જુનિયર લાલુની અસ્સલ મેહોણીમાં દેવાવાળી:હાથ પછાડી પછાડીને નેતાઓને ઝાટક્યા, મુસ્લિમ યુવકે ભાજપ વિશે સરપ્રાઈઝ વાત કહી, જુઓ મહેસાણાના લોકોનો મિજાજ

3 મહિનો પહેલાલેખક: મૌલિક ઉપાધ્યાય

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 ગતિવિધિઓ તેજ બની છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું માદરે વતન મહેસાણા રાજકીય મામલે જાણીતું છે. મહેસાણાને રાજકીય લેબોરેટરી તરીકે પણ ઓળખવામાં આવે છે. ભલે આજે દેશમાં ભાજપનો દબદબો હોય . પરંતુ જ્યારે દેશમાં ભાજપને ખાસ કોઇ જનાદેશ ન હતો. દેશમાં માત્ર 2 બેઠક પર ભાજપને સીટ હતી . એ સમયે મહેસાણાની જનતાએ ભાજપને પારખી જનાદેશ આપ્યો હતો. રાજકીય વાત કરીએ તો મહેસાણાને રાજકીય લેબોરેટરી તરીકે ઓળખવામાં આવે છે. જોકે વાત પણ સાચી છે. ગુજરાત મહાચળ. રાજકીય સમીકરણમાં મહેસાણા હંમેશાથી મોખરે રહ્યું છે.તાજેતરમાં રાજ્ય સહિત દેશમાં ચર્ચા જગાવનાર પાટીદાર અનામત આંદોલનના બીજ પણ મહેસાણાથી જ રોપાયા હતા. આ છે મહેસાણાની તાસીર. ગુજરાત વિધાનસભા ચૂંટણી માં પણ મહેસાણા બેઠક હોટ છે.કારણે પૂર્વ નાયબ મુખ્યમંત્રીની અહીંયાંથી ટિકિટ કાપવામાં આવી છે. ગુજરાતના રાજકારણમાં મહેસાણા વિધાનસભા બેઠક પરની ચુંટણી તમામ રાજકીય પક્ષો માટે રસાકસીભરી બની રહેશે. રાજ્યમાં રાજકીય હલચલ મચાવી દેનાર પાટીદાર અનામત આંદોલનના એપી સેન્ટર એવા મહેસાણા પર હાલ તમામ રાજકીય પક્ષોની નજર છે. મહેસાણા વિધાનસભા બેઠકમાં મહેસાણા તાલુકાના મોટા ભાગનાં ગામનો સમાવેશ થાય છે. આ બેઠક 1990થી ભાજપનો ગઢ છે.

મહેસાણાની ગાદી પર રહ્યો છે ભાજપનો દબદબો
મહેસાણા વિધાનસભાની બેઠક માટે સૌ પ્રથમ 58 વર્ષ અગાઉ સને 1962માં સામાન્ય ચૂંટણી યોજાઈ હતી. મહેસાણા વિધાનસભાની બેઠક પર પ્રથમ ધારાસભ્ય તરીકે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના મહિલા ઉમેદવાર શાંતાબેન પટેલ ચૂંટાઈ આવ્યા હતા.રાજકીય સમીક્ષા માટે મહત્વપૂર્ણ ગણાતી મહેસાણા વિધાનસભાની ચૂંટણીઓ અત્યાર સુધી 14 વખત યોજાઈ ચૂકી છે. જેમાં મતક્ષેત્રને બે મહિલા સહિત 9 ધારાસભ્યો મળ્યા છે. વર્ષ 1962થી 1990 સુધી સ્વતંત્ર પાર્ટી સહિત કોંગ્રેસનો દબદબો જોવા મળ્યો હતો. ત્યારબાદ વર્ષ 1990થી રાજકીય સમીકરણ બદલાતાં ભારતીય જનતા પાર્ટીએ પોતાનો ગઢ બનાવી દીધો છે.
મહેસાણામાં ચૂંટણીના ઇતિહાસ પર નજર
મહેસાણા વિધાનસભા મતક્ષેત્રમાં રાજકીય પરિવર્તન સાથે ભાજપના સૂર્યનો ઉદય થયો હતો. વર્ષ 1990માં યોજાયેલ મહેસાણા વિધાનસભા બેઠકની ચૂંટણીમાં પાટીદાર સમાજમાંથી આવતાં અને ભાજપના ઉમેદવાર ખોડાભાઈ પટેલે પહેલી વખત વિજેતા બન્યા હતા.ત્યારબાદ વર્ષ 1995 અને વર્ષ 1998માં યોજાયેલી ચૂંટણીઓમાં સળંગ બે ટર્મ સુધી ખોડાભાઈ પટેલ જીત્યા હતા. આ દરમિયાન મહેસાણા બેઠક પર ભાજપની પકડ મજબૂત થઈ હતી. ત્યારબાદ વર્ષ 2002 અને વર્ષ 2007માં અનિલભાઈ પટેલને ટિકિટ અપાઈ હતી અને તેઓ પણ વિજયી બન્યા હતા.
મહેસાણા વિધાનસભા મતક્ષેત્ર માટે છેલ્લા બે ટર્મ વર્ષ 2012 તેમજ વર્ષ 2017માં યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં ભાજપમાંથી નીતિનભાઈ પટેલ પર પસંદગી ઉતારવામાં આવી હતી. જેમાં તેઓએ બદલાયેલ રાજકીય અને સામાજિક સમીકરણ વચ્ચે પણ ભાજપનો દબદબો જાળવી રાખ્યો હતો. હવે, આગામી વર્ષ 2022માં યોજાનાર વિધાનસભાની ચૂંટણીમાં કયો રાજકીય પક્ષ બાજી મારે છે તે મહત્વનું છે.
મહેસાણા બેઠકનાં જાતિગત સમીકરણો
મહેસાણા વિધાનસભા મતક્ષેત્રમાં ધારાસભ્યો માટે યોજાયેલી ચૂંટણીઓ મતદારોનો ટ્રેન્ડ તેમજ રાજકીય સમીકરણ રાજકીય વિશ્લેષકો માટે પણ કોયડા સમાન રહ્યો છે. મહેસાણા વિધાનસભા મતક્ષેત્ર માટે યોજાયેલ અત્યાર સુધીની ચૂંટણીમાં પાટીદાર સમાજનો દબદબો જોવા મળ્યો છે. સને 192થી સને 2017 સુધી 14 વખત યોજાયલ વિધાનસભાની ચૂંટણીમાં મહેસાણાને પાંચ પાટીદાર, બે બ્રાહ્મણ તેમજ બે રાજપૂત સમાજમાંથી ધારાસભ્ય મળ્યા છે. જેમાં કોંગ્રેસમાંથી એક-એક પાટીદાર તેમજ રાજપૂત મહિલા ધારાસભ્યનો પણ સમાવેશ થાય છે.
મહેસાણા બેઠક પર મતદારોનું ગણિત
મહેસાણા વિધાનસભા બેઠકના જાતિગત ગણિતની વાત કરીએ તો જણાશે કે કુલ મતદારોમાં અંદાજિત પાટીદાર 22.6 ટકા, ઠાકોર 15.8 ટકા, સવર્ણ 12.9 ટકા, ક્ષત્રિય 2.3 ટકા, ચૌધરી 3.4 ટકા. ઓબીસી 14.2 ટકા, મુસ્લિમ 5.6 ટકા, દલિત 11.7 ટકા છે. જોવા જઈએ તો આ બેઠક પાટીદાર ઉપરાંત સવર્ણ મતદારો પણ એટલાં જ પ્રભાવી જોવા મળે છે. આ બેઠક પર કુલ 2,16,149 મતદારો છે. જેમાં 1,12,658 પુરુષ મતદારો અને 1,03,497 મહિલા મતદારો છે. જેમાં 229 પોલીંગ બુથ છે.