DB REELS, રૂપાલાએ બેવડા વાળી દીધા:મનમોહનસિંહે ભાષણમાં ભગો કર્યો એ કિસ્સો સંભળાવ્યો, ખિસ્સામાંથી જૂની ચિઠ્ઠી નીકળી અને સભામાં ખેલ થયો

4 મહિનો પહેલા

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના પ્રચારમાં હવે કેન્દ્રીય મંત્રીઓએ પણ ઝંપલાવ્યું છે. પુરુષોત્તમ રૂપાલાએ પેટલાદમાં સભા યોજી હતી, જેમાં તેમણે ભૂતકાળમાં મનમોહનસિંહે કરેલી ચૂંટણીસભાનો ઉલ્લેખ કર્યો. રૂપાલાએ કથિત રીતે એક વરિષ્ઠ નેતાના ખિસ્સામાં રહી ગયેલી જૂની ચીઠ્ઠીનો કિસ્સો સંભળાવ્યો અને કહ્યું કે મનમોહનસિંહ ભૂલથી સભામાં ગુજરાતની એવી સમસ્યાનો ઉલ્લેખ કરી ગયા, જે ખરેખર ગુજરાતમાં છે જ નહીં. આ ચિઠ્ઠી મનમોહનસિંહને કોણે આપી, તે અંગે પણ પોતે તપાસ કરી હોવાનો દાવો રૂપાલાએ કર્યો. આજની DB REELS સાંભળો, મનમોહનસિંહને ભાષણ પહેલાં મળેલી જૂની ચિઠ્ઠીનો આશ્ચર્યજનક કિસ્સો.

અન્ય સમાચારો પણ છે...