DB REELS, રાજકોટમાં મોદી-રાહુલના ગજબ ફેન્સ:બન્ને એકબીજાનાં માથાં ભાંગે, વાતો સાંભળશો તો આખા દિવસનો થાક ઉતરી જશે

3 મહિનો પહેલા

એક તરફ રાજ્યમાં ચૂંટણી પ્રચારનો માહોલ પૂરજોશમાં જામ્યો છે તો બીજી તરફ મતદારો પણ પોતાનો મિજાજ દર્શાવવામાં પાછળ નથી. રંગીલા રાજકોટમાં જ્યારે ચુનાવી માહોલ વિશે અને ભાજપ-કોંગ્રેસના લેખાજોખા કરવામાં આવ્યા તો જનતાએ પોતાનો જવાબ સ્પષ્ટ પણે કહી દીધો છે. રાજકોટ પશ્ચિમ બેઠક પર છ ટર્મથી વિધાનસભાની ચૂંટણી જીતનાર વજુભાઈ વાળાએ એક સમયે નરેંદ્ર મોદી માટે પોતાની બેઠક ખાલી કરી આપી હતી. વર્ષ 2007માં નરેંદ્ર મોદી ભાજપના ઉમેદવાર તરીકે રાજકોટ પશ્ચિમથી ચૂંટણી જીત્યા હતા. તો કોંગ્રેસના જાણીતા ચહેરા રાહુલ ગાંધી માટેનો પ્રેમ પણ રાજકોટની જનતાએ દર્શાવ્યો છે. આજની DB REELSમાં જુઓ, મોદી અને રાહુલ ગાંધી માટે જનતાનો અનોખો મિજાજ.

અન્ય સમાચારો પણ છે...