DB REEL:વિરમગામમાં મોદીનો 'ભત્રીજો' બોલ્યો, કાકા જેવો કોઈ પ્રધાન નહીં, આપણને ઘર ચલાવવામાં તકલીફ પડે, એ તો આખો દેશ ચલાવે છે

3 મહિનો પહેલા

ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું રણશિંગું ફૂંકાતાં જ નેતાઓ જ નહીં મતદારોનો જોશ પણ હાઈ છે. ગાંધીનગરની ગાદીએ કોણ બેસશે તેને લઈને જાતજાતની ચર્ચાઓ વેગ પકડી રહી છે. કોઈ કોંગ્રેસનાં વખાણ કરે તો કોઈ ભાજપનાં ને કેટલાક મતદારોને તો આપમાં પણ આશા દેખાઈ રહી છે. રાજ્યના ખૂણેખૂણે જઈને મતદારોનો મિજાજ જાણવાની કવાયતમાં અમને વિરગામમાં એક એવો યુવક મળી ગયો જેના મુખે માત્ર ને માત્ર નરેન્દ્ર મોદીનું જ નામ અને કામ સાંભળવા મળ્યું. એક સમયે ચા પણ વેચનાર યુવકે મોદીનાં વખાણ કરવાની સાથોસાથ કઈ રીતે નાતો પણ બનાવી લીધો તે મજેદાર વાત જાણવા માટે ઉપરના ફોટો પર ક્લિક કરીને માણો આજની DB REEL