દેશભરમાં હિન્દુત્વની પ્રયોગશાળા અને ભાજપના એક મોડલ સ્ટેટ તરીકે ગુજરાતની ગણના થઈ રહી છે. 14 માર્ચ 1995ના રોજ ગુજરાતમાં પહેલીવાર કેસરિયો લહેરાયો હતો અને ભાજપે સત્તા સંભાળી હતી. 6 ડિસેમ્બર 1992ના રોજ બાબરી ધ્વંસ બાદ ગુજરાતમાં હિન્દુત્વનું વાવાઝોડું ફરી વળ્યું અને 1995માં 121 બેઠકની જંગી બહુમતી સાથે ભાજપે સત્તા હાંસલ કરી. ત્યાર બાદ 2002માં ગોધરાકાંડ થયો અને ભાજપે 127 સીટ સાથે ઐતિહાસિક જીત મેળવી. પરંતુ હવે વિકાસ+હિન્દુત્વના કમાલના કોમ્બિનેશન સાથે આજે કમળ ખીલ્યું છે. આ ભાજપના ચૂંટણી સૂત્ર ‘આ ગુજરાત મેં બનાવ્યું છે’ની જેમ ગુજરાતીઓએ મતનો નાયગ્રા ધોધ વહાવી કહ્યું કે, ‘આ કમલ મેં ખીલવ્યું’ છે. ભાજપે ગુજરાતના 60 વર્ષના ઇતિહાસના તમામ રેકોર્ડ બ્રેક કરી આજે 156 સીટ જીતી જ નહીં, પણ કેસરિયો મહાસાગર ઘુઘવી રહ્યો છે. આમ આદમી પાર્ટીને 5 સીટ તેમજ અન્યને ફાળે 4 સીટ(3 અપક્ષ અને 1 સમાજવાદી પાર્ટી) આવી છે. ભાજપને 52.5 ટકા, કોંગ્રેસ 27.3 ટકા અને આમ આદમી પાર્ટીનો 12.9 ટકા વોટશેર આવ્યો છે.
માત્ર સવા વર્ષથી મુખ્યમંત્રી પદે રહેલા ભૂપેન્દ્રએ તો નરેન્દ્ર જ નહીં, માધવસિંહનો 149 સીટનો રેકોર્ડ બ્રેક કરી દીધો. જ્યારે કોંગ્રેસનો કારમો રકાસ થતા ઇતિહાસમાં પહેલીવાર 17 સીટ પર જ સમેટાઈ ગઈ અને કોંગ્રેસનો જ રેકોર્ડ બ્રેક કર્યો.
હિન્દુત્વ અને વિકાસનું પેકેજ ને ગુજરાત કોંગ્રેસમુક્ત તરફ મોદીએ 2002માં ચૂંટણી જીત્યા પછી 2003માં જ વાઇબ્રન્ટ ગુજરાત સમિટ શરૂ કરી. મોદીએ વિકાસનું એક નવું મોડલ બનાવ્યું. અનેક ક્ષેત્રોમાં તેમણે મૂડીરોકાણ માટે દેશભરના અને પછી તો વિદેશની જાયન્ટ કંપનીઓને ગુજરાતમાં આમંત્રણ આપીને તેની દેશમાં ચર્ચા જગાવી. એક રાજ્યના મુખ્યમંત્રી તરીકે મોદી દેશના પ્રધાનમંત્રી મનમોહન સિંહ કરતાં વિકાસના મામલે લાંબા ગાળાનું વિઝન ધરાવે છે એવી ઇમેજ ઊભી થઇ. મોદીએ ગુજરાતમાં મૂડીરોકાણો લાવીને ગુજરાતમાં મોટા પ્રોજેકટ શરૂ કર્યા અને 2002ના કોમી તોફાનોને ભુલાવીને બિઝનેસ અને વિકાસના મુદ્દાને ચર્ચાનું કેન્દ્ર બનાવ્યા. એ પછી મોદીએ વિકાસની વાટ પકડી. પ્રચારમાં હિન્દુત્વ અને વિકાસનું પેકેજ આપ્યું અને ગુજરાતીઓએ સતત તેમને સત્તા આપી.
