DB REELS, ભાજપના કયા નેતા સિમેન્ટ ખાઈ ગયા?:વાતવાતમાં પોરબંદરના કાકા બોલી ગયા, રોડ પાસે લઈ જઈને ટેન્ડરનો ખેલ સમજાવ્યો

6 દિવસ પહેલા

છોટીકાશી તરીકે જાણીતા જામનગરની 5 વિધાનસભા બેઠકોમાંથી સૌથી વધુ જામનગર ઉત્તરની બેઠક ચર્ચામાં છે. ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબા ભાજપમાંથી ચૂંટણી મેદાને ઉતર્યા છે. એક તરફ રવિન્દ્ર જાડેજા તેમના પત્ની માટે પ્રચંડ પ્રચાર કરી રહ્યા છે તો બીજી તરફ જામનગરના કેટલાક મતદાતાઓ હકુભા જાડેજાની ટિકિટ કપાતા દુઃખી થયા છે. જામનગરના રજવાડાની જેમ રાજનૈતિક ઈતિહાસ પણ ઘણો રોચક છે અને અહીંના લોકો પણ એટલા જ રોમાંચક છે. દિવ્ય ભાસ્કરની ટીમ જ્યારે જામનગર પહોંચી અને જનતા સાથે વાત કરી તો કેટલાક સરકારના ટિકાકાર બની ગયા તો કેટલાકે ભ્રષ્ટાચારની પોલ ખોલી નાખી. આજની DB REELS જોવા માટે ઉપરના ફોટો પર ક્લિક કરો.

અન્ય સમાચારો પણ છે...