સામાન્ય રીતે રાજકારણ અંગે એવું કહેવાય છે કે જો રોડ શો કે સભામાં ભીડ ભેગી થાય, તો એ બધા જ લોકો જે તે ઉમેદવારના કે પક્ષના સમર્થનમાં મત આપશે એવું માની ન લેવાય. પણ હવે તો રાજકીય પક્ષોનાં ખેસ, ટી-શર્ટ અને ટોપીમાં પણ આવું જ થઈ રહ્યું છે. પોતાને સામાજિક આગેવાન ગણાવતા સુનીલ રાઠોડે કેમેરા સામે આવીને અપીલ કરીને તેમના સમાજના લોકો વઢવાણ બેઠક પર ભાજપના ઉમેદવાર જગદીશ મકવાણાને સમર્થન આપે. આશ્ચર્યજનક વાત એ છે કે જ્યારે તેઓ મીડિયા સામે આ વાત કરી રહ્યા હતા, ત્યારે તેમના ગળામાં કોંગ્રેસનો ખેસ લટકતો હતો. પત્રકારોએ તેમને અધવચ્ચે ટોકીને ખેસ અંગે સવાલ કર્યો, તો ચહેરાનો રંગ ઊતરી ગયો. જો કે સુનીલ રાઠોડે ત્યાંને ત્યાં જ ઊભા રહીને કોંગ્રેસનો ખેસ ઉતારી, ભાજપનો ખેસ પહેરી લેતા હાસ્યનું મોજું ફરી વળ્યું હતું. આવી જ રીતે પાટણમાં એક ભાઈ ભાજપની ટી-શર્ટ પહેરી, ગળામાં કોંગ્રેસનો ખેસ નાખી બજારમાં ફરતા દેખાયા, તો કોઈકે વીડિયો બનાવી લીધો. પછી તેમના અનોખા અવતાર અંગે સવાલ કર્યો, તો કહ્યું, હજુ તો કાલે આમ આદમી પાર્ટી ટોપી પણ માથે પહેરવાની છે. આજની DB REELSમાં જુઓ ગુજરાતની રંગ બદલતી રાજનીતિના બે રસપ્રદ વીડિયો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.