ગાંધીનગરના હેલિપેડ ગ્રાઉન્ડમાં 12મીએ શપથવિધિ
આવતીકાલે અથવા 10મી ડિસેમ્બરે કમલમ ખાતે મળશે ભાજપના નવા ચૂંટાયેલા ધારાસભ્ય દળની બેઠક યોજાશે. 12 ડિસેમ્બરના રોજ ગાંધીનગરના હેલિપેડ ખાતે થશે. નવી સરકારની શપથવિધિની શક્યતા.
પાર્ટીની હાર બાદ કાર્યકરે કોંગ્રેસ ઓફિસે હોબાળો મચાવ્યો
કોંગ્રેસના મોવડી મંડળથી નારાજ કાર્યકરે અમદાવાદના કોંગ્રેસના કાર્યાલયમાં નારાજગી વ્યકત કરી હતી. અંદર અંદર ટિકિટ આપવાનું નક્કી કરીને કોંગ્રેસને ખાડામાં લઈ જવામાં આવી હોવાનો આક્ષેપ કર્યો છે. કોંગ્રેસ કાર્યકરોની કેવી હાલત છે, એક વાર જોવા આવો. અમે વફાદારી કરી છે. લોકોમાં કોંગ્રેસના નેતાઓ એકવાર જાઓ તો ખબર પડે કે લોકો કેવા પ્રશ્ન કરે છે. કાર્યકર કોંગ્રેસ ઓફિસની સામે જ કૉંગ્રેસને આડે હાથે લીધી હતી તેમજ કાર્યાલયમાં ઘડિયાળ તોડી નાખી હતી.
3.40ઃ કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા અશ્વિન કોટવાલની ખેડબ્રહ્મા સીટ પર તુષાર ચૌધરી સામે હાર
3.10ઃ મહીસાગર જિલ્લાની સંતરામપુર બેઠક પર ભાજપના કુબેર ડિંડોરની જીત.
3.6ઃ થરાદ સીટ પરથી ભાજપના શંકર ચૌધરીની જીત
3.5ઃ ભિલોડા સીટ પરથી પૂર્વ IPS અને ભાજપના ઉમેદવાર પી.સી.બરંડાની જીત
3.4ઃ ઇડર સીટ પરથી પૂર્વ શિક્ષણમંત્રી રમણલાલ વોરાની જીત
3.00ઃ અલ્પેશ ઠાકોરની ગાંધીનગર દક્ષિણ સીટ પરથી જીત
2.59ઃ 6 ટર્મથી જીતી રહેલા ભાજપના કેશુ નાકરાણીની ગારિયાધાર સીટ પરથી આપના સુધીર વાઘાણી સામે હાર
2.57ઃ ઝઘડિયા સીટ પર 1990થી જીતતા આવતા છોટુ વસાવાની જીત, ઇતિહાસમાં પહેલીવાર ભાજપનો વિજય
2.53ઃ આંકલાવ સીટ પરથી કોંગ્રેસના અમિત ચાવડાની જીત
2.50: સાવરકુંડલા સીટ પર ભાજપના મહેશ કસવાલાની જીત
2.40ઃ બોરસદમાં 1967 બાદ પહેલીવાર કોંગ્રેસની હાર અને ઇતિહાસમાં પહેલીવાર ભાજપની જીત
1.51: પાવી જેતપુર સીટ પરથી વિપક્ષના નેતા સુખરામ રાઠવાની હાર
1.42ઃ બાયડ સીટ પરથી અપક્ષના ધવલસિંહ ઝાલાની જીત
1.40ઃ આંકલાવમાં અમિત ચાવડાની જીત બાદ રિકાઉન્ટિંગ થયું
13.38ઃ મહુધા સીટ પર ઇતિહાસમાં પહેલીવાર ભાજપની જીત, 1975 બાદ કોંગ્રેસનો કિલ્લો ધ્વસ્ત
13.22: ભાજપના કંચનબેન રાદડિયાની ઠક્કરબાપાનગર સીટ પરથી 63647 મતોથી જીત
13ઃ 19 આંકલાવ સીટ પરથી અમિત ચાવડાની જીત
13ઃ15ઃ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ 30 હજાર મતથી આગળ
13ઃ01ઃ પૂર્વ મંત્રી કુમાર કાનાણીની જીત
12ઃ 46ઃ વિસાવદર સીટ પરથી પક્ષપલટુ હર્ષદ રીબડિયાની AAP સામે હાર
12ઃ45 ઇસુદાન ગઢવીનો ખંભાળિયા સીટ પર પરાજય
12ઃ42 પરેશ ધાનાણીની અમરેલી સીટ પરથી હાર
12ઃ41ઃ પૂર્વ મંત્રી જવાહર ચાવડાની માણાવદર સીટ પરથી હાર
12ઃ40ઃ ગોપાલ ઇટાલિયા અને અલ્પેશ કથીરિયાની હાર
12ઃ32ઃ AAPએ ગુજરાતમાં ખાતું ખોલ્યું, જામજોધપુરમાં આપના હેમંત ખવાએ ભાજપના પૂર્વ મંત્રીને હરાવ્યા
12ઃ27ઃ કોંગ્રેસના જિજ્ઞેશ મેવાણી 5000 મતથી આગળ
12ઃ19ઃ દસમાં રાઉન્ડના ભાવનગર ગ્રામ્ય બેઠકના ભાજપના પુરુષોત્તમ સોલંકી 42,179 મતથી આગળ.
