સુરતમાં આવેલી કતારગામ બેઠક પર આ વખતે હાઈપ્રોફાઈલ મુકાબલો થઈ રહ્યો છે. ભાજપ તરફથી શહેરી વિકાસ મંત્રી રહેલા વિનુ મોરડિયાને રિપીટ કર્યા છે, વિનુ મોરડિયા ત્રીજી વખત ચૂંટણી લડી રહ્યા છે. જ્યારે આમ આદમી પાર્ટી તરફથી ગોપાલ ઈટાલિયા ઉમેદવાર છે. તો કોંગ્રેસે આ મુકાબલામાં ઓબીસી ચહેરો અલ્પેશ વરિયાને ટિકિટ આપી છે. દિવ્ય ભાસ્કરે કતારગામના મતદારોનો મિજાજ જાણવાનો પ્રયાસ કર્યો, તો એક યુવાન ધારાસભ્યનું નામ સાંભળીને જ ગરમાઈ ગયો અને બુટલેગર પાસેથી હપ્તાખોરીના સણસણતા આરોપ લગાવી દીધા. ગોપાલ ઈટાલિયા ભૂતકાળમાં આપેલા નિવેદનના કારણે ખૂબ વિવાદમાં ચાલી રહ્યા છે, લોકોને આ અંગે સવાલ કરતા તેમણે કેજરીવાલ અને હાર્દિક પટેલે ભૂતકાળમાં રાજકારણ અંગે આપેલા નિવેદનો ગણાવી દીધા. ઈટાલિયાની સભામાં ભાજપના કટ્ટર સમર્થક એક કાકા પહોંચી ગયા હતા, તેમને સભામાં આવવાનું કારણ પૂછ્યું, તો ખૂબ આશ્ચર્યજનક જવાબ મળ્યો. આજની રસપ્રદ DB REELS જોવા માટે ઉપરના ફોટો પર ક્લિક કરો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.