25 સભ્યનું બની શકે નવું મંત્રીમંડળ:11 કેબિનેટ તથા 14 રાજ્યકક્ષામંત્રીનો સમાવેશ થઈ શકે છે, શંકર ચૌધરી, રાદડિયા અને સંઘવી હશે મજબૂત ચહેરા

ગાંધીનગર2 મહિનો પહેલાલેખક: નિર્મલ દવે
જયેશ રાદડિયા અને શંકર ચૌધરી.

8 ડિસેમ્બરે ગુજરાત વિધાનસભા ચૂંટણીનાં પરિણામો જાહેર થઈ ગયાં છે, જેમાં ભાજપે ઐતિહાસિક જીત હાંસલ કરી 156 સીટ જીતી લીધી છે. આ વિજય બાદ હવે ભાજપે નવી સરકાર રચવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. હવે નવા મંત્રીમંડળમાં કોણ કોણ હશે અને એનું જ્ઞાતિ સમીકરણ શું હશે એ અંગે ચર્ચાઓ શરૂ થવા લાગી છે. નવા મંત્રીમંડળમાં એકપણ સમાજને અન્યાય ના થાય એની તકેદારી રાખવામાં આવી રહી છે. ભાજપે અત્યારસુધીનો રેકોર્ડ તોડી પ્રચંડ બહુમતી મેળવી લીધી છે, પરંતુ હવે ભાજપ માટે આગામી લક્ષ્યાંક કોઈ હોય તો એ છે વર્ષ 2024માં આવનારી લોકસભા ચૂંટણી. વર્ષ 2019ની જેમ ફરીથી એક વખત ભાજપ ગુજરાતની તમામ 26 લોકસભા બેઠક હાંસલ કરવાના ટાર્ગેટ સાથે આગળ વધી રહ્યો છે, ત્યારે માનવામાં આવી રહ્યું છે કે આગામી લોકસભા ચૂંટણીને અનુલક્ષીને જ 11 કેબિનેટ અને 14 રાજ્યકક્ષાના મળીને 25 જેટલા સભ્યોનું નવું મંત્રીમંડળ રચવામાં આવશે.

તમામ જ્ઞાતિ આધારિત સમીકરણો આવરી લેવાની સંભાવના
ગુજરાતના તમામ ઝોન, જેવા કે ઉત્તર, મધ્ય, દક્ષિણ, સૌરાષ્ટ્ર અને કચ્છ એમ તમામ વિસ્તારમાંથી ભાજપ જ્ઞાતિ આધારિત સમીકરણો ધ્યાનમાં રાખીને મંત્રીઓની પંસદગી કરી શકે છે. જોકે હાલ માત્ર ચર્ચાનો દૌર એ છે કે ભાજપના વિજેતા ઉમેદવારો પૈકી મંત્રીપદ માટે સક્ષમ ચહેરો કોણ છે ? કોણ છે કે મંત્રીપદની ગાદી શોભાવશે ? દિવ્ય ભાસ્કર પાસે વિજેતા ઉમેદવાર પૈકી મંત્રીપદ માટે જે લોકો પ્રબળ દાવેદાર છે એવાં કેટલાંક નામો સામે આવ્યાં છે. ગુજરાત રાજ્યની નવી સરકારના વિધાનસભા મંડળમાં કયા કયા ચહેરાનો મંત્રીમંડળમાં સમાવેશ કરવામાં આવી શકે છે એવાં કેટલાંક નામોની ચર્ચા ચાલી રહી છે.

અનુભવી ચહેરાને કેબિનેટ મંત્રી બનાવાશે
ગુજરાતમાં અગાઉ ભાજપની સરકાર દરમિયાન મંત્રીપદ ભોગવી ચૂકેલા અનેક એવા નેતાઓ છે, જેમને વર્ષ 2022ની ચૂંટણીમાં ટિકિટ આપવામાં આવી હતી અને તેમનો ભવ્ય વિજય પણ થયો છે. એવા તમામ ધારાસભ્યો, જેઓ અગાઉ કેબિનેટ કક્ષાના મંત્રીની જવાબદારી નિભાવી ચૂક્યા છે. તદુપરાંત અનુભવી પણ છે તે પૈકીના અનેક લોકોનો કેબિનેટ કક્ષાના મંત્રીમંડળમાં સમાવેશ થઈ શકે છે.

અન્ય સમાજને આવરી લઈ જ્ઞાતિ આધારિત સમીકરણોમાં સમતુલા જાળવશે
એમ નથી કે માત્ર પાટીદાર અને ઓબીસી સમાજ થકી જ સરકારના મંત્રીઓ નક્કી કરાશે. ભાજપ પોતાના આ પસંદગી સમીકરણમાં અન્ય સમાજના સમીકરણને પણ બરાબર ધ્યાનમાં રાખશે. જ્ઞાતિ આધારે સમીકરણોની સમતુલા જાળવવા ભાજપ પૂરતો પ્રયાસ કરશે અને એક નવા મંત્રીમંડળની રચના કરશે.