12ઃ 19ઃ ભાવનગર પશ્ચિમ વિધાનસભા બેઠક પર બારમાં રાઉન્ડના અંતે ભાજપના જિતુ વાઘાણી 21000 મત કરતાં વધુ મતથી આગળ.
12: 15: કુતિયાણામાં સતત ત્રીજીવાર કાંધલ જાડેજાની જીત
12ઃ08ઃ ગારિયાધાર, બોટાદ, જામજોધપુર, ભિલોડા, વિસાવદર, ડેડીયાપાડામાં AAP આગળ
12ઃ 07ઃ ઇસુદાન ગઢવી 11 હજાર મતથી પાછળ
12ઃ 05ઃ 10 વર્ષ બાદ પોરબંદરથી અર્જુન મોઢવાડિયાની જીત
11ઃ03ઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની 60 હજાર મતે જીત, જમાલપુર-ખાડિયાથી ઇમરાન ખેડાવાલા અને અસારવા સીટ પરથી દર્શના વાઘેલાની જીત
11.03ઃ ડેડિયાપાડા સીટ પરથી આપના ચૈતર વસાવા 8,120 મતથી આગળ
10ઃ 51ઃ ભાજપ 156+1(જીત), કોંગ્રેસ 14, આમ આદમી પાર્ટી 6 અને અન્ય 4 સીટ પર આગળ છે.
10: 27 સત્તાવાર રીતે ધોરાજીમાં ભાજપના ડો.મહેન્દ્ર પાડલિયાની જીત
10ઃ 20ઃ ભાજપ 151 તો કોંગ્રેસ 18, આપ 7 અને અન્ય 6 સીટ પર આગળ ચાલી રહ્યા હતા.
10ઃ 19ઃ આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ પાછળ
10ઃ10ઃ ભાજપે ટ્રેન્ડમાં માધવસિંહની 149 સીટનો રેકોર્ડ તોડ્યો, 151 સીટ પર આગળ
10ઃ00 પરેશ ધાનાણી 7 હજાર મતથી આગળ
9ઃ 40ઃ ઇસુદાન ગઢવી 3100 મતે આગળ
9ઃ24ઃ ગારીયાધારમાં આપના સુધીર વાઘાણી આગળ
9ઃ 13: જીતુ વાઘાણી આગળ
9ઃ 10: કોંગ્રેસના મેવાણી આગળ
9ઃ 07ઃ કોંગ્રેસના મેવાણી પાછળ
9ઃ 05ઃ બીજા રાઉન્ડમાં હાર્દિક પટેલ આગળ
9ઃ 03ઃ ગાંધીનગર દક્ષિણથી અલ્પેશ ઠાકોર આગળ
8ઃ55ઃ આપના ચૈતર વસાવા આગળ
8ઃ 55ઃ ધાનેરામાં અપક્ષ ઉમેદવાર માવજી દેસાઈ આગળ
8ઃ 52ઃ ગાંધીનગર દક્ષિણથી અલ્પેશ ઠાકોર પાછળ
8ઃ 49ઃ શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી
8ઃ 48ઃ વાવ સીટ પરથી કોંગ્રેસના ગેની બેન ઠાકોર અને થરાદમાં ભાજપના શંકર ચૌધરી આગળ
8: 39ઃ વિરમગામમાં હાર્દિક પટેલ પાછળ અને આપ આગળ
8: 37 મોરબીમાં ભાજપના કાંતિ અમૃતિયા, ડભોઈમાં શૈલેષ સોટ્ટા આગળ
8: 26 AM: EVMની મતગણતરી શરૂ થઈ
8: 26 AM: ભાવનગર ગ્રામ્ય સીટ પરથી ભાજપના પુરુષોત્તમ સોલંકી આગળ
8: 23 AM: વરાછાથી આપના અલ્પેશ કથીરિયા પાછળ
: 22 AM: ધાનાણી, વિરજી ઠુંમર અને અંબરિષ ડેર આગળ
