DB REELS, ધારાસભ્યનો મિજાજ જુઓ:નામ જાહેર થયા પહેલાં જ નોતરું આપી દીધું, સભામાં જોવા જેવી થઈ, જગદીશ ઠાકોર અને ધાનાણીએ પણ મજા લીધી

19 દિવસ પહેલા

ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે કોંગ્રેસે હજુ માત્ર 43 ઉમેદવારોની યાદી જાહેર છે. બાકીની બેઠકો પણ હજુ અમદાવાદથી લઈને દિલ્હી સુધી મંથન ચાલી રહ્યું છે. પરંતુ સાવરકુંડલાથી કોંગ્રેસના ધારાસભ્ય પ્રતાપ દૂધાત આજકાલ ખૂબ ઉતાવળા લાગી રહ્યા છે. એક જાહેરસભામાં પ્રતાપ દૂધાતે કહી દીધું કે 'પ્રદેશ પ્રમુખે હજુ યાદી જાહેર કરી નથી, પરંતુ 11 તારીખે હું ફોર્મ ભરવા જવાનો છું, તમે બધાય આમંત્રિત છો અને લાગતા-વળગતાને કહી દેજો.' દૂધાત જ્યારે જાહેર મંચથી લોકોને આમંત્રણ આપી રહ્યા હતા તે સમયે સ્ટેજ પર કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર, પરેશ ધાનાણી અને હાલમાં જ આમ આદમી પાર્ટી છોડીને આવેલા ઈન્દ્રનીલ રાજ્યગુરુ પણ હાજર હતા. પ્રતાપ દૂધાતની ઉમેદવારીની સ્વઘોષણાથી સ્ટેજ પર કેટલીક ક્ષણ માટે તો સોપો પડી ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...