DB REELS, જામનગરની છોકરી રાહુલ ગાંધી પર ખીજાઈ:અંકલ-આન્ટીએ પણ એવી જ હેટ્રિક મારી, યુવકે દાંત કાઢતાં કાઢતાં સાવરણાને ઝાટકી નાખ્યો

3 દિવસ પહેલા

ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ભાજપ, કોંગ્રેસ અને આપના ઉમેદવારો એડીચોટીનું જોર લગાવી પ્રચારના મેદાનમાં ઊતર્યા છે. કોઈ જંગી સભા સંબોધે છે તો કોઈ ઘરે ઘરે જઈ મત માગે છે. પ્રચંડ પ્રચારના માહોલ વચ્ચે જામનગર વિધાનસભાની પાંચ બેઠકો પર જંગ છેડાયો છે. કાલાવડ, જામનગર ગ્રામ્ય, જામનગર ઉત્તર, જામનગર દક્ષિણ અને જામજોધપુર માટે ઉમેદવારોએ મતદારોને રીઝવવા ઠેર ઠેર જગ્યાએ રોડ શો યોજી પ્રચાર શરૂ કર્યો છે. કાલાવડ બેઠક પર પાટીદાર મતદારોનું પ્રભુત્વ છે. જામનગર ગ્રામ્યમાં ચોપાંખિયો જંગ જોવા મળશે. જ્યારે જામનગર ઉત્તર બેઠક પર સેલિબ્રિટી ઉમેદવારના કારણે ખૂબ ચર્ચામાં છે. જામનગર દક્ષિણમાં નવા ચહેરાઓ પર મદાર માંડ્યો છે અને જામજોધપુરમાં મતદાનની ટકાવારી નિર્ણાયક બની શકે છે. આ પ્રચારની વચ્ચે મતદારોનો મિજાજ જાણવા દિવ્ય ભાસ્કરની ટીમ જામનગર પહોંચી હતી. જ્યાં લોકોએ હાલારી અંદાજમાં પોતાની ખીજ કાઢી તો કોઈએ અપાર પ્રેમ વરસાવ્યો હતો. લોકોને નજરે નેતાઓની છબિ કેવી છે તે ખૂબ રમૂજ અંદાજમાં જોવા મળી. આજની DB REELS જોવા માટે ઉપરના ફોટો પર ક્લિક કરો.