8: 18 AM: કતારગામથી આપના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયા આગળ
8: 13 AM: પોસ્ટલ બેલેટમાં ઇસુદાન ગઢવી અને પબુ ભા માણેક આગળ
2017માં ભાજપને 99, કોંગ્રેસને 77, NCP-1, BTP-2 અને 3 સીટ અપક્ષને મળી હતી. આ ત્રણ અપક્ષમાં જીજ્ઞેશ મેવાણી(હાલ કોંગ્રેસમાં), રતનસિંહ રાઠોડ(ભાજપના સાંસદ) અને ભૂપેન્દ્ર ખાંટ(નિધન થઈ ગયું)નો સમાવેશ થાય છે.
સમગ્ર મતગણતરી પ્રક્રિયા માટે 182 કાઉન્ટિંગ ઓબ્ઝર્વર્સ, 182 ચૂંટણી અધિકારી અને 494 મદદનીશ ચૂંટણી અધિકારી ફરજ બજાવશે. આ મતગણતરી અંતર્ગત રિટર્નિંગ ઑફિસર/આસિસ્ટન્ટ રિટર્નિંગ ઑફિસર, ઉમેદવાર-કાઉન્ટીંગ એજન્ટ્સ તથા ચૂંટણી પંચ દ્વારા નિમણૂંક પામેલા ઑબ્ઝર્વર્સની હાજરીમાં સ્ટ્રોંગરૂમમાંથી EVM બહાર કાઢી કાઉન્ટીંગ હૉલમાં ગોઠવવામાં આવ્યા છે.
જાણો તમામ બેઠકનું પરિણામ, કોની સામે કોણ જીત્યું
જિલ્લો | બેઠક | ઉમેેદવાર | પાર્ટી |
રાજકોટ | રાજકોટ ઈસ્ટ | ઉદય કાનગડ | ભાજપ |
રાજકોટ | રાજકોટ વેસ્ટ | ડો. દર્શિતા શાહ | ભાજપ |
રાજકોટ | રાજકોટ સાઉથ | રમેશ ટિલાળા | ભાજપ |
રાજકોટ | રાજકોટ રૂરલ(SC) | ભાનુબેન બાબરીયા | ભાજપ |
રાજકોટ | જસદણ | કુંવરજી બાવળિયા | ભાજપ |
રાજકોટ | ગોંડલ | ગીતાબા જાડેજા | ભાજપ |
રાજકોટ | જેતપુર | જયેશ રાદડિયા | ભાજપ |
રાજકોટ | ધોરાજી | ડો. મહેન્દ્ર પાડલીયા | ભાજપ |
સુરત | ઓલપાડ | મુકેશ પટેલ | ભાજપ |
સુરત | માંગરોળ | ગણપત વસાવા | ભાજપ |
સુરત | માંડવી (ST) | કુંવરજી હળપતિ | ભાજપ |
સુરત | કામરેજ | પ્રફુલ પાનસેરિયા | ભાજપ |
સુરત | સુરત ઈસ્ટ | અરવિંદ રાણા | ભાજપ |
સુરત | સુરત નોર્થ | કાંતિ બલ્લર | ભાજપ |
સુરત | વરાછા માર્ગ | કુમાર કાનાણી | ભાજપ |
સુરત | કરંજ | પ્રવિણ ઘોઘારી | ભાજપ |
સુરત | લિંબાયત | સંગીતા પાટીલ | ભાજપ |
સુરત | ઉધના | મનુ પટેલ | ભાજપ |
સુરત | મજૂરા | હર્ષ સંઘવી | ભાજપ |
સુરત | કતારગામ | વિનુ મોરડિયા | ભાજપ |
સુરત | સુરત વેસ્ટ | પૂર્ણેશ મોદી | ભાજપ |
સુરત | ચોર્યાસી | સંંદિપ દેસાઈ | ભાજપ |
સુરત | બારડોલી(SC) | ઇશ્વર પરમાર | ભાજપ |
સુરત | મહુવા (ST) | મોહન ઢોડિયા | ભાજપ |
કચ્છ | અબડાસા | પદ્યુમ્નસિંહ જાડેજા | ભાજપ |
કચ્છ | માંડવી | અનિરુદ્ધ દવે | ભાજપ |
કચ્છ | ભુજ | કેશવલાલ પટેલ | ભાજપ |
કચ્છ | અંજાર | ત્રિકમ છાંગા | ભાજપ |
કચ્છ | ગાંધીધામ | માલતી મહેશ્વરી | ભાજપ |
કચ્છ | રાપર | વિરેન્દ્રસિંહ જાડેજા | ભાજપ |
સુરેન્દ્રનગર | દસાડા(SC) | પીકે પરમાર | ભાજપ |
સુરેન્દ્રનગર | લીંબડી | કિરીટસિંહ રાણા | ભાજપ |
સુરેન્દ્રનગર | વઢવાણ | જગદિશ મકવાણા | ભાજપ |
સુરેન્દ્રનગર | ચોટીલા | શામજી ચૌહાણ | ભાજપ |
સુરેન્દ્રનગર | ધ્રાંગધ્રા | પ્રકાશ વરમોરા | ભાજપ |
મોરબી | મોરબી | કાંતિ અમૃતિયા | ભાજપ |
મોરબી | ટંકારા | દુર્લભજી દેથરિયા | ભાજપ |
મોરબી | વાંકાનેર | જીતુ સોમાણી | ભાજપ |
જામનગર | કાલાવડ(SC) | મેઘજી ચાવડા | ભાજપ |
જામનગર | જામનગર રૂરલ | રાઘવજી પટેલ | ભાજપ |
જામનગર | જામનગર નોર્થ | રીવાબા જાડેજા | ભાજપ |
જામનગર | જામનગર સાઉથ | દિવ્યેશ અકબરી | ભાજપ |
જામનગર | જામજોધપુર | હેમંત ખવા | આપ |
દ્વારકા | ખંભાળિયા | મુળુભાઈ બેરા | ભાજપ |
દ્વારકા | દ્વારકા | પબુભા માણેક | ભાજપ |
પોરબંદર | પોરબંદર | અર્જૂન મોઢવાડિયા | કોંગ્રેસ |
પોરબંદર | કુતિયાણા | કાંધલ જાડેજા | અન્ય |
જૂનાગઢ | માણાવદર | અરવિંદ લાડાણી | કોંગ્રેસ |
જૂનાગઢ | જૂનાગઢ | સંજય કોરડીયા | ભાજપ |
જૂનાગઢ | વિસાવદર | ભુપતભાઈ ભાયાણી | આપ |
જૂનાગઢ | કેશોદ | દેવાભાઈ માલમ | ભાજપ |
જૂનાગઢ | માંગરોળ | ભગવાનજી કરગઠીયા | ભાજપ |
ગીર સોમનાથ | સોમનાથ | વિમલ ચુડાસમા | કોંગ્રેસ |
ગીર સોમનાથ | તાલાલા | ભગવાનભાઈ બારડ | ભાજપ |
ગીર સોમનાથ | કોડીનાર(SC) | ડો. પ્રધુમન વાજા | ભાજપ |
ગીર સોમનાથ | ઉના | કાળુભાઈ રાઠોડ | ભાજપ |
અમરેલી | ધારી | જે વી કાકડિયા | ભાજપ |
અમરેલી | અમરેલી | કૌશિક વેકરીયા | ભાજપ |
અમરેલી | લાઠી | જનક તળાવિયા | ભાજપ |
અમરેલી | સાવરકુંડલા | મહેશ કસવાલા | ભાજપ |
અમરેલી | રાજુલા | હિરા સોલંકી | ભાજપ |
ભાવનગર | મહુવા- | શિવા ગોહિલ | ભાજપ |
ભાવનગર | તળાજા | કનુભાઈ બારૈયા | ભાજપ |
ભાવનગર | ગારિયાધાર | સુધીર વાઘાણી | આપ |
ભાવનગર | પાલિતાણા | ભીખા બારૈયા | ભાજપ |
ભાવનગર | ભાવનગર રૂરલ | પુરષોત્તમ સોલંકી | ભાજપ |
ભાવનગર | ભાવનગર ઈસ્ટ | સેજલબેન પંડ્યા | ભાજપ |
ભાવનગર | ભાવનગર વેસ્ટ | જીતુ વાઘાણી | ભાજપ |
બોટાદ | ગઢડા(SC) | શંભુનાથ ટુંડિયા | ભાજપ |
બોટાદ | બોટાદ | ઉમેશ મકવાણા | આપ |
નર્મદા | નાંદોદ (ST) | ડો. દર્શના દેશમુખ | ભાજપ |
નર્મદા | ડેડિયાપાડા (ST) | ચૈતર વસાવા | આપ |
ભરૂચ | જંબુસર | ડી.કે. સ્વામી | ભાજપ |
ભરૂચ | વાગરા | અરુણસિંહ રાણા | ભાજપ |
ભરૂચ | ઝઘડિયા(ST) | રિતેશ વસાવા | ભાજપ |
ભરૂચ | ભરૂચ | રમેશ મિસ્ત્રી | ભાજપ |
ભરૂચ | અંકલેશ્વર | ઇશ્વર પટેલ | ભાજપ |
તાપી | વ્યારા (ST) | મોહન કોકણી | ભાજપ |
તાપી | નિઝર (ST) | ડૉ. જયરામ ગામીત | ભાજપ |
ડાંગ | ડાંગ (ST) | વિજય પટેલ | ભાજપ |
નવસારી | જલાલપોર | રમેશ પટેલ | ભાજપ |
નવસારી | નવસારી | રાકેશ દેસાઈ | ભાજપ |
નવસારી | ગણદેવી(ST) | નરેશભાઈ પટેલ | ભાજપ |
નવસારી | વાંસદા(ST) | અનંતકુમાર પટેલ | કોંગ્રેસ |
વલસાડ | ધરમપુર(ST) | અરવિંદ પટેલ | ભાજપ |
વલસાડ | વલસાડ | ભરત પટેલ | ભાજપ |
વલસાડ | પારડી | કનુ દેસાઈ | ભાજપ |
વલસાડ | કપરાડા(ST) | જીતુભાઈ ચૌધરી | ભાજપ |
વલસાડ | ઉમરગામ(ST) | રમણલાલ પાટકર | ભાજપ |
બનાસકાંઠા | વાવ | ગેનીબેન ઠાકોર | કોંગ્રેસ |
બનાસકાંઠા | થરાદ | શંકર ચૌધરી | ભાજપ |
બનાસકાંઠા | ધાનેરા | માવજી દેસાઈ | અન્ય |
બનાસકાંઠા | દાંતા(ST) | કાંતિભાઈ ખરાડી | કોંગ્રેસ |
બનાસકાંઠા | વડગામ(SC) | જિજ્ઞેશ મેવાણી | કોંગ્રેસ |
બનાસકાંઠા | પાલનપુર | અનિકેતભાઈ ઠાકર | ભાજપ |
બનાસકાંઠા | ડીસા | પ્રવીણ માળી | ભાજપ |
બનાસકાંઠા | દિયોદર | કેશાજી ચૌહાણ | ભાજપ |
બનાસકાંઠા | કાંકરેજ | અમૃતભાઈ ઠાકોર | કોંગ્રેસ |
પાટણ | રાધનપુર | લવિંગજી ઠાકોર | ભાજપ |
પાટણ | ચાણસમા | દિનેશભાઈ ઠાકોર | કોંગ્રેસ |
પાટણ | પાટણ | કિરીટકુમાર પટેલ | કોંગ્રેસ |
પાટણ | સિદ્ધપુર | બળવંતસિંહ રાજપૂત | ભાજપ |
મહેસાણા | ખેરાલુ | સરદારસિંહ ચૌધરી | ભાજપ |
મહેસાણા | ઊંઝા | કિરીટ પટેલ | ભાજપ |
મહેસાણા | વિસનગર | ઋષિકેશ પટેલ | ભાજપ |
મહેસાણા | બહુચરાજી | સુખાજી ઠાકોર | ભાજપ |
મહેસાણા | કડી | કરશન સોલંકી | ભાજપ |
મહેસાણા | મહેસાણા | મુકેશ પટેલ | ભાજપ |
મહેસાણા | વિજાપુર | ડૉ. સી. જે. ચાવડા | કોંગ્રેસ |
સાબરકાંઠા | હિંમતનગર | વી.ડી.ઝાલા | ભાજપ |
સાબરકાંઠા | ઈડર(SC) | રમણલાલ વોરા | ભાજપ |
સાબરકાંઠા | ખેડબ્રહ્મા(ST) | તુષાર ચૌઘરી | કોંગ્રેસ |
સાબરકાંઠા | પ્રાંતિજ | ગજેન્દ્ર પરમાર | ભાજપ |
અરવલ્લી | ભિલોડા | પી સી બરંડા | ભાજપ |
અરવલ્લી | મોડાસા | ભીખુસિંહ પરમાર | ભાજપ |
અરવલ્લી | બાયડ | ધવલસિંહ ઝાલા | અન્ય |
ગાંધીનગર | દહેગામ | બલરાજસિંહ ચૌહાણ | ભાજપ |
ગાંધીનગર | ગાંધીનગર સાઉથ | અલ્પેશ ઠાકોર | ભાજપ |
ગાંધીનગર | ગાંધીનગર નોર્થ | રીટાબેન પટેલ | ભાજપ |
ગાંધીનગર | માણસા | જયંતી પટેલ | ભાજપ |
ગાંધીનગર | કલોલ | બકાજી ઠાકોર | ભાજપ |
અમદાવાદ | વિરમગામ | હાર્દિક પટેલ | ભાજપ |
અમદાવાદ | સાણંદ | કનુભાઈ પટેલ | ભાજપ |
અમદાવાદ | ઘાટલોડિયા | ભૂપેન્દ્ર પટેલ | ભાજપ |
અમદાવાદ | વેજલપુર | અમિત ઠાકર | ભાજપ |
અમદાવાદ | વટવા | બાબુસિંહ જાદવ | ભાજપ |
અમદાવાદ | એલિસબ્રિજ | અમિત શાહ | ભાજપ |
અમદાવાદ | નારણપુરા | જીતેન્દ્ર પટેલ | ભાજપ |
અમદાવાદ | નિકોલ | જગદીશ પંચાલ | ભાજપ |
અમદાવાદ | નરોડા | ડો.પાયલ કુકરાણી | ભાજપ |
અમદાવાદ | ઠક્કરબાપાનગર | કંચનબેન રાદડિયા | ભાજપ |
અમદાવાદ | બાપુનગર | દિનેશ કુશવાહ | ભાજપ |
અમદાવાદ | અમરાઈવાડી | ડો. હસમુખ પટેલ | ભાજપ |
અમદાવાદ | દરિયાપુર | કૌશિક જૈન | ભાજપ |
અમદાવાદ | જમાલપુર-ખાડિયા | ઈમરાન ખેડાવાલા | કોંગ્રેસ |
અમદાવાદ | મણિનગર | અમૂલ ભટ્ટ | ભાજપ |
અમદાવાદ | દાણીલીમડા (SC) | શૈલેષ પરમાર | કોંગ્રેસ |
અમદાવાદ | સાબરમતી | ડો. હર્ષદ પટેલ | ભાજપ |
અમદાવાદ | અસારવા(SC) | દર્શના વાઘેલા | ભાજપ |
અમદાવાદ | દસક્રોઈ | બાબુ જમના પટેલ | ભાજપ |
અમદાવાદ | ધોળકા | કિરીટ ડાભી | ભાજપ |
અમદાવાદ | ધંધુકા | કાળુ ડાભી | ભાજપ |
આણંદ | ખંભાત | ચિરાગ પટેલ | કોંગ્રેસ |
આણંદ | બોરસદ | રમણભાઈ સોલંકી | ભાજપ |
આણંદ | આંકલાવ | અમિત ચાવડા | કોંગ્રેસ |
આણંદ | ઉમરેઠ | ગોંવિદ પરમાર | ભાજપ |
આણંદ | આણંદ | યોગેશ પટેલ | ભાજપ |
આણંદ | પેટલાદ | કમલેશ પટેલ | ભાજપ |
આણંદ | સોજીત્રા | વિપુલ પટેલ | ભાજપ |
ખેડા | માતર | કલ્પેશ પરમાર | ભાજપ |
ખેડા | નડિયાદ | પંકજ દેસાઈ | ભાજપ |
ખેડા | મહેમદાવાદ | અર્જુનસિંહ ચૌહાણ | ભાજપ |
ખેડા | મહુધા | સંજયસિંહ મહિડા | ભાજપ |
ખેડા | ઠાસરા | યોગેન્દ્રસિંહ પરમાર | ભાજપ |
ખેડા | કપડવંજ | રાજેશકુમાર ઝાલા | ભાજપ |
મહીસાગર | બાલાસિનોર | માનસિંહ ચૌહાણ | ભાજપ |
મહીસાગર | લુણાવાડા | ગુલાબ સિંહ ચૌહાણ | કોંગ્રેસ |
મહીસાગર | સંતરામપુર(ST) | કુબેરભાઈ ડિંડોર | ભાજપ |
પંચમહાલ | શહેરા | જેઠાભાઈ આહિર | ભાજપ |
પંચમહાલ | મોરવાહડફ(ST) | નિમિષા સુથાર | ભાજપ |
પંચમહાલ | ગોધરા | સી.કે.રાઉલજી | ભાજપ |
પંચમહાલ | કાલોલ | ફતેસિંહ ચૌહાણ | ભાજપ |
પંચમહાલ | હાલોલ | જયદ્રથસિંહ પરમાર | ભાજપ |
દાહોદ | ફતેપુરા(ST) | રમેશ કટારા | ભાજપ |
દાહોદ | ઝાલોદ(ST) | મહેશ ભૂરિયા | ભાજપ |
દાહોદ | લીમખેડા(ST) | શૈલેશ ભાભોર | ભાજપ |
દાહોદ | દાહોદ (ST) | કનૈયાલાલ કિશોરી | ભાજપ |
દાહોદ | ગરબાડા(ST) | મહેન્દ્ર ભાભોર | ભાજપ |
દાહોદ | દેવગઢબારિયા | બચુભાઈ ખાબડ | ભાજપ |
વડોદરા | સાવલી | કેતન ઇનામદાર | ભાજપ |
વડોદરા | વાઘોડિયા | ધર્મેન્દ્ર સિંહ વાઘેલા | અન્ય |
વડોદરા | ડભોઈ | શૈલેષ મહેતા | ભાજપ |
વડોદરા | વડોદરા સિટી (SC) | મનિષા વકીલ | ભાજપ |
વડોદરા | સયાજીગંજ | કેયૂર રોકડિયા | ભાજપ |
વડોદરા | અકોટા | ચૈતન્ય દેસાઈ | ભાજપ |
વડોદરા | રાવપુરા | બાલકૃષ્ણ શુક્લ | ભાજપ |
વડોદરા | માંજલપુર | યોગેશ પટેલ | ભાજપ |
વડોદરા | પાદરા | ચૈતન્ય ઝાલા | ભાજપ |
વડોદરા | કરજણ | અક્ષય પટેલ | ભાજપ |
છોટાઉદેપુર | છોટાઉદેપુર (ST) | રાજેન્દ્રસિંહ રાઠવા | ભાજપ |
છોટાઉદેપુર | પાવી જેતપુર(ST) | જયંતીભાઈ રાઠવા | ભાજપ |
છોટાઉદેપુર | સંખેડા(ST) | અભેસિંહ તડવી | ભાજપ |
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.