Editor's View, મોદીએ ભરી સભામાંથી મેસેજ મોકલ્યો:માત્ર સાત શબ્દમાં જ ખેલ પાડી દીધો, 30 સેકન્ડમાં એ રીતે નેરેટિવ સેટ કર્યું કે કોઈને ગંધ પણ ન આવી

4 મહિનો પહેલા
  • કૉપી લિંક

હવે ઉમેદવારો આવ્યા છે મેદાનમાં. અગાઉ ચૂંટાયેલા કે પહેલીવાર ચૂંટણી લડનારા હવે લોકોની વચ્ચે પહોંચ્યા છે મત માગવા.

નવા નિશાળિયાઓને તો બહુ સમસ્યા નથી થતી પણ અગાઉ ચૂંટાયા હોય તેમણે જવાબ આપવા ભારે પડે છે. આવા બે કિસ્સા સામે આવ્યા છે. ગેનીબહેન ઠાકોર અને અશ્વિન કોટવાલને આજે લોકોએ સવાલ-જવાબ કર્યા. અશ્વિનભાઇએ તો કહી દીધું કે તમારે મત આપવા હોય તો આપજો, હું કંઇ તમને જવાબ આપવા બંધાયેલો નથી. આ તો જનતા છે ભાઇ, સવાલ તો પૂછશે.

ભાજપના પ્રચારકો હવે તેમના અસલી મિજાજમાં દેખાયા. કચ્છની એક સભામાં આસામના મુખ્યમંત્રી હેમંત બિશ્વા શર્માએ કહ્યું કે 2024માં પણ આપણે મોદીજીને જ લાવવા પડશે. જો એવું નહિ કરીએ તો દરેક શહેરમાં આફતાબ પેદા થશે. તેમણે ભાજપના ફેવરિટ મુદ્દાને ગુજરાતની ચૂંટણીમાં રમતો કરી દીધો. હવે આના વિશે મીડિયામાં-જનતામાં આને પાર્ટીમાં ચર્ચા ચાલુ થઇ જશે ત્યાં સુધીમાં ચૂંટણી આવી જશે. લવ જેહાદ, કોમન સિવિલ કોડ અને ટ્રીપલ તલાકની વાતો કરીને હેમંતે આખરે ગુજરાતમાં હિન્દુત્વના મુદ્દાનું ખાતું હિંમત કરીને ખોલી જ નાખ્યું.

એવી માન્યતા છે કે વલસાડમાં જે ઉમેદવાર ચૂંટાય તેની સરકાર બને. મોદીએ તેમના પ્રચારનું ખાતું વલસાડથી જ ખોલ્યું. ચૂંટણીસભા હોય અને મોદી રંગમાં ન આવે તો જ નવાઇ. જનમેદની જોયા પછી નરેન્દ્રભાઇ ખીલ્યા. નરેન્દ્રભાઇએ પહેલીવાર મત આપનારા પર ફોકસ કરીને યુવા મતદારો માટે એક નેરેટિવ સેટ કરવાનું શરૂ કર્યું છે. રોજગારી-યુવાન અને આદિવાસીઓને ધ્યાનમાં રાખીને તેમણે ભારત અને ગુજરાત સરકારની તમામ યોજનાઓ ગણાવી દીધી.

ભાષણની શરૂઆત તેમણે યુવાનોથી કરી અને અંત તેમણે વડીલોથી કર્યો. સભામાં આવેલા લોકોને કહ્યું કે તમારા ઘરે જે વડીલો છે તેમને કહેજો કે નરેન્દ્રભાઇ આવ્યા હતા અને મારા પ્રણામ કહેજો. ગુજરાતની ગાડી રિવર્સ ગિયરમાં લઇને જનારાથી ચેતજો એવુંય કહ્યું. (સમજદાર કો ઇશારા કાફી હૈ)

પોતે આજે ભલે ગુજરાતના મુખ્યમંત્રી નથી પણ પાંચ વર્ષના લેખાંજોખાં મોદીએ ખુદ આપ્યાં. એ રીતે જોઇએ તો સળંગ આ પાંચમી વિધાનસભાની ચૂંટણી છે જેમાં ગુજરાતની જનતા કોઇ ઉમેદવારના નામે નહિ પણ મોદીના નામે જ મતદાન કરી રહી છે. ભાજપ પણ મોદીના નામે જ મત માગી રહ્યો છે.

છેલ્લે એક ખાસ વાત મોદી માટે તો આ ગુજરાતની ચૂંટણીની ફાઇનલ મેચ છે અને 2024 માટેની આ સેમિફાઇનલ.

આવા જ ઇન્ટરેસ્ટિંગ વીડિયો એનાલિસિસ માટે તમે વાંચતા રહો દિવ્ય ભાસ્કર એપ અને જોતા રહો ગેમ ઓફ ગુજરાત 2022.

ધન્યવાદ

અન્ય સમાચારો પણ છે...