ગ્રાઉન્ડ રિપોર્ટમાવો ખાતાં ખાતાં બોલ્યા મારે કંઈ નથી કહેવું:શિક્ષકે કહ્યું આ લોકો હરાવે છે, એને જ પૂછી લો, કેજરીવાલનું નામ લેતા જ કરંટ, જુઓ ડેડિયાપાડાનો ચૂંટણી મિજાજ

5 દિવસ પહેલાલેખક: હર્ષ પટેલ

ગુજરાત વિધાનસભાની કુલ 182 બેઠકોમાંથી 27 બેઠકો આદિવાસીઓ માટે અનામત છે. આ જ કારણ છે કે પક્ષ કોઈ પણ હોય, ગમે તે વિચારધારાનો નેતા હોય પરંતુ આદિવાસી મતોને અવગણી શકતા નથી. દક્ષિણ ગુજરાતના ડાંગથી ઉત્તર ગુજરાતના દાંતા સુધીના બેલ્ટમાં આદિવાસીઓની ખૂબ મોટી વસતિ છે. લગભગ એક કરોડ જેટલી. આ વસતિમાંથી 82થી 84 લાખ જેટલા મતદારો છે. આ રીતે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આદિવાસી મતદારો નિર્ણાયક સાબિત થાય છે. ત્યારે દિવ્ય ભાસ્કરે ડેડીયાપાડાના મતદારોનો મિજાજ જાણવાનો પ્રયાસ કર્યો.

ડેડીયાપાડામાં કોની-કોની વચ્ચે ટક્કર?

નર્મદા જિલ્લામાં આવેલા કુલ 5 તાલુકાઓમાં ડેડીયાપાડા તાલુકામથક છે. આ બેઠક પરથી હાલમાં ભાજપ તરફથી હિતેશ વસાવા, કોંગ્રેસ તરફથી જેરમાબેન વસાવા, આમ આદમી પાર્ટી તરફથી ચૈતર વસાવા અને ભારતીય ટ્રાયબલ પાર્ટી તરફથી બહાદુરસિંહ વસાવા ચૂંટણી લડી રહ્યા છે. પરંતુ મતદારો સાથે ચર્ચા કરતા ચૂંટણીમાં ટક્કર તો માત્ર ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે હોય તેમ લાગ્યું. કોંગ્રેસના ઉમેદવાર જેરમાબેન વસાવા જિલ્લા પંચાયતના પ્રમુખ રહી ચુક્યા છે, પરંતુ તેમના તરફથી પ્રચાર, રેલી કે સભા જેવું કાંઈ જ ડેડીયાપાડામાં જોવા ન મળ્યું, ડેડીયાપાડામાં તેમના કાર્યાલય પર પણ તાળા મારેલા જોવા મળ્યા. તો આદિવાસી મુદ્દે મુખર રહેતી બિટીપીના ઉમેદવાર બહાદુરસિંહ વસાવાને લઈને પણ લોકોમાં નારાજગી જોવા મળી રહી છે.

ભાજપનો યુવા ચહેરો હિતેશ વસાવા

હિતેશ વસાવા હાલ ભાજપના જિલ્લા પંચાયત સભ્ય છે. તેઓ ઇજનેરની ડીગ્રી ધરાવે છે. તેમના માતા ડેડીયાપાડા ગ્રામપંચાયતના સરપંચ છે. હિતેશ વસાવાના રાજકારણની શરૂઆત બિટીપીથી થઈ, પરંતુ ત્યાર બાદ બિટીપી સાથે છેડો ફાડી ભાજપમાં જોડાયા હતાં. દેવજીભાઈ વસાવાના પુત્ર હિતેશ છેલ્લા ત્રણ-ચાર વર્ષથી ભાજપમાં સક્રિય બન્યા છે. ભાજપે ડેડીયાપાડામાં પૂર્વ વન મંત્રી મોતીલાલ વસાવાને પડતા મૂક્યા, સાથે કેટલાય સિનિયર નેતાઓને કાપી ભાજપે હિતેશ વસાવાની પસંદગી કરી, ટિકિટ વહેંચણીમાં સૌને ચોંકાવી દીધા હતા.

ડેડીયાપાડાથી ભાજપના ઉમેદવાર હિતેશ વસાવા
ડેડીયાપાડાથી ભાજપના ઉમેદવાર હિતેશ વસાવા

AAPના ચૈતર વસાવા બાજી મારી શકશે?
બિટીપીમાંથી છેડો ફાડી આવેલા ચૈતર વસાવાએ AAPના ઉમેદવાર તરીકે ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું છે. ડેડીયાપાડામાં AAP ઉમેદવાર ચૈતર વસાવાએ ફોર્મ ભરતા પહેલાં શક્તિ પ્રદર્શન પણ કર્યું હતું. ડેડીયાપાડા બેઠક પર 85 ટકા આદિવાસી મતદારો હોવાથી તેમણે આખા આયોજનમાં આદિવાસી થીમ જ નક્કી કરી લીધી. આદિવાસીઓનું મહત્વનું પારંપારિક વાદ્ય ઢોલ હોવાથી ચૈતર વસાવાએ 180 કરતાં પણ વધુ ઢોલીઓને ઢોલ સાથે રેલીમાં જોડીને અલગ જ પ્રકારના પ્રચારના શ્રી ગણેશ કર્યા હતા. પંજાબના સીએમ ભગવંત માન પણ આ રેલીમાં જોડાયા હતા. આદિવાસી વિસ્તારમાં ગામઠી આદિવાસી ભાષામાં અનોખો પ્રચાર કરતા આપના ઉમેદવાર ચૈતર વસાવાએ મતદારો એક મોકો આપે તે માટે કમર કસી લીધી છે.

ડેડીયાપાડાથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચૈતર વસાવા
ડેડીયાપાડાથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચૈતર વસાવા

ડેડીયાપાડામાં ગત વિધાનસભા ચૂંટણીની સ્થિતિ
2017ની વિધાનસભાની ચૂંટણીમાં ડેડીયાપાડા બેઠક પર 9 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાયો હતો. જેમાંથી 7 ઉમેદવારો એવા હતા જેમની ડિપોઝિટ જતી રહી હતી. 2017માં આ બેઠક પર બિટીપીના મહેશ વસાવાનો 21751 મતની લીડથી વિજય થયો હતો. તેમને 83026 મત મળ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...