DB REELS:'B.Techવાળો પાન ઘસે છે, મેડમની 15 દિવસમાં બદલી કરી નાખી', સાંભળો ગુજરાતના દબંગ નેતાના કારનામા

25 દિવસ પહેલા

વડોદરાની વાઘોડિયા વિધાનસભા બેઠક પર ઉમેદવાર નક્કી કરવામાં આ વખતે ભાજપે મોટો નિર્ણય લીધો છે. સતત છ ટર્મથી જીતતા દંબગ નેતા મધુ શ્રીવાસ્તવની ટિકિટ કાપી નાખી અને અશ્વિન પટેલને ટિકિટ આપી છે. મધુ શ્રીવાસ્તવ માટે રાજકીય રીતે ખરેખર આ એક મોટો ઝટકો છે. દિવ્ય ભાસ્કરે આ અંગે વાઘોડિયાના મતદારો સાથે વાત કરીને તેમનો અભિપ્રાય જાણવાનો પ્રયાસ કર્યો હતો. આ વાતચીત દરમિયાન મતદારોએ મધુ શ્રીવાસ્તવની ટિકિટ કેમ કપાઈ તે અંગેનાં સ્પષ્ટ કારણો મતદારોએ જણાવી દીધાં. એમાંનું સૌથી મોટું કારણ છે મધુ શ્રીવાસ્તવની કથિત જીદ્દના કારણે થયેલી એક અધિકારીની બદલી. આજની DB REELS જોવા ઉપરના ફોટો પર ક્લિક કરો.

અન્ય સમાચારો પણ છે...