DB REELS, હું વિરમગામનો છકડો:દેત્રોજના દાદાએ મને નવી ઓળખ આપી, ચાલુ સભામાં હાર્દિક પટેલે આવો ફોડ પાડ્યો

2 મહિનો પહેલા

વિરમગામથી હાર્દિક પટેલે ચૂંટણી પ્રચારની શરૂઆત કરી દીધી છે. આજે ફોર્મ ભરતા પહેલા હાર્દિકે વિશાળ જનસભા યોજી. જે દરમિયાન હાર્દિક પટેલે 80 વર્ષના એક દાદાનો ઉલ્લેખ કર્યો. હાર્દિકે કહ્યું કે 'હું ચૂંટણી પ્રચાર માટે વિરમગામના ગ્રામ્ય વિસ્તારમાં ફરી રહ્યો હતો તે સમયે એક દાદાએ મારી સરખામણી છકડા સાથે કરી.' હાર્દિક પટેલે આ આખો ઘટનાક્રમ વર્ણવતા 80 વર્ષના દાદાનો રસપ્રદ તર્ક પણ રજૂ કર્યો. ઉપરના ફોટો પર ક્લિક કરો અને DB REELSમાં આજે હાર્દિક પટેલના મુખેથી સાંભળો કે વિરમગામ માટે હાર્દિક એટલે છકડો કેમ?

અન્ય સમાચારો પણ છે...