DB REELS, નિતિનકાકાને ગાયે ભેટું કેમ માર્યું?:શક્તિસિંહે ત્રણ મહિને ધડાકો કર્યો, સાંભળીને સિદ્ધપુરમાં તાળીઓ પડી ને લોકોએ કહ્યું, એટલે ઘર ભેગા થયા

2 મહિનો પહેલા

ગુજરાતના પાટણ જિલ્લાની સિદ્ધપુર વિધાનસભામાં કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરે ઉમેદવારી નોંધાવી હતી જેમાં સાંસદ શક્તિસિંહ ગોહિલ પણ હાજર હતા. શક્તિસિંહે અહીં ભાજપ પર પ્રહારો કરવાની સાથોસાથ ચૂંટણી જીતવા માટેના નારા અને મત માગવા માટે અપનાવાતા અલગ અલગ મુદ્દાઓને પણ નિશાને લીધા. ત્રણેક મહિના પહેલાં જ કડી ખાતેના એક કાર્યક્રમમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નિતિનભાઈ પટેલને ગાયે અડફેટે લીધા હતા. અકસ્માતની આ ઘટનાને નિતિન પટેલે પણ થોડા દિવસ પહેલાં યાદ કરી હતી. ત્યારે ગઈકાલે શક્તિસિંહ ગોહિલે પણ આ ઘટનાને યાદ કરીને તેની પાછળ શું જવાબદાર હતું એ જણાવીને કટાક્ષ કર્યો હતો. શું છે ગાયની અડફેટની એ ઘટનાનું એનાલિસિસ એ જાણવા ઉપરના ફોટો પર ક્લિક કરીને માણો DB REELS