આ છે સંભવિત મંત્રી મંડળ

સંભવિત કેબિનેટ મંત્રીઓસંભવિત રાજ્યમંત્રીઓ
શંકર ચૌધરીજગદીશ વિશ્વકર્મા
ઋષિકેશ પટેલઅમિત ઠાકર
પૂર્ણેશ મોદીહર્ષ સંઘવી
રાઘવજી પટેલઅલ્પેશ ઠાકોર
કનુ દેસાઇમોહન ઢોડિયા
કિરીટસિંહ રાણાઆર.સી. પટેલ
શંભુનાથ ટુંડિયાજે.વી કાકડીયા
ગણપત વસાવાઅક્ષય પટેલ
જયેશ રાદડિયારીવાબા જાડેજા
કુંવરજી બાવળિયામાલતી મહેશ્વરી
જિતુ વાઘાણીદર્શના દેશમુખ
શૈલેષ ભાભોર
બચુ ખાબડ
ભરત પટેલ

રમણલાલ વોરા બની શકે છે વિધાનસભાના અધ્યક્ષ
વર્ષ 2022ની ચૂંટણીનાં પરિણામો આધારે વિધાનસભાના અધ્યક્ષના પ્રબળ દાવેદાર રમણભાઈ વોરા છે, કેમ કે રમણલાલ વોરા અગાઉ પણ વિધાનસભા સ્પીકર તરીકે જવાબદારી નિભાવી ચૂક્યા છે તેમજ વિધાનસભા ગૃહ ચલાવવાની નીતિ-રીતિથી તેઓ સંપૂર્ણપણે વાકેફ છે એટલે આ જ કારણસર ભાજપ રમણલાલ વોરાને એક વખત ફરીથી અધ્યક્ષ તરીકેની જવાબદારી સોંપી શકે છે.

શાસક પક્ષના મુખ્ય દંડક સાથે વધુ બે ચહેરાને હોદ્દા અપાઈ શકે છે
વિધાનસભામાં અત્યારસુધી શાસક પક્ષના મુખ્ય દંડક તરીકે નડિયાદ બેઠકના પંકજ દેસાઈ જવાબદારી નિભાવતા જોવા મળ્યા છે, પરંતુ નવા રચાનારા મંત્રીમંડળ દરમિયાન શાસક પક્ષના મુખ્ય દંડક સહિત દંડક અને નાયબ દંડકની નિમણૂક કરાઈ શકે છે. આ જવાબદારી અનુક્રમે જેઠા ભરવાડ અને ભરત પટેલને સોંપાય એવી સંભાવના છે.

કઈ જ્ઞાતિમાંથી કોને કોને મળી શકે મંત્રી પદ?

મંત્રીમંડળના સંભવિત પાટીદાર ચહેરામંત્રીમંડળના સંભવિત OBC ચહેરાઅન્ય સમાજના સંભવિત ચહેરા
રાઘવજી પટેલઅલ્પેશ ઠાકોરહર્ષ સંઘવી (જૈન)
જિતુ વાધાણીકુંવરજી બાવળિયાકિરીટસિંહ રાણા (ક્ષત્રિય ‌)
જે.વી. કાકડિયાબચુ ખાબડઅમિત ઠાકર(બ્રાહ્મણ )
અક્ષય પટેલપૂર્ણેશ મોદીગણપત વસાવા (આદિવાસી)
ઋષિકેશ પટેલઆર. સી. પટેલમોહન ઢોડિયા (આદિવાસી )
જયેશ રાદડિયાભરત પટેલમહંત શંભુનાથ ટુંડિયા (એસસી)
રમણલાલ વોરા (એસસી )
માલતી મહેશ્વરી (એસસી)
દર્શના દેશમુખ (આદિવાસી)

શંભુનાથ ટુંડિયા થકી ભાજપને અન્ય રાજ્યમાં પણ ફાયદો
સંત સવૈયાનાથ ઝાંઝરકા ધામના મહંત શંભુનાથ ટુંડિયા અગાઉ વર્ષ 2014થી વર્ષ 2020 દરમિયાન રાજ્યસભા સાંસદ રહી ચૂક્યા છે. આ ઉપરાંત અન્ય રાજ્યોમાં પણ તેમનો રાજકીય પ્રવાસ થવાને કારણે અન્ય વિસ્તારમાં રહેતા દલિત સમાજના લોકો સાથે પણ ગાઢ સંપર્ક ધરાવે છે. આ ઉપરાંત ઝાંઝરકા ધામના મોટી સંખ્યામાં ભક્તો દેશ-વિદેશમાં રહેતા હોવાને કારણે જો શંભુનાથ ટુંડિયાને કેબિનેટ કક્ષાનો દરજ્જો આપવામાં આવે તો આગામી લોકસભા ચૂંટણી દરમિયાન ભાજપને ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં પણ ફાયદો થઈ શકે છે.

અન્ય સમાચારો પણ છે...