાર ચહેરો ઉતારતા કોંગ્રેસે પહેલાથી જ ઓબીસી ચહેરો અલ્પેશ વરિયાને પસંદ કરી દીધો છે. પ્રજાપતિ સમાજના મતદારો જો અલ્પેશ વરિયા તરફ જાય તો આ બેઠક ઉપર જબરજસ્ત રાજકીય માહોલ સર્જાય તેમ છે. અને જીતનું માર્જિન પણ ખૂબ જ ઓછું રહે તેવી શક્યતા છે.

આમ આદમી પાર્ટી દ્વારા હવે પ્રદેશ અધ્યક્ષને પણ મેદાનમાં ઉતારી દેવામાં આવ્યા છે. છેલ્લા ઘણા સમયથી અટકડો હતી કે તેઓ કતારગામ વિધાનસભા પરથી ચૂંટણી લડશે પરંતુ આજે અરવિંદ કેજરીવાલ દ્વારા ટ્વિટ કરીને સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી છે. ગોપાલ ઇટાલીયા સુરતની કતારગામ વિધાનસભા બેઠક ઉપરથી લડશે અને મનોજ સોરઠીયા કરંજ બેઠકો પરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે જમ્પલાવશે.

ગોપાલ ઇટાલીયાએ કતારગામ બેઠકને કેમ પસંદ કરી

કતારગામ વિધાનસભા બેઠક પાટીદારોના મતદારોને લીધે પાટીદાર ઉમેદવાર હોય તો જીતવાની શક્યતા વધી જાય છે. કતારગામ બેઠકો પર પાટીદાર સિવાય ઓબીસી એટલે કે પ્રજાપતિ સમાજના મતદારોની સંખ્યા પણ ખૂબ મોટા પ્રમાણમાં છે. કોંગ્રેસ દ્વારા અલ્પેશ વરિયાને ઉમેદવાર તરીકે પસંદ કર્યા છે. કોંગ્રેસને પહેલાથી જ અંદાજ હતો કે ભાજપ અને કોંગ્રેસ પાટીદાર ઉમેદવારને ચૂંટણી મેદાનમાં ઉતારશે. આમ આદમી પાર્ટીએ ગોપાલ ઈટાલીયાને ઉતાર્યા છે જો ઓબીસી સમાજના મતો 50% પણ એક તરફી પડે તો પાટીદારોના મતદાન નું મહત્વ ખૂબ વધી જશે અને તે આમ આદમી પાર્ટીમાં કરશે કે ભાજપમાં કરશે તેના ઉપર સૌ કોઈની નજર રહેશે. આમ આદમી પાર્ટીની ટીમ અને ગોપાલ ઇટાલીયાને વિશ્વાસ છે કે આ વખતે પાટીદાર તેમના તરફેણમાં રહેશે અને કતારગામ બેઠક ઉપર તેમને સરળતાથી વિજય મળી શકે તે પ્રકારની સ્થિતિ છે માટે તેઓ કતારગામ વિધાનસભા બેઠક ઉપરથી લડવા માટે તૈયાર છે.કતારગામ વિધાનસભા બેઠક ઉપર સત્તાવાર રીતે ત્રણ લાખ 22 હજાર જેટલા મતદારો નોંધાયા છે જે પૈકી અંદાજે એક લાખ કરતા વધુ પાટીદાર મતદારો છે. આ બેઠક ઉપર પાટીદાર સમાજ પ્રજાપતિ સમાજ મૂળ સુરતીઓ, પરપ્રાંતિય અને જૈન મતદારો છે. આ બેઠક ઉપર કોંગ્રેસ દ્વારા ઓબીસી ઉમેદવારને ઉતારવામાં આવ્યા છે. અલ્પેશ વરિયા પ્રજાપતિ સમાજમાંથી આવે છે અને તે સમાજના આ બેઠક ઉપર મતદારો ખૂબ વધારે છે.

માહોલ બનાવવાનો પ્રયાસ
આમ આદમી પાર્ટી દ્વારા સુરત શહેરમાં જ્યાં પણ પાટીદારોનું પ્રભુત્વ છે ત્યાં એક માહોલ બનાવવાની રાણીનીતિ ઘડવામાં આવી રહી છે. એક બેઠકની અસર બીજી બેઠક ઉપર થાય તે પ્રકારની રણનીતિ ઘડવામાં આવી રહી છે જેથી કરીને ત્રણ બેઠકોમાં મહેનત કરે તો છ બેઠકો ઉપર તેની સીધી અસર દેખાઈ શકે. અને પાટીદાર પ્રભુત્વમાં તમામ પાટીદાર ચહેરા અને આંદોલન કાર્યો પોતાની રીતે મહેનત કરીને આ વાતની પાર્ટીને વિજય બનાવી શકે.

કતારગામ વિધાનસભા બેઠકમાંથી ગોપાલ ઇટાલીયા પોતે ચૂંટણી લડી કહ્યા છે તો સ્વાભાવિક રીતે જ સુરત ઉત્તર કરંજ બેઠક ઉપર તેની સીધી અસર દેખાશે અલ્પેશ કથીરિયા વરાછા બેઠક ઉપર ચૂંટણી લડશે તેની અસર ઓલપાડ ઉપર દેખાશે અને ઓલપાડ બેઠકો પર ધાર્મિક માલવિયા ચૂંટણી લડશે તેની સીધી અસર કામરેજ ઉપર પણ દેખાશે અને આ પ્રકારની રણનીતિ તૈયાર કરવામાં આવી છે.જેથી કરીને સુરતની અંદર જે માહોલ ક્રિએટ કરવામાં આવે તેની પાટીદાર વર્ગની અંદર એક મોટો ગેમ ચેન્જર પ્લાન પુરવાર થઈ શકે અને સાથે સાથે સૌરાષ્ટ્રમાં પણ તેની ખૂબ જ મોટી અસર થાય તે પ્રકારનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...