વિસાવદર સીટથી વિધાનસભાની ચૂંટણી જીતેલા આમ આદમી પાર્ટીના નેતા ભૂપત ભાયાણી આજકાલ ખૂબ ચર્ચામાં છે, કારણ કે તેઓ ભાજપમાં જોડાય એ વાત જોરશોરથી ફેલાઈ હતી. છેલ્લા ત્રણ દિવસમાં ભૂપત ભાયાણી મીડિયા સમક્ષ અનેક વખત ખુલાસો આપીને ભાજપમાં જોડાવવાની વાતને અફવા ગણાવી ચૂક્યા છે, પરંતુ એક કાર્યક્રમમાં જ્યારે તેમનો સામનો જનતાથી થયો તો જોવાજેવી થઈ ગઈ. સેંકડો લોકોની ભીડમાંથી એક બાદ એક સવાલો ઊઠવા લાગ્યા કે AAPના પાંચ ધારાસભ્ય જીત્યા, પણ પક્ષપલટો કરવામાં તમારું નામ જ કેમ ચર્ચાયું?, શું તમે પણ હર્ષદ રીબડિયાની જેમ 'ખડ ખાશો'?, એક અતિઉત્સાહી કાર્યકરે તો એટલે સુધી કહીં દીધું કે 'ભૂપતભાઈ તમે પાકિસ્તાન જશો તો પણ અમે સાથે આવીશું, પરંતુ ભાજપમાં જશો તો ભારે પડશે'. જનતાના આવા મિજાજ વચ્ચે ભૂપત ભાયાણીને પરસેવો છૂટી ગયો. આવી કપરી સ્થિતિમાં ભૂપત ભાયાણીએ આપેલા જવાબો પણ ખૂબ વિચારવા લાયક હતા. આજની DB REELSમાં જુઓ... જનતાના આકરા મિજાજ વચ્ચે ફસાયેલા ધારાસભ્ય ભૂપત ભાયાણીનો વીડિયો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.