ભાસ્કર એક્સપ્લેનરવિધાનસભામાં બેસવાનો ક્રમ કેવી રીતે નક્કી થાય:ધારાસભ્યો સીટની અદલા-બદલી કરી શકે? સત્તાપક્ષ જમણી બાજુ જ કેમ હોય? વચ્ચે કોણ બેસે? જાણવા જેવી 5 વાત

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં અલગ-અલગ મત વિસ્તારમાંથી કુલ 182 ધારાસભ્યો ચૂંટાઈને વિધાનસભામાં બેસવા માટે તૈયાર થઈ ચૂક્યા છે. ત્યારે શું તમને ખબર છે, એક ભવ્ય હોલ જેવા વિધાનસભા ગૃહમાં ધારાસભ્યોને બેસવા માટેના નિયમ અને પરંપરા શું છે?, સત્તાપક્ષ અને વિપક્ષના ધારાસભ્યો માટેની બેઠક વ્યવસ્થા અલગ અલગ કેમ હોય છે?, 5 મુદ્દામાં સમજો.

દરેક ધારાસભ્યો માટે સીટ રિઝર્વ

વિધાનસભામાં દરેક ધારાસભ્યને બેસવા માટેની એક સીટ નક્કી જ હોય છે. પહેલા તે વહેલાના ધોરણે આવીને બેસી જાય, એવું ન હોય. કોઈ મોટો રાજકીય ફેરફાર ન થાય તો ધારાસભ્ય 5 વર્ષ એક જ સીટ પર બેસે છે.

સત્તાપક્ષ અને વિપક્ષની હરોળ નક્કી હોય

વિધાનસભા ગૃહમાં એક તરફ અધ્યક્ષ થોડા ઊંચા આસન પર બેસે છે. ત્યાર બાદ સત્તામાં હોય તે પક્ષના ધારાસભ્યોને વિધાનસભા અધ્યક્ષની જમણી બાજુ અને વિપક્ષમાં હોય તો અધ્યક્ષની ડાબી બાજુ બેસવાનું હોય છે. વર્ષોથી આ પરંપરા જળવાયેલી રહી છે.

પદ મુજબ સ્થાન મળે

અધ્યક્ષની જમણી તરફ સૌથી પહેલું સ્થાન ગૃહના નેતા એટલે કે મુખ્યમંત્રીનું હોય. ત્યાર બાદ અલગ-અલગ વિભાગના મંત્રીઓને સ્થાન આપવામાં આવતું હોય છે. જ્યારે ડાબી તરફ પહેલી હરોળમાં વિરોધપક્ષના નેતા બેસે છે. ત્યાર બાદ અન્ય ધારાસભ્યોને બેસવા માટેનો ક્રમ આપવામાં આવે છે.

સિનિયર ધારાસભ્યો માટે વિશેષ વ્યવસ્થા

વિધાનસભા ગૃહમાં વરિષ્ઠ હોય અને રાજકીય રીતે પણ સિનિયર હોય તેવા સભ્યો માટે ક્યારેક વિશેષ વ્યવસ્થા પણ કરવામાં આવે છે, જેમ કે વર્ષ 2012માં કેશુભાઇ પટેલ ચૂંટાઇને ધારાસભ્ય બન્યા હતા, ત્યારે તેઓ ભાજપ કે કોંગ્રેસ સાથે જોડાયેલા ન હતા, છતાં તેમની સિનિયોરિટીને ધ્યાને રાખીને પ્રથમ હરોળમાં સ્થાન અપાયું હતું.

ગૃહમાં સત્તાપક્ષ અને વિપક્ષની બેઠક વ્યવસ્થા વચ્ચે અધિકારીઓ બેસતા હોય છે.

અન્ય સમાચારો પણ